About: http://data.cimple.eu/claim-review/780a24aac8150bee5d406d5a3c210f0c9d8d2be505c6468ac1b9b157     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Authors Claim : તિરુપતિ બાલાજી મંદિરના પૂજારીને ત્યાં EDની રેડમાં 129 કિલો સોનું, 120 કરોડ રૂપિયા રોકડા, 75 લાખના હીરા મળી આવ્યાંનો દાવો કરતો વીડિયો Fact : વીડિયો 2021નો છે અને વિડિયો અને લૂંટ બાદ મળી આવેલા ઘરેણાનો છે. તિરુપતિ મંદિરના પૂજારીના ઘરેથી ઘરેણાં અને રોકડની રિકવરીનો દાવો ખોટો છે. આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં આવતા ભક્તો મંદિરમાં ઘણું દાન કરે છે. અહીં લોકો માત્ર તેમના માથાના વાળ જ નહીં પરંતુ તેમના શરીર પર પહેરવામાં આવેલા ઘરેણાં પણ દાનમાં આપે છે. એવું માનવામાં આવે છે કે ભારતના મંદિરોમાં તિરુપતિ બાલાજી પાસે સૌથી વધુ સંપત્તિ છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટેબલ પર ઘણી બધી જ્વેલરી રાખવામાં આવી રહી છે. દાવો કરવામાં આવે છે કે ઈડીના દરોડામાં તિરુપતિ મંદિરના પૂજારીના ઘરેથી ઘરેણાં અને રોકડ મળી આવી છે. સોશિયલ મીડિયામાં 37-સેકન્ડનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક મોટા ટેબલ પર ઘણી બધી જ્વેલરી રાખવામાં આવી છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “તિરુપતિમાં પૂજારીના ઘરેથી 129 કિલો સોનું, રૂ. 120 કરોડ રોકડા અને 75 લાખના હીરા મળ્યા છે. શું હજી કરશો દાન? તમારું આપેલ દાન ભગવાન નઈ પણ બ્રાહ્મણો લઈ જાય છે તેમને કોઈ પાપ નથી લાગતું કે નથી કોઈની હાઈ લાગતી. શું કોઈ પણ ધાર્મિક સ્થાન પર દાન આપશો?” સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ. જોકે, ન્યૂઝચેકરને આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. Fact Check/Verification વાઇરલ દાવાની તપાસ માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સ સર્ચ ચલાવી. જેમાં અમને કોઈ વિશ્વસનીય અહેવાલો મળ્યા નથી જે આ દાવાની પુષ્ટિ કરી શકે કે, આવકવેરાના દરોડામાં તિરુપતિ મંદિરના પૂજારીના ઘરેથી ઘરેણાં અને રોકડ મળી આવી છે. વધુ તપાસમાં અમે વાયરલ ક્લિપની કી ફ્રેમની રિવર્સ ઇમેજ સર્ચ કરી. તેથી અમને 20 ડિસેમ્બર, 2021ની X પોસ્ટમાં વાયરલ ક્લિપનું લાંબુ વર્ઝન મળ્યું. પોસ્ટ સાથેના કૅપ્શનમાં જણાવાયું છે કે, આ વીડિયો એક ચોરની ધરપકડનો છે જે વેલ્લોરના જ્વેલરી સ્ટોરમાંથી જ્વેલરી લઈને ભાગી ગયો હતો. ત્યાર બાદ અમે ગૂગલ પર ‘વેલ્લોર, જ્વેલરી સ્ટોર, થિફ એબસ્કોન્ડ વિથ જ્વેલરી’ જેવા કીવર્ડ્સ સર્ચ કર્યા. જેમાં અમને ડિસેમ્બર 2021માં ઘણી સ્થાનિક ન્યૂઝ ચેનલો દ્વારા શેર કરેલા અહેવાલોની વાયરલ ક્લિપ જોવા મળી. આ વીડિયો રિપોર્ટ્સમાં, તેને એક ચોરીના કેસમાં જ્વેલરના ઘરેથી મળી આવેલા ઘરેણાંની રિકવરી તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ વિડિયો અહીં અને અહીં જોઈ શકાય છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં વાયરલ ક્લિપના લાંબા વર્ઝનમાં જોવા મળેલા દ્રશ્યની તસવીર પણ દર્શાવવામાં આવી છે. 22 ડિસેમ્બર-2021ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલમાં એવી માહિતી આપવામાં આવી છે કે, ટેબલ પર પડેલી જ્વેલરી વેલ્લોરના જોયલુક્કાસ શોરૂમમાંથી ચોરાઈ હતી. ઈમારતના પાછળના ભાગમાં કાણું પાડીને ચોરો દુકાનમાં ઘૂસ્યા હતા અને અનેક કિંમતી દાગીનાની ચોરી કરી ગયા હતા. 15 ડિસેમ્બર-2021ના રોજ વેલ્લોરમાં એક લોકપ્રિય જ્વેલર્સમાં થયેલી ચોરી બાદ આ જ્વેલરી ઓડુકાથુરના કબ્રસ્તાનમાં છુપાવવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું હતું. તપાસ દરમિયાન, વેલ્લોર પોલીસે ઓડુકાથુરના કબ્રસ્તાનમાંથી 15.9 કિલો ચોરાયેલું સોનું અને રૂ. 8 કરોડના હીરા જપ્ત કર્યા હતા. આ બાબતે ધ હિન્દુ અને એનડીટીવીના અહેવાલો અહીં જુઓ. 21 ડિસેમ્બર-2021ના રોજ ETV ભારત દ્વારા પ્રકાશિત અહેવાલમાં અમને જાણવા મળ્યું કે તે દરમિયાન ASP વેલ્લોરે પણ X પોસ્ટ દ્વારા આ બાબતે માહિતી આપી હતી. તે પોસ્ટમાં વાયરલ ક્લિપના દ્રશ્યો પણ દેખાય છે. એએસપી વેલ્લોરની એક્સ-પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ મામલો જોયલુક્કાસ શોરૂમમાંથી ચોરાયેલી જ્વેલરીની રિકવરી સાથે સંબંધિત છે. Read Also : Fact Check – ગુજરાતની સ્કૂલના કથળેલા વર્ગખંડની ‘ગુજરાત મૉડલ’ દર્શાવતી તસવીર ખરેખર બિહારની Conclusion તપાસ દ્વારા અમે એવા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે તિરુપતિ મંદિરના પૂજારીના ઘરે ઈન્કમ ટેક્સના દરોડામાં જ્વેલરી મળ્યાનો દાવો ખોટો છે. Result – False Sources X post by @mahajournalist on 20th December 2021. Report published by Indian Express Report published by ETV on 21st December 2021. X post by ASP Vellore on 20th December 2021. (અહેવાલ ન્યૂઝચેકર હિંદી દ્રારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.) કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Hindi
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software