schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
આગ્રા આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ એક અન્ય યુવતી સાથે હોટેલના રૂમ માંથી તેમની પત્ની દ્વારા પકડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી છે, ત્યારે આ પ્રકારે અશ્લીલ વિડિયો કે કૌભાંડો અંગે પોસ્ટ કરીને દરેક પાર્ટી દ્વારા આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવતા હોય છે.
ફેસબુક અને ટ્વીટર યુઝર્સ “આગ્રા જિલ્લા અધ્યક્ષ આમ આદમી પાર્ટી ના પરણિત નેતા પ્રેમિકા સાથે હોટલ ઘુટર ઘું કરતા પકડાતાં ચકચાર મચી ગયો.” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. જેમાં કથિત આગ્રાના આપ જિલ્લા અધ્યક્ષને અન્ય યુવતી સાથે એક હોટેલના રૂમ માંથી તેમના પત્ની દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : સુરતમાં આપ પાર્ટી સાથે જોડાયેલ વ્યક્તિના ઘરે EDની રેઇડમાં કરોડોની રોકડ જપ્ત થઈ હોવાના ભ્રામક વિડીયોનું સત્ય
આગ્રા આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અન્ય યુવતી સાથે હોટેલ રૂમમાં હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ ચેનલ news18, amarujala અને Live Hindustan દ્વારા ઘટના અંગે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ હાઈવોલ્ટેજ ડ્રામા આગ્રાના હરિ પર્વત વિસ્તારની એક હોટલમાં થયો હતો. અહીં એક વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં ગયો હતો, જે દરમિયાન તેની પત્નીએ તેના ભાઈ સાથે હોટલમાં જવાની ધમકી આપીને હોબાળો મચાવ્યો હતો. પત્નીએ તેના પતિ અને તેની પ્રેમિકાને ચપ્પલ વડે માર પણ માર્યો હતો.
જયારે, આગ્રામાં આપ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અંગે ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે, કે તેઓનું નામ ધીરજ બધલ છે. ધીરજ થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે, આ પહેલા તેઓ બસપા સાથે જોડાયેલા હતા. જયારે વાયરલ વિડીયોમાં આપ જિલ્લા અધ્યક્ષનું નામ જોડવામાં આવ્યું ત્યારે તેઓએ પોતાના ટ્વીટર એકાઉન્ટ મારફતે વાયરલ વિડીયો અંગે સ્પષ્ટતા કરી હતી.
ધીરજ બઘેલે સુદર્શન ન્યુઝ ચેનલના પત્રકાર સંતોષ ચૌહાણને ઉલ્લેખીને જણાવ્યું કે “હું આગ્રાનો જિલ્લા પ્રમુખ ધીરજ બઘેલ છું. અને આ વિડિયોમાં કોઈ અન્ય વ્યક્તિ છે. મને બદનામ કરવાનો પ્રયાસ કરશો નહીં. તમારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.“
આગ્રા આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અન્ય યુવતી સાથે હોટેલ રૂમમાં હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ થયેલ છે. આગ્રાના આપ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ધીરજ બઘેલ દ્વારા પોતાના ટ્વીટર એકાઉન્ટ મારફતે વાયરલ વિડીયો ભ્રામક હોવાની જાણકારી આપવામાં આવેલ છે. તેમજ વાયરલ વિડીયોમાં જોઈ શકાતા વ્યક્તિ અને ધીરજ બઘેલની તસ્વીરને સરખાવતાં સાબિત થાય છે, કે બન્ને વ્યક્તિ અલગ છે.
Our Source
Media Reports of news18, amarujala And Live Hindustan, on 21 SEP 2022
Tweet By AAP District President Dheeraj Baghel, on 21 SEP 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|