About: http://data.cimple.eu/claim-review/807feec7d99f1e010b5bbffc9245b53879e47ded76f465dd0eb1f54c     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Authors Claim –1992માં બાબરી મસ્જિદ ધ્વંસના દિવસે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને કારસેવક દર્શાવતી વાઇરલ તસવીર. Fact – તસવીર વર્ષ 2002ની છે અને નાગપુરના વરિષ્ઠ ભાજપ નેતા ભોજરાજ ડુમ્બે, લોડ-શેડિંગને લઈને MSEB સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન ફડણવીસ સાથે હતા તેની છે. તેમાં એકનાથ શિંદે નથી. રાજ્યની ચૂંટણીમાં સફળતા બાદ મહાયુતિ (ભાજપ-શિવસેના-એનસીપી)ના ગઠબંધનમાંથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ અંગેની મડાગાંઠ વચ્ચે એક જૂનો જણાતો ફોટો, જેમાં કથિતરૂપે શિવસેનાના એકનાથ શિંદે અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસ દર્શાવવામાં આવ્યા છે, તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. કેટલાક યુઝર્સે ફોટો શેર કર્યો છે અને દાવો કર્યો છે કે, તે વર્ષ 1992માં બાબરી મસ્જિદ ધ્વંસના દિવસે કારસેવક તરીકે સીએમ પદ પર મડાગાંઠના કેન્દ્રમાં રહેલા બંનેને દર્શાવે છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે, જેને અત્યાર સુધીમાં 834.8K વ્યૂઝ મળી ચૂક્યા છે. Fact Check/Verification દાવાની તપાસ માટે ન્યૂઝચેકરે રિવર્સ ઇમેજ સર્ચ ચલાવી જેમાં અમને મહારાષ્ટ્ર ટાઇમ્સનો આ સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો. તારીખ 3 મે-2022ના રોજ તે જ ફોટો શેર કર્યો હતો. અહેવાલ મુજબ, શિવસેનાના નગરસેવક અંબાદાસ દાનવેએ દેવેન્દ્ર ફડણવીસની મજાક ઉડાવતા એક જૂના આંદોલનનો ફોટો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો કારણ કે, તેમણે આરોપ લગાવ્યો હતો કે 6 ડિસેમ્બર-1992ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે એક પણ શિવસૈનિક અયોધ્યામાં નહોતો. લોકસત્તાનો અહેવાલ તારીખ 3 મે-2022ના રોજનો અહીં જોઈ શકાય છે. જેમાં પણ એવું નહોતું જણાવાયું કે આ ફોટો 1992નો છે. પરંતુ કથિત રીતે ફડણવીસ જ્યારે આંદોલન દરમિયાન લાઠીચાર્જ કરવામાં આવ્યો ત્યારે દોડી ગયા હતા તે ઉલ્લેખની વાત છે. વધુમાં કોઈપણ અહેવાલમાં જણાવવામાં આવ્યું નથી કે ફડણવીસની બાજુમાં ચાલી રહેલ વ્યક્તિ એકનાથ શિંદે છે. ન્યૂઝચેકર ફડણવીસના સચિવ શશાંક દાભોળકરનો સંપર્ક કર્યો જેમણે વાયરલ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે ફોટામાં જે વ્યક્તિ ફડણવીસની બાજુમાં છે તે નાગપુરના બીજેપીના વરિષ્ઠ નેતા ભોજરાજ ડુમ્બે છે અને આ ફોટો લૉડ સામે પક્ષના આંદોલન દરમિયાન લેવામાં આવ્યો હતો. 2002માં લૉડ-શેડિંગના નાગપુરમાં વિરોધ પ્રદર્શનો છે. . ત્યાર બાદ અમે ડુમ્બેનો સંપર્ક કર્યો, જે હાલમાં ભાજપના નાગપુર કાર્યાલયના પ્રભારી છે અને 1990થી પાર્ટી સાથે છે,.જેમણે પુષ્ટિ કરી કે એ ફોટામાં તેઓ જ છે. ડુમ્બેએ ન્યૂઝચેકરને કહ્યું, “તસવીર 2002માં નાગપુરમાં થયેલા વિશાળ વિરોધ પ્રદર્શનનો છે. હું ભારતીય જનતા યુવા મોરચા (BJYM) નાગપુરનો પ્રમુખ હતો અને ફડણવીસ BJYM પ્રદેશ મહામંત્રી અને પ્રથમ વખત ધારાસભ્ય હતા, ત્યારે અમે મહારાષ્ટ્ર રાજ્ય વીજળી બોર્ડ સામે આંદોલન કરી રહ્યા હતા. રાજ્યમાં લૉડ શેડિંગ સામે વિરોધ હતો. અમે નાગપુરના ગદ્દીગોદામમાં તત્કાલીન MSEB એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રકાશ કુલકર્ણીની ઓફિસનો ઘેરાવ કર્યો ત્યારે આ ફોટો લેવામાં આવ્યો હતો. એકનાથ શિંદે ફોટામાં નથી.” Read Also : Fact Check – રાજસ્થાની મંદિરના પૂજારીનો વીડિયો ચિન્મય દાસ દ્વારા મહિલાનું યૌનશોષણ થયાના ખોટા દાવા સાથે વાઇરલ Conclusion દાવાની તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસના દિવસે એકનાથ શિંદે અને ફડણવીસ કારસેવક તરીકે હતા તે દાવો કરતી વાઇરસ તસવીર ખરેખર નાગપુરમાં લૉડ-શેડિંગના વિરોધ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ સાથે નાગપુરના ભાજપના નેતાનો 2002નો ફોટો છે. Result: False Sources Maharashtra Times report, May 3, 2022 Conversation with Shashank Dabholkar, secretary to Devendra Fadnavis Conversation with Bhojraj Dumbe, BJP’s Nagpur office in-charge (with inputs from Prasad Prabhu, Newschecker Marathi) (ન્યૂઝચેકર અંગ્રેજી કુશેલ એચએમ દ્વારા પણ અહેવાલ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો) કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Hindi
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 5 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software