schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks done
FOLLOW USFact Check
Himachal Pradesh ના કિન્નૌરમાં થયેલા ભૂસ્ખલન અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના સમાચાર અને તસવીરો શેર કરવામાં આવી રહી છે. જે સંદર્ભે એક તસ્વીર અને વિડિઓ શેર કરવામાં આવ્યા હતા. તેમજ કોરોના વાયરસની બીજી લહેર ખતમ થતા પ્રવાસીઓ હિમાચલના પહાડોમાં ફરવા નીકળી ગયા હતા. જ્યાં ભારે ટ્રાફિક જામ અને સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો. જે સંદર્ભે સોશ્યલ મીડિયા પર મનાલીના મોલ રોડની એક ભ્રામક તસ્વીર પણ વાયરલ થઇ હતી જેમાં માસ્ક વગર મોલ રોડ પર ભારે ભીડ જોઇ શકાય છે.
ત્યારે ફરી એક વખત હિમાચલના પહાડી વિસ્તારમાં ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા હોવાના દાવા સાથે ફેસબુક પર એક વિડિઓ વાયરલ થયેલ છે. ન્યુઝ સંસ્થાન Connect Gujarat અને Channel Eye Witness દ્વારા “કુદરતી આફતોએ દસ્તક દેતાં પ્રવાસીઓ ફરી રહયાં છે પરત, રસ્તાઓ પર જોવા મળ્યો ટ્રાફિકજામ” હેડલાઈન સાથે આ વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
ક્રાઉડટેંગલ ડેટા અનુસાર , આ વિડિઓને કુલ 4.5k લોકો દ્વારા જોવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતી અને અન્ય ભાષામાં પણ સમાન દાવા સાથે ભ્રામક વિડિઓ ફેસબુક અને ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલ છે.
Himachal Pradeshથી પાછા ફરી રહેલા પ્રવાસીઓ દ્વારા ટ્રાફિક જામ કરાયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા, પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોનમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર,આ વીડિયો ખૈબર પખ્તુનખ્ખાના કાગન વેલીનો છે. હાલ બકરી ઇદના અવસર બાદ પ્રવાસીઓના ધસારાના કારણે માનશેરા-નારણ-જલખર માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો. અહેવાલ મુજબ, છેલ્લા 5 દિવસથી આ રસ્તાની આવી જ હાલત જોવા મળી રહી છે.
જયારે, ગુગલ અર્થ પર ન્યુઝ અહેવાલ મુજબ માનશેરા-નારણ-જલખર રોડ સર્ચ કરતા વાયરલ વિડીઓમાં દેખાઈ રહેલ પહાડી વિસ્તાર અને સમાન રસ્તાઓ જોઈ શકાય છે. તેમજ ટ્વીટર પર પત્રકાર KasimAbbasi દ્વારા પાકિસ્તાન નારન ટાઉન હોવાની માહિતી સાથે આ વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
આ પણ વાંચો :- Google દેશભરમાં 800થી વધુ રેલવે સ્ટેશન પર Free WIFI સુવિધા આપી રહી હોવાનો ભ્રામક દાવો વાયરલ
વધુ માહિતી મુજબ, આ વર્ષે ઈદની રજાઓ દરમિયાન કાગન વેલી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા. પાકિસ્તાન જિલ્લા પોલીસ અધિકારી આસિફ બહાદુરએ પાકિસ્તાની મીડિયાને જણાવ્યું હતું કે લગભગ 7 લાખ વાહનો પહાડી વિસ્તારોમાં પહોંચી ગયા છે.
ભારતમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહાડી વિસ્તારોમાં પહોંચી ગયા છે. ચોમાસાને કારણે ઘણા પર્વતીય વિસ્તારો ભારે વરસાદને કારણે અકસ્માતોનો ભોગ પણ બની રહ્યા છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં 25 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનમાં 9 પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે 150 જેટલા પ્રવાસીઓ હજી પણ અટવાયેલા છે.
dawn News
24newshd
dailytimes
Google Earth
Youtube
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
January 4, 2022
Prathmesh Khunt
December 23, 2022
Prathmesh Khunt
October 8, 2020
|