Fact Check
UP ખૂનના આરોપમાં સજા ભોગવી રહેલ વૃદ્ધની તસ્વીર ફાધર સ્ટેન સ્વામી હોવાના દાવા સાથે વાયરલ
ભીમા કોરેગાંવ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવેલા (father stan swamy) ફાધર સ્ટેન સ્વામીના અવસાન પછી એક તરફ રાજકારણ ગરમાયું છે, અને સોશિયલ મીડિયા પર સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સોશ્યલ મીડિયા પર ઘણાં લોકોએ એક તસ્વીર શેર કરી છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિને હોસ્પિટલના પલંગ પર સાંકળવા વડે બાંધવામાં આવ્યા છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ તસ્વીર ફાધર સ્ટેન સ્વામી હોવાના દાવા સાથે શેર કરી રહ્યા છે.
Factcheck / Verification
સોશ્યલ વર્કર ફાધર સ્ટેન સ્વામીના નામ સાથે વાયરલ થયેલ તસ્વીર ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક સર્ચ રિઝલ્ટ જોવા મળે છે. જે મુજબ હોસ્પિટલમાં પલંગ સાથે બાંધવામાં આવેલ વૃદ્ધ વ્યક્તિ ફાધર સ્ટેન સ્વામી નથી, આ વ્યક્તિ UP જેલનો કેદી છે.
તસ્વીરમાં જોવામાં આવેલ વ્યક્તિ ખરેખર 92 વર્ષિય બાબુરામ બલવાન સિંહ છે. જે ખૂન ના ગુનામાં યુપીની જેલમાં સજા ભોગવી રહ્યા છે. 13 મે 2021 ના રોજ એનડીટીવી દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ, બાબુરામ ને શ્વાસની તકલીફ શરૂ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ઉત્તર પ્રદેશના ડીજી દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે વાયરલ તસ્વીર સંબંધે ધ્યાન લેતા DG (જેલ) આનંદકુમાર દ્વારા જેલ વોર્ડન અશોક યાદવને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. આ સાથે તેમણે ટ્વિટર પર દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી.
પુણેના ભીમા કોરેગાંવમાં પરિષદના કાર્યક્રમમાં 84 વર્ષીય સ્ટેન સ્વામીને 1 જાન્યુઆરી, 2018 ના રોજ ઉશ્કેરણીજનક ભાષણો આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન જ ભીમા કોરેગાંવમાં હિંસા ફાટી નીકળી હતી.
મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવ હિંસાના કેસમાં ધરપકડ કરાયેલા સામાજિક કાર્યકર ફાધર સ્ટેન સ્વામી (ઉ.વ.84)નું સોમવારે નિધન થયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ખરાબ હતી. તબિયત વધારે ખરાબ હોવાના લીધે તેમની મુંબઈ બાંદ્રા હોલી ફેમિલી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. સોમવારે બપોરે બોમ્બે હાઇકોર્ટને તેમના નિધનની જાણકારી આપવામાં આવી હતી. તેઓ બે વર્ષ કરતાં વધારે સમયથી જેલમાં હતા.
ફાધર સ્ટેન સ્વામી
Conclusion
ફાધર સ્ટેન સ્વામીના અવસાન પછી, તેમના નામે વાયરલ થયેલી તસ્વીર ખરેખર યુપી જેલમાં ખૂન ના આરોપ બદલ સજા ભોગવી રહેલા 92 વર્ષિય બાબુરામ બલવાનની છે. ફાધર સ્ટેન સ્વામીનું મૃત્યુ મુંબઈ હોલી ફેમેલી હોસ્પિટલ ખાતે થયું હતું.
Result :- False
Our Source
NDTV
ABP Live
NAVBHARAT TIMES
Twitter: @DgPrisons
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044