schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સતત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહ્યા છે. તેઓ અને તેમની પાર્ટી ચૂંટણી જીતવા માટે તનતોડ પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં હજારો લોકોની ભીડ એક મેદાનમાં અરવિંદ કેજરીવાલનું ભાષણ સાંભળતી જોઈ શકાય છે. વીડિયોમાં ભીડ પોતાના વાહનો અને બસની ઉપર બેઠા છે.
આમ આદમી પાર્ટીના સમર્થકો આ વીડિયો ગુજરાતનો હોવાના દાવા સાથે શેર કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરતા ટ્વિટર યુઝરે લખ્યું છે કે દિલ્હીના રામલીલા ગ્રાઉન્ડની અનુભૂતિ ગુજરાતમાં જોવા મળે છે. વાયરલ વીડિયોને ભ્રામક દાવા સાથે ફેસબુક અને ટ્વિટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે.
વાયરલ વિડીયો અંગે Newschecker Punjabi પંજાબી ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીંયા વાંચો.
અરવિંદ કેજરીવાલનું ભાષણ સાંભળતી ભીડનો વાયરલ વિડીયો ગુજરાતનો હોવાનો દાવો કરતી વાયરલ ટ્વીટના કોમેન્ટ સેક્શનમાં એક વ્યક્તિએ લખ્યું છે કે આ વીડિયો પંજાબના મોગામાં યોજાયેલી કિસાન મહાપંચાયતનો છે. આ સાથે, વ્યક્તિએ ટિપ્પણીમાં 22 માર્ચ 2021નું એક ટ્વિટ પણ શેર કર્યું છે, જેમાં સમાન વાયરલ વીડિયો પોસ્ટ જોઈ શકાય છે.
મળતી માહિતી અંગે ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે 21 માર્ચ, 2021ના રોજ અરવિંદ કેજરીવાલે પંજાબના મોગામાં આયોજિત કિસાન મહાપંચાયતને સંબોધિત કરી હતી. આ કિસાન મહાપંચાયત મોગાના બાઘા પુરાણા ખાતે યોજાઈ હતી.
કિસાન મહાપંચાયતનો સંપૂર્ણ વિડિયો પંજાબી ન્યૂઝ વેબસાઈટ Babushahi.com ના એક અહેવાલ સાથે પણ જોઈ શકાય છે. કિસાન મહાપંચાયતમાં કેજરીવાલના ભાષણનું ન્યુઝ ચેનલ બાબુશાહીએ ફેસબુક લાઈવ કર્યું હતું. બાબુશાહીના આ વીડિયોમાં 36 મિનિટ 56 સેકન્ડ પછી વાયરલ વીડિયોના દ્રશ્યો જોઈ શકાય છે.
વધુ સચોટ માહિતી માટે newschecker દ્વારા પંજાબના બાઘા પુરાણાના સ્થાનિક પત્રકાર દિલીપ સાથે વાતચીત કરી હતી, તેઓએ જણાવ્યું કે વાયરલ વીડિયો વર્ષ 2021નો છે, જ્યારે આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં બાઘા પુરાણા ખાતે મહાપંચાયતનું આયોજન કર્યું હતું.
અરવિંદ કેજરીવાલનું ભાષણ સાંભળતી ભીડનો વાયરલ વિડીયો ગુજરાતનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડીયો 2021માં આમ આદમી પાર્ટી દ્વારા પંજાબના બાઘા પુરાણા ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું તે સમયે લેવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ વિડીયોને આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.
Our Source
Media report published by Babushahi on March 21,2021
Tweet made by AAP supporter Bhagat Singh on March 22,2021
Telephonic conversation with Local journalist from Moga
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
January 11, 2025
Dipalkumar
January 6, 2025
Prathmesh Khunt
November 11, 2023
|