Fact Check
ગુજરાત ટાઇટન્સની જીત બાદ ટાટા ગ્રુપે 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપવાની જાહેરાત કરી હોવાનો ભ્રામક મેસેજ વાયરલ
તાજેતરમાં સમાપ્ત થયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સંબંધિત એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે . એવો દાવો કરવામાં આવ્યો છે કે IPL સ્પોન્સર ટાટા ગ્રૂપે ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં જીતની ખુશીમાં તમામ ભારતીય વપરાશકર્તાઓને 599 રૂપિયાનું 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપવાની જાહેરાત કરી છે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફેલાયેલ આ સમાચાર અંગે newscheckerના વોટસએપ નંબર પર પણ ઘણા વપરાશકર્તાઓ દ્વારા વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અપીલ કરવામાં આવી હતી.
Fact Check / Verification
ટાટા ગ્રુપ દ્વારા IPLમાં ગુજરાત ટાઇટન્સની જીત બાદ 3 મહિના માટે ફ્રી રિચાર્જની જાહેરાત કરતા વાયરલ ફોરવર્ડ સાથે શેર કરવામાં આવેલી લિંક ખોલવા પર જાણવા મળે છે કે આ કોઈ ઓફિશ્યલ ટાટાગૃપની વેબસાઇટનું વેબ પેજ નથી. આપેલ લિંક ખોલતા જ એક જગ્યાએ લખેલું જોઈ શકાય છે “અમે કોઈ ડેટા સંગ્રહ કરતા નથી. આ માત્ર મનોરંજન માટે છે.“
જયારે, ટાટા ગ્રુપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ અને વેબસાઈટ પર સર્ચ કરતા આ સંબંધમાં કોઈ રિપોર્ટ કે માહિતી જોવા મળતી નથી. ઉપરાંત વાયરલ મેસેજ અંગે કોઈપણ મીડિયા રિપોર્ટ જોવા મળતા નથી.
વધુ માહિતી માટે, ગૂગલ સર્ચ કરતા ગુજરાતના ભરૂચના એસપીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી 30 મે 2022ના પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. ટ્વીટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, “ટાટા આઈપીએલ ફ્રી રિચાર્જના નામે જાહેર કરવામાં આવેલ લિંકથી સાવધ રહો. ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે લોકોને આવા ઓનલાઈન છેતરપિંડીથી સાવધ રહેવા અપીલ કરી છે. સમાન છેતરપિંડી વાળા મેસેજ અંગે ગુજરાત સાયબર સેલ દ્વારા ટ્વીટર પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
આ સિવાય અમે આ મુદ્દે ટાટા ગ્રુપ સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. વધુ માહિતી સાથે ટનજીકના સમયમાં અપડેટ કરવામાં આવશે.
Conclusion
ટાટા ગ્રુપ દ્વારા IPLમાં ગુજરાત ટાઇટન્સની જીત બાદ 3 મહિના માટે ફ્રી રિચાર્જની જાહેરાત કરતા વાયરલ ફોરવર્ડ મેસેજ તદ્દન ભ્રામક છે. ટાટા ગ્રુપ દ્વારા સત્તવાર રીતે આ પ્રકારે કોઈપણ જાહેરાત કરેલ નથી. વાયરલ ફોરવર્ડ અંગે ગુજરાત સાયબર સેલ દ્વારા પણ સાવધાન રહેવા અંગે ટ્વીટ પોસ્ટ કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Twitter handle of State Cyber Crime Cell, Gujarat.
Tweet of SP Bharuch
Google Searches
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044