Fact Check
શું સાપુતારા રોડ પર યુવક-યુવતીને ચાકુ બતાવી પૈસાની લૂંટ કરવામાં આવી છે?, જાણો શું છે વાયરલ વિડિઓનું સત્ય
કોરોના વાયરસ સંક્રમણ ઓછું થતા પ્રવાસન સ્થળો પર લોકોની અવર-જવર શરૂ થઈ ગઇ છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયેલ છે, જેમાં ત્રણ યુવકો દ્વારા કાર ચાલક પર લૂંટ ચલાવવા આવી છે. ફેસબુક અને વોટસએપ ગ્રુપ પર આ વિડિઓ ગુજરાત સાપુતારા ખાતે બનેલ ઘટના હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
વાયરલ વિડિઓમાં કેટલાક યુવકો એક મહિલા અને યુવક ને ચાકુ બતાવી ડરાવી ધમકાવી રહ્યા છે, ઉપરાંત તેના સામાન અને પૈસાની લૂંટ કરી રહ્યા છે. ફેસબુક પર “સાપૂતારા રોડ પર લૂટફાટ ચાલુ થઈ ગઈ છે” કેપશન સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
ગુજરાતના સાપુતારા ખાતે પ્રવાસીઓ સાથે આ પ્રકારે લૂંટ નો બનવા બન્યો હોવાના વાયરલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા યુટ્યુબ પર News18 Rajasthan દ્વારા પબ્લિશ કરાયેલ સમાન વિડિઓ જોવા મળે છે. ન્યુઝ અહેવાલ મુજબ આ ઘટના રાજેસ્થાન ઉદયપુર નજીક આવેલ ‘બડી લેક’ ખાતે બનેલ છે, જે અંગે રાજેસ્થાન પોલીસે કાર્યવાહી કરતા બે આરોપી ઝડપી પડ્યા છે.
મળતી માહિતી મુજબ વધુ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન patrika અને news24udaipur દ્વારા પ્રકાશિત કરાયેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ ઉદયપુર બડી લેક નજીક લાલા કલબીલીયા,રાહુલ મેઘવાલ અને આફતાબ નામના વ્યક્તિઓ દ્વારા એક પ્રવાસી પર ચાકુ ની અણીએ લૂંટ ચલાવી છે. જે ઘટના પર વિડિઓ વાયરલ થતા રાજેસ્થાન પોલીસ દ્વારા આ આરોપી ની ધરપક્કડ કરવામાં આવેલ છે.
આ પણ વાંચો :- ભાજપ નેતા મુરલી મનોહર જોષી દ્વારા નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર, જાણો શું છે વાયરલ પોસ્ટ
જયારે લૂંટની ઘટના ગુજરાત સાપુતારા હિલ સ્ટેશનનો હોવાના દાવા પર વધુ તપાસ કરતા ટ્વીટર પર 14 જૂન 2021ના ડાંગ જિલ્લાના SP દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં તેઓએ વાયરલ વિડિઓ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે “કાર સવાર યુવક-યુવતીને ચાકુ બતાવી લૂંટ ચલાવનાર નો વિડિઓ રાજેસ્થાન ઉદયપુર શહેરનો છે, વાયરલ વિડિઓ સાપુતારા ગિરિમથક નો હોવાના ખોટા ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે“
Conclusion
સાપુતારા ગિરિમથક ખાતે કાર સવાર યુવક-યુવતી ને ચાકુ બતાવી લૂંટ કરી હોવાના દાવા સાથે શેર થઈ રહેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ રાજેસ્થાનના ઉદયપુર નજીક આવેલ બડી લેક ખાતે થયેલ લૂંટનો બનાવ છે. વાયરલ વિડિઓ સાપુતારાનો હોવાના ભ્રામક દાવા અંગે ડાંગ જિલ્લા SP દ્વારા પણ ટ્વીટર મારફતે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
patrika
news24udaipur
News18 Rajasthan
SP Dang, Gujarat
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044