schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં વડાપ્રધાન મોદી બેલેટ પેપરથી ચૂંટણી લડવાના સમર્થનમાં વાત કહી રહ્યા છે. યુઝર્સ ફેસબુક પર “જ્યારે વડાપ્રધાન દ્વારા #બેલેટ પેપરની પ્રશંસા કરવામાં આવી હતી” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
PM મોદીના આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે દુનિયાના મોટા મોટા દેશોમાં આજે પણ બેલેટ પેપર પર ચૂંટણી લડવામાં આવે છે. અમેરિકા જેવા દેશોમાં પણ લોકો નામ વાંચીને બેલેટ પેપર દ્વારા મતદાન કરે છે. 20 સેકન્ડના આ વીડિયોમાં વડાપ્રધાન મોદી બેલેટ પેપરથી ચૂંટણી લડવાની પ્રશંસા કરી રહ્યા હોવાના દાવા સાથે યુઝર્સ શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો : બિહારના ગામ લોકોએ શિક્ષકને ઢોર માર માર્યો હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ
વડાપ્રધાન મોદી બેલેટ પેપરથી ચૂંટણી લડવાની પ્રશંસા કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોના કીફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Narendra Modi ઓફિશ્યલ ચેનલ પર 2016માં ઉત્તરપ્રદેશના મોરાદાબાદમાં પરિવર્તન રેલી સમયના કાર્યક્રમનો વિડીયો જોવા મળે છે.
યુટ્યુબ વીડિયોમાં 55 મિનિટ બાદ વડાપ્રધાનનું ભાષણ સાંભળી શકાય છે, જ્યાં તેઓ અન્ય દેશોમાં બેલેટ પેપરથી ચૂંટણી થઈ રહી હોવાના સંદર્ભમાં ભારતની પ્રશંસા કરી રહ્યા હતા. તેઓ, કહી રહ્યા છે કે ભારત ટેક્નોલોજી ક્ષેત્રે આગળ છે. જ્યારે, દુનિયાના મોટા દેશો હાલની તારીખે પણ બેલેટ પેપરથી ચૂંટણી લડી રહ્યા છે.
વડાપ્રધાન મોદીના આ વિડીયો અંગે ગુગલ સર્ચ કરતા ndtv અને economictimes દ્વારા ડિસેમ્બર 2016ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહીંયા PM મોદીના ભાષણના કહેવામાં આવેલ મુદ્દાઓ જોઈ શકાય છે. વડપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘જે લોકો કહે છે કે ભારતીયો અભણ છે, ભારતીયો કંઈ જાણતા નથી. પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો પેપર બેલેટનો ઉપયોગ કરે છે. જ્યારે ભારત બટન દ્વારા મત આપે છે.’
વડાપ્રધાન મોદી બેલેટ પેપરથી ચૂંટણી લડવાની પ્રશંસા કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર ડિસેમ્બર 2016માં ઉત્તરપ્રદેશના મોરાદાબાદ ખાતે ભાજપની પરિવર્તન રેલી સમયે લેવામાં આવેલ છે. વાયરલ વિડીયો વડપ્રધાનના ભાષણ માંથી લેવામાં આવેલ ભાગ છે, જે વિડીયો યુઝર્સ ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યાં છે.
Our Source
Youtube Video on Official Channel of Narendra Modi, 3rd DEC 2016
Media Reports of NDTV and EconomicTimes on, 3rd DEC 2016
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
June 22, 2024
Dipalkumar
June 19, 2024
Dipalkumar
December 23, 2024
|