schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
બિહારમાં BSF જવાનો ભરેલી બસ પલટી ખા, ગઈ, જેમાં 9 જવાનોનું મૃત્યુ થયું હોવાના દાવા સાથે બસ અને જવાનોની કેટલીક તસ્વીર સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. ફેસબુક પર ‘બિહારમાં BSF જવાનો ભરેલી બસ પલટી ખા, ગઈ, જેમાં 9 જવાનોનું મૃત્યુ થયું હોવાના દાવા સાથે બસ અને જવાનોની કેટલીક તસ્વીર સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. ફેસબુક પર ‘#બિહાર #BSF જવાનો થી ભરેલી બસ પલટી,9 #જવાન_શહીદ, ચુનાવ કરાવવા જય રહ્યા હતા #BSF_jvan, કેટલાય જવાનો ઘાયલ થાય,કટરા થાણા એરિયાની ઘટના’ કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.‘ કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
BSF જવાનો ભરેલ બસ પલ્ટી ખાઈ જેમાં 9 જવાનો મૃત્યુ પમય હોવાના દાવા પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન Aajtak, livehindustan, bhaskar, punjabkesari દ્વારા 5 નવેમ્બરના પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ બિહારના મુઝફ્ફર નગર વિસ્તાર માંથી ચૂંટણીની ડ્યુટી માંથી પરત થઈ રહેલા BSF જવાનોની બસ પલ્ટી ખાઈ હતી, જેમાં 10 જવાનો ઘાયલ થયા હતા જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટર્સના મુજબ હાલ તમામ જવાનોની હાલત સ્થિર છે.
આ મુદ્દે INCના JALE વિધાનસભા ઉમેદવાર Maskoor Usmani દ્વારા કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે, જેમાં BSF જવાનોની બસ સાથે થયેલ ઘટના વિશે માહિતી આપવામાં આવી છે. જે મુજબ BSF જવાનો માત્ર ઘાયલ થયા હતા, જયારે વાયરલ દાવા મુજબ 9 જવાનોનું મૃત્યુ થયું હોવાની વાત ભ્રામક સાબીત થાય છે.
આ ઉપરાંત વાયરલ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ તસ્વીરમાં બસનું નામ ‘અંજન રોડવેઝ’ અને તેના ફોન નંબર આપવામાં આવેલ છે. જયારે આ મુદ્દે અમે અંજન ટ્રાવેલ્સ સાથે વાત કરતા તેઓ જણાવે છે,’ અમારી બસનો અકસ્માત થયેલ છે, પરંતુ કોઈપણ જવાનનું મૃત્યુ થયેલ નથી’.
બિહારમાં BSF જવાનોની બસ સાથે થયેલ અકસ્માતમાં 9 જવાનો શહીદ થયા હોવાના દાવો તદ્દન ભ્રામક છે. ન્યુઝ સંસ્થાનો અને બસ કંપની સાથે થયેલ વાતચીત પરથી સાબિત થાય છે, આ ઘટના બિહારના મુઝફ્ફરપૂર વિસ્તારની છે. તેમજ બસ અકસ્માતમાં કોઈપણ BSFનું મૃત્યુ થયેલ નથી, માત્ર 10 જવાનો ઘાયલ થયા હતા અને જેમની હાલત હાલ સ્થિર છે.
Aajtak,
livehindustan,
bhaskar,
punjabkesari
Bus Company
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
April 27, 2023
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
|