schema:text
| - Last Updated on February 27, 2024 by Neelam Singh
સારાંશ
એક વેબસાઈટ પર ઉપવાસ દ્વારા શરીરની કોઇપણ પ્રકારની ગાઠ દુર થાય છે. તેવો દાવો કરવામાં આવ્યો છે. અમે આ દાવાની તપાસણી કરી અને આ દાવો મોટે ભાગે ખોટો જણાયો.
દાવો
એક વેબસાઈટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે,
“ઉપવાસથી શરીરમાં જો કોઈ ટયુમર, સિસ્ટ કે ફાઇબ્રૉઇડ એટલે કે કોઈ પણ પ્રકારની ગાંઠ હોય તો એ દૂર થાય છે.”
તથ્ય જાંચ
ઉપવાસ દ્વારા શરીર પર શું અસર થાય છે?
ઉપવાસનો સમયગાળો અને પ્રકાર એ શારીરિક ફેરફારોને અસર કરે છે. તે ઇન્સ્યુલીનની માત્રામાં ઘટાડાને, સંભવિતપણે ઇન્સ્યુલીનની સેન્સિટિવિટીને અને બ્લડ શુગરના નિયંત્રણને અસર કરે છે. આ ઉપરાંત ઉપવાસ દ્વારા વજન પણ ઘટી શકે છે કારણ કે, આ સમય દરમિયાન શરીર સંગ્રહિત થયેલી ચરબીનો પોષણ તરીકે ઉપયોગ કરે છે.
તેની નોંધપાત્ર અસરોમાંની એક અસર ઓટોફેજીની શરૂઆત છે, જે એક પ્રકારની સેલ્યુલર પ્રક્રિયા છે જેમાં નિષ્ક્રિય ઘટકોને દૂર કરીને સેલ રિપેર કરવામાં મદદરૂપ બને છે. ઉપવાસ મેટાબોલિક માર્ગોને પણ પ્રભાવિત કરે છે, જેમ કે હ્યુમન ગ્રોથ હોર્મોન (HGH) સ્તરમાં વધારો, ચરબીનું ચયાપચય અને સ્નાયુની વૃદ્ધિ.
ઉપવાસથી ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને બળતરા સહિતના હૃદયના સ્વાસ્થ્ય માટેના ફાયદાની થાય છે. કેટલીક વ્યક્તિઓ ઉપવાસના સમયગાળા દરમિયાન સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને વધારે સ્પષ્ટતાથી વિચારી શકે છે. જે કદાચ બ્લડ શુગરના સ્થિર સ્તરના કારણે અને મગજની કેમેસ્ટ્રીમાં ફેરફારને કારણે શક્ય છે.
જો કે, લાંબા સમય સુધી અથવા તીવ્ર ઉપવાસ કરવાથી ખાવા પીવાની ઈચ્છાઓ , માથાનો દુખાવો, પાચન સમસ્યાઓ, ચીડિયાપણું, થાક, શ્વાસની દુર્ગંધ, ઊંઘમાં ખલેલ, ડિહાઇડ્રેશન અને કુપોષણ જેવી સમસ્યાઓ થઇ શકે છે. જે દરેક માટે યોગ્ય ન હોઈ શકે, ખાસ કરીને જેમને પહેલેથી જ કોઈ બીમારી છે. ઉપવાસ હોર્મોનના સ્તરને પણ અસર કરી શકે છે, જે ભૂખ અને ચયાપચય પર સીધી અસર કરે છે.
શું 72 કલાકના ઉપવાસથી આપણું શરીર રોગગ્રસ્ત પેશીઓ, ગાંઠો, બળતરા અને ટોક્સીન ખાઈ શકે છે?
ના, આ વાત બરાબર નથી. હાલના સંશોધનો સૂચવે છે કે ઉપવાસ કરવાથી શરીરમાં ગાંઠો અને રોગગ્રસ્ત પેશીઓનો નાશ થઈ શકે છે. અમે આ દાવાને મોટાભાગે ખોટો પુરવાર કર્યો છે. કારણ કે, આ દાવાને અનુલક્ષીને બહુ જ ઓછા સંદર્ભો નોંધાયેલા છે. આ લેખમાં પાછળથી હાયપરલિંક કરેલા પુરાવા દર્શાવે છે કે ઉપવાસ અમુક શારીરિક પ્રક્રિયાઓને ઉત્તેજિત કરી શકે છે જે બળતરા અને ટોક્સીનને ખાઈ શકે છે. જો કે, સંશોધન માત્ર નિયંત્રિત પરિસ્થિતિઓમાં જ હાથ ધરવામાં આવે છે અને આ પ્રક્રિયા વિશેના ચોક્કસ દાવાઓનો સાવધાનીપૂર્વક સંપર્ક કરવો જોઈએ. ઉપરાંત, અમને કોઈ પુરાવા મળ્યા નથી કે જે ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે 72 કલાકના ઉપવાસ પર ધ્યાન કેન્દ્રિત કરે.
અમારું સંશોધન દર્શાવે છે કે ઉપવાસ અને તેના સંભવિત લાભો જેવા કે રોગગ્રસ્ત પેશીઓ, ગાંઠો, બળતરા અને ટોક્સીન વચ્ચેનો સંબંધ વૈજ્ઞાનિક અભ્યાસનો મુદો છે, પરંતુ તે હજુ પણ તપાસ હેઠળ છે. ઉપવાસ આ બાબતોને કેવી રીતે અસર કરી શકે છે તેનું બ્રેકડાઉન અહીં છે:
ઓટોફેજી: તૂટક તૂટક ઉપવાસ ઓટોફેજીનું કારણ બની શકે છે. ઓટોફેજી એ શરીરની ક્ષતિગ્રસ્ત કોષોને સાફ કરવાની અને નવા, સ્વસ્થ કોષોને પુનર્જીવિત કરવાની રીત છે. તેમાં નિષ્ક્રિય અથવા બિનજરૂરી સેલ્યુલર ઘટકોને દૂર કરવા અને રિસાયક્લિંગનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા સેલ્યુલર રિપેરમાં યોગદાન આપી શકે છે અને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓને સંબોધવામાં સંભવિત ભૂમિકા ભજવી શકે છે.
બળતરા: ઉપવાસ કરવાથી શરીરમાં બળતરાના માર્કર્સ ઘટાડી શકાય છે. હ્રદયરોગ, સંધિવા અને અમુક કેન્સર સહિત વિવિધ સ્વાસ્થ્ય સ્થિતિઓનું કારણ લાંબા સમય સુધીની બળતરા છે. બળતરાના માર્કર્સને મોડ્યુલેટ કરીને, ઉપવાસ બળતરા-સંબંધિત બિમારીઓને સંચાલિત કરવામાં મદદ કરી શકે છે.
ટ્યુમરની વૃદ્ધિ: પુરાવા સૂચવે છે કે ઉપવાસ અમુક પ્રાયોગિક મોડેલોમાં ગાંઠના વિકાસને અસર કરી શકે છે. ઉપવાસ કેન્સર કોશિકાઓના ચયાપચયને અસર કરી શકે છે, સંભવિતપણે તેમને ચોક્કસ કેન્સરની સારવાર માટે વધુ સંવેદનશીલ બનાવે છે. જો કે, ગાંઠો પર ઉપવાસની અસરો હજુ તપાસ હેઠળ છે, અને સારવાર તરીકે તેનો ઉપયોગ હજુ પૂરતો સ્પષ્ટ નથી.
ટોક્સિનનો નિકાલ : ઉપવાસ શરીરની કુદરતી ડિટોક્સિફિકેશન પ્રક્રિયાઓને ટેકો આપી શકે છે. ઉપવાસ કરતી વખતે, શરીર તેના ઉર્જા સંસાધનોને કોશિકાઓનું સમારકામ અને કાયાકલ્પ કરવા તરફ સ્થાનાંતરિત કરે છે, જે પરોક્ષ રીતે બિનઝેરીકરણ માર્ગોને ટેકો આપે છે. જો કે, ઉપવાસ સીધા શરીરમાંથી ચોક્કસ ઝેરને દૂર કરે છે તેવા દાવાને વધુ વૈજ્ઞાનિક માન્યતાની જરૂર છે.
જ્યારે ઉપવાસ આરોગ્યના વિવિધ પાસાઓ તરફ ખુબ જ ચોક્કસ અસર દર્શાવે છે, ત્યારે રોગગ્રસ્ત પેશીઓ, ગાંઠો, બળતરા અને ટોક્સીન દૂર કરવા પર તેની અસરો જટિલ અને બહુપરીમાણીય છે. ઉપલબ્ધ પુરાવા મોટાભાગે પ્રાણીઓના અભ્યાસો અથવા નાના પાયે માનવ અજમાયશ પૂરતા મર્યાદિત હોય છે, અને તેના ચોક્કસ તારણો કાઢવા માટે વધુ વ્યાપક સંશોધનની જરૂર છે. વધુમાં, લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી જોખમો હોઈ શકે છે અને તે દરેક માટે યોગ્ય ન પણ હોય એવું ચોક્કસ બની શકે છે.
ડો. સાર્થક મોહરીર, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ જણાવે છે, “તબીબી સાહિત્યમાં પૂરતા પુરાવા નથી કે ઉપવાસ કરવાથી શરીર રોગગ્રસ્ત પેશીઓ અથવા ટોક્સીન ખાઈ જાય છે. શરીરનું ઝેર ઉપવાસ અથવા આહાર દ્વારા નહી પણ કિડની અને લીવર દ્વારા દૂર કરવામાં આવે છે. ઉપરાંત, કેન્સરના દર્દીઓએ ઉપવાસને ધ્યાનમાં લેવું જોઈએ નહીં. કારણ કે, તે વિનાશક પરિણામો તરફ દોરી શકે છે. કારણ એ છે કે તેમનું શરીર પહેલેથી જ કેટાબોલિક સ્થિતિમાં છે. ઉપવાસ કરવાથી માંસપેશીઓનો ક્ષય થઈ શકે છે, જે કુપોષણની સ્થિતિ સર્જી શકે છે.”
|