schema:text
| - Fact Check
2018માં આગ્રા હોસ્પિટલમાં બનેલ બનાવની તસ્વીર ‘Gujarat Model’ ટેગ લાઈન સાથે વાયરલ
(Gujarat Model) હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન બેડ મળતા નથી તેવી ફરિયાદો વ્યાપક બની ગઈ છે. દર્દીઓ ઓક્સિજન વળીને ટળવળીને મરી રહ્યાં છે. ત્યારે હવે શહેરોમાં પણ ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે. પરિસ્થિતિ વિકટ બની રહી છે.કોરોનાના સતત વધતા જતા કેસના કારણે ઓક્સિજનની માંગમાં વધારો થવાથી ભારતીય રેલવેએ સોમવાર રાતથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. સોમવારે રાત્રે આઠ વાગ્યાને પાંચ મિનિટે પહેલી ટ્રેન રવાના થઈ હતી.
મેડિકલ ઓક્સિજનની સૌથી વધારે અછત કોરોનાથી અસરગ્રસ્ત 12 રાજ્યોમાં છે. આ રાજ્યો છેઃ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન. કોરોના દર્દીઓ માટે ઓક્સિજન બોટલની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા તો કરવામાં આવી રહી છે, ઉપરાંત કેટલાક સંસ્થાનો દ્વારા સેવા અર્થે પણ જરૂરિયાત વાળા લોકોને ઓક્સિજન બોટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.
ત્યારે સોશ્યલ મીડિયા પર હોસ્પિટલ અને દર્દીઓ ની હાલત પર અનેક પોસ્ટ વાયરલ થયેલ છે, જે સંદર્ભે “ભાઈયો બેહનો યે હે મેરા આત્મનિર્ભર ભારત આ છે ગતિશીલ ગુજરાત.આ છે વિકાસ” (Gujarat Model) કેપશન સાથે એક મહિલા દર્દી ની તસ્વીર જેમાં તેઓ હોસ્પિટલની બહાર ઓક્સિજન બોટલ સાથે જમીન પર બેઠેલા જોવા મળે છે. જે તસ્વીર ફેસબુક અને ટ્વીટર પર અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
Factcheck
એક તરફ મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં મેડિકલ ઓક્સિજનનો સપ્લાય વધારવા માટે ઉત્પાદનક્ષમતા નથી. બીજી તરફ ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાન જેવાં ઓક્સિજન ઉત્પાદક રાજ્યોમાં મેડિકલ ઓક્સિજનની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. (Gujarat Model)
ત્યારે સોશ્યલ મીડિયા પર ઓક્સિજન બોટલ સાથે વાયરલ થયેલ મહિલાની તસ્વીર (Gujarat Model) ગુજરાતની હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે. જયારે આ મુદ્દે વાયરલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન news18, indiatimes અને business-standard દ્વારા એપ્રિલ 2018ના પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ, ઉત્તરપ્રદેશ આગ્રા સરકારી હોસ્પિટલ ખાતે આ ઘટના બનેલ છે, જેમાં ઓક્સિજન બોટલ સાથે માતા અને તેનો પુત્ર એમ્બ્યુલન્સ ની રાહ જોઈ રહ્યા હતા. જયારે એમ્બ્યુલન્સ મોડી પડતા મહિલા હોસ્પિટલ કેમ્પસમાં બેઠેલા જોઈ શકાય છે, જે અંગે હોસ્પિટલ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવેલ છે.
વાયરલ તસ્વીર અંગે મળતી માહિતી પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા યુટ્યુબ પર Oneindia Hindi અને ANI News દ્વારા એપ્રિલ 2018માં અપલોડ કરવામાં આવેલ વિડિઓ જવા મળે છે. જે મુજબ આ ઘટના UP આગ્રા હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ ન મળવા કારણે સર્જાયેલ બનાવ છે, જેમાં મહિલા ઓક્સિજન બોટલ સાથે હોસ્પિટલ ગ્રાઉન્ડમાં એમ્બ્યુલન્સ માટે બેઠેલા હતા. (Gujarat Model)
Conclusion
ઓક્સિજન બોટલ સાથે જમીન પર બેઠેલા મહિલાની તસ્વીર હાલમાં કોરોના વાયરસના કારણે ગુજરાતમાં સર્જાયેલ સ્થિતિ (Gujarat Model) હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ છે. ઓક્સિજન બોટલ સાથે વાયરલ થયેલ મહિલાની તસ્વીર એપ્રિલ 2018ના UP આગ્રા સરકારી હોસ્પિટલ ખાતે સર્જાયેલ બનાવ છે. 2018માં આગ્રા હોસ્પિટલમાં બનેલ બનાવની તસ્વીર હાલમાં કોરોના કેસના કારણે સર્જાયેલ ઓક્સિજન અને હોસ્પિટલની અછત ના સંદર્ભે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
Oneindia Hindi
ANI
news18
indiatimes
business-standard
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
|