Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
બિહારની રાજનીતિમાં હાલમાં ભારે ઉથલ-પાથલ થયા બાદ સત્તા પરિવર્તન થઈ અને નીતીશ કુમાર ફરી એક વખત મુખ્યમંત્રી બન્યા, જયારે તેજસ્વી યાદવને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. સોશ્યલ મીડિયા પર આ સત્તા પરિવર્તન બાદ અનેક પ્રકારે પોસ્ટ વાયરલ થઈ રહી છે, આ ક્રમમાં નીતીશ કુમાર સરદાર પટેલના સ્ટેચ્યુ સાથે બેઠા હોવાની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે નીતીશ કુમાર દ્વારા મુખ્યમંત્રી ઓફિસમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું છે.
ફેસબુક યુઝર્સ “બિહારના મુખ્યમંત્રીએ પોતાની ખુરશી પર સરદાર પટેલ સાહેબની અદભુત પ્રતિમા બેસાડી અને કહ્યું હું બાજુ વાળી ખુરશી પર બેસીને મુખ્યમંત્રીની ફરજ નિભાવીશ” ટાઇટલ સાથે તસ્વીર શેર કરી રહ્યા છે. વાયરલ તસ્વીરમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર સરદાર પટેલના સ્ટેચ્યુ નજીક ખુરશી લગાવીને બેઠેલા જોઈ શકાય છે.
નીતીશ કુમાર દ્વારા મુખ્યમંત્રી ઓફિસમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા prokerala નામની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલ સમાન તસ્વીર જોઈ શકાય છે. અહીંયા આપવામાં આવેલ માહિતી અનુસાર, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી પટનામાં ઓક્ટોબર 2019ના ‘ભારતના લોખંડી પુરુષ’ની 144મી જન્મજયંતિ પર આયોજિત સરદાર પટેલના ફોટો પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી કૃષ્ણ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી.
અહીંયા, શ્રી કૃષ્ણ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમ અંગે તેમની ઓફિશ્યલ વેબસાઈટની તપાસ કરતા અહીંયા નીતીશ કુમારની કેટલીક તસ્વીરો જોઈ શકાય છે. તેમજ timesofindia દ્વારા સપ્ટેમ્બર 2019ના સરદાર પટેલના ડિજિટલ ફોટો એક્ઝિબિશન અંગે પ્રકાશિત અહેવાલ પણ જોઈ શકાય છે.
જયારે, વાયરલ તસ્વીર અંગે વધુ તપાસ કરતા indiacontent અને socialnews નામની વેબસાઈટ પર 2019ના પોસ્ટ કરવામાં આવેલ અહેવાલો જોવા મળે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પટનામાં સરદાર પેટલની 144મી જન્મજયંતિ પર આયોજિત ફોટો પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી કૃષ્ણ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે 2019માં બિહારમાં JDU અને BJPના ગઠબંધનની સરકાર હતી.
આ વાયરલ તસ્વીર મુદ્દે newschecker દ્વારા બિહાર રાજ્ય માહિતી વિભાગ (IPRD) દ્વારા સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું કે વાયરલ તસ્વીર શ્રી કૃષ્ણ વિજ્ઞાન કેન્દ્રમાં 2019માં લેવામાં આવેલ છે. તેમજ મુખ્યમંત્રી ઓફિસમાં સરદાર પેટલનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.
નીતીશ કુમાર દ્વારા મુખ્યમંત્રી ઓફિસમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ તસ્વીર ખરેખર 2019માં પટનામાં આવેલ શ્રી કૃષ્ણ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત સમયે લેવામાં આવેલ છે. વાયરલ તસ્વીર સરદાર પેટલની 144મી જન્મ જ્યંતી પર આયોજિત સરદાર પટેલના ફોટો પ્રદર્શનના સમયે લેવામાં આવેલ છે. CM ઓફિસમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.
Our Source
Media Reports of prokerala on OCT 2019
Media Reports of indiacontent and socialnews on OCT 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044