schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે. UPI દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસુલ કરવાની વિચારણા RBI કરી રહી હોવાના સમાચાર ઘણા મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા યુઝર્સ શેર કરી રહ્યા છે.
UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ), જે ભારતમાં નોટબંધી પછી શહેરો અને ગામડાઓ સુધી પહોંચ્યું છે. હાલમાં ટ્રાન્ઝેક્શનના સૌથી લોકપ્રિય માધ્યમોમાંનું એક છે. ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવ્યા વિના ઓછા સમયમાં પૈસા મોકલવાની કે પ્રાપ્ત કરવાની સુવિધા, યુઝર ફ્રેન્ડલી ઈન્ટરફેસ અને પ્રમાણમાં સારી સુરક્ષાને કારણે દેશમાં UPI યુઝર્સની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. UPIની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, મે 2022ના મહિનામાં UPI દ્વારા 10,41,520.07 કરોડ રૂપિયાના લગભગ 595 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે.
UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવાના નામે શેર કરવામાં આવતા દાવાની સત્યતા જાણવા અમે Google પર “UPI વ્યવહારો પર લાગતા ચાર્જ” અંગે કીવર્ડ સર્ચ કરતા 21 ઓગષ્ટ 2022ના રોજ આજતક દ્વારા પ્રકાશિત એક અહેવાલ જોવા મળે છે, જેમાં નાણાં મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી ટ્વીટ્સના આધારે આ માહિતીને ખોટી રીતે રજૂ કરવામાં આવી હોવા અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
21 ઓગષ્ટ 2022ના રોજ નાણા મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલ ટ્વીટ અનુસાર, ભારત સરકાર UPI દ્વારા કરવામાં આવેલા વ્યવહારો પર ચાર્જ વસૂલવાનું વિચારી રહી નથી. સરકાર ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને નાણાકીય સહાય પૂરી પાડી રહી છે અને આ ટ્રેન્ડ આ વર્ષે પણ ચાલુ રહેશે.
આ સિવાય અમને ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ દ્વારા શેર કરવામાં આવેલી ટ્વિટ મુજબ પણ વાયરલ દાવો ખોટો હોવાનું કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે આરબીઆઈએ 17 ઓગષ્ટ 2022ના રોજ IMPS, NEFT, RTGS અને UPI દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પરના શુલ્ક અંગે એક નોટિફિકેશન જાહેર કર્યું હતું. જેમાં 3 ઓક્ટોબર 2022 સુધીમાં તેના પર પ્રતિસાદ માંગ્યો હતો. જો કે, રિઝર્વ બેંકે સમગ્ર અખબારી યાદીમાં ક્યાંય એવું જણાવ્યું નથી કે UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ લેશે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2021ની શરૂઆતમાં આ પ્રકારના ઘણા દાવાઓ વાયરલ થયા હતા, 1 જાન્યુઆરી 2021ના રોજ ન્યૂઝચેકર દ્વારા આ દાવાઓની તપાસ કરવામાં આવી હતી. અમારી તપાસ મુજબ, માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને PIB (પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો) દ્વારા ચલાવવામાં આવતી PIB ફેક્ટ ચેકે પણ આ દાવાને નકારી કાઢ્યો કે સરકારે ઓનલાઇન નાણાકીય વ્યવહારો પર કોઈ ચાર્જ વસૂલ્યો નથી.
UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવા અંગે ફેલાયેલ સમાચાર તદ્દન ભ્રામક છે. નાણા મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલ ટ્વીટ અનુસાર, ભારત સરકાર UPI દ્વારા કરવામાં આવેલા વ્યવહારો પર ચાર્જ વસૂલવાનું વિચારી રહી નથી.
Our Source
Tweet by Ministry of Finance, GoI on 21 August, 2022
Media reports
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
January 31, 2025
Dipalkumar
January 3, 2025
Dipalkumar
December 23, 2024
|