schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
ભારત સરકાર એડયુકેશન મિનિસ્ટ્રી દ્વારા નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર પોસ્ટ વાયરલ થયેલ છે. પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવા મુજબ, ધોરણ 10માં બોર્ડની પરીક્ષા બંધ કરવામાં આવી છે. ઉપરાંત, હવેથી માત્ર ધોરણ 12માં બોર્ડ પરીક્ષા લેવાશે. ધોરણ 5 સુધી ફરજિયાત માતૃ ભાષા એક વિષય તરીકે ભણાવવામાં આવશે.
ફેસબુક પર કોંગ્રેસ નેતાએ નવી શિક્ષણ નીતિ 2020 તસ્વીર અને “કેબિનેટે નવી શિક્ષણ નીતિને લીલી ઝંડી આપી દીધી છે. 34 વર્ષ પછી, શિક્ષણ નીતિમાં ફેરફાર થયો છે.” ટાઇટલ સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે. નોંધનીય છે કે, સમાન દાવા સાથે ફેસબુક અને વોટ્સએપ પર આ મેસેજ ફેબ્રુઆરી 2021થી શેર કરવામાં આવી રહ્યો છે.
*તાજા સમાચાર* કેબિનેટે નવી શિક્ષણ નીતિને લીલી ઝંડી આપી દીધી છે. 34 વર્ષ પછી, શિક્ષણ નીતિમાં ફેરફાર થયો છે. નવી શિક્ષણ નીતિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.
*5 વર્ષ મૂળભૂત*
1. નર્સરી @4 વર્ષ
2. જુનિયર કેજી @5 વર્ષ
3. Sr KG @6 વર્ષ
4. ધોરણ 1 @7 વર્ષ
5. ધોરણ 2 @8 વર્ષ
*બોર્ડ માત્ર 12 માં વર્ગમાં હશે, કોલેજની ડિગ્રી 4 વર્ષની*
*10 મો બોર્ડ સમાપ્ત*
*હવે 5 મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને માતૃભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્રીય ભાષામાં જ ભણાવવામાં આવશે. બાકીનો વિષય, ભલે તે અંગ્રેજી હોય, પણ એક વિષય તરીકે ભણાવવામાં આવશે.*
*હવે માત્ર 12 મી બોર્ડની પરીક્ષા આપવી પડશે. જ્યારે અગાઉ 10 મી બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત હતી, જે હવે નહીં થાય.*
*પરીક્ષા સેમેસ્ટરમાં 9 થી 12 વર્ગ સુધી લેવામાં આવશે. સ્કૂલિંગ 5+3+3+4 ફોર્મ્યુલા હેઠળ શીખવવામાં આવશે.*
તે જ સમયે, કોલેજની ડિગ્રી 3 અને 4 વર્ષની હશે. એટલે કે, ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષનું પ્રમાણપત્ર, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ડિગ્રી.
*3 વર્ષની ડિગ્રી તે વિદ્યાર્થીઓ માટે છે જે ઉચ્ચ શિક્ષણ લેવા માંગતા નથી. જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓએ 4 વર્ષની ડિગ્રી કરવી પડશે. 4 વર્ષની ડિગ્રી કરનારા વિદ્યાર્થીઓ એક વર્ષમાં*MA કરી શકશે.
*હવે વિદ્યાર્થીઓએ એમફિલ કરવું પડશે નહીં. તેના બદલે, એમએના વિદ્યાર્થીઓ હવે સીધા પીએચડી કરી શકશે.**10 માં બોર્ડની પરીક્ષા નહીં હોય.*
*વિદ્યાર્થીઓ વચ્ચે અન્ય અભ્યાસક્રમો કરી શકશે. ઉચ્ચ શિક્ષણમાં કુલ નોંધણીનો ગુણોત્તર 2035 સુધીમાં 50 ટકા થશે. તે જ સમયે, નવી શિક્ષણ નીતિ હેઠળ, જો કોઈ વિદ્યાર્થી કોઈ અભ્યાસક્રમની મધ્યમાં બીજો અભ્યાસક્રમ કરવા માંગતો હોય, તો તે બીજો અભ્યાસક્રમ કરી શકે છે. મર્યાદિત સમય માટે પ્રથમ કોર્સથી વિરામ.*
*ઉચ્ચ શિક્ષણમાં પણ ઘણા સુધારા કરવામાં આવ્યા છે. સુધારાઓમાં ગ્રેડેડ શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય સ્વાયત્તતા વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય પ્રાદેશિક ભાષાઓમાં ઈ-કોર્સ શરૂ કરવામાં આવશે. વર્ચ્યુઅલ લેબ્સ વિકસાવવામાં આવશે. રાષ્ટ્રીય શૈક્ષણિક વૈજ્ઞાનિક મંચ (NETF) શરૂ કરવામાં આવશે. મહેરબાની કરીને જણાવો કે દેશમાં 45 હજાર કોલેજો છે.*
*સરકારી, ખાનગી, ડીમ્ડ તમામ સંસ્થાઓ માટે સમાન નિયમો હશે.*
ઓર્ડર દ્વારા:-
(માનનીય શિક્ષણ મંત્રી, ભારત સરકાર)
ભારત સરકાર એડયુકેશન મિનિસ્ટ્રી દ્વારા નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી હોવાના દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કોઈ નક્કર પરિણામ જોવા મળતા નથી. જયારે, ટ્વીટર પર PIBFactCheck પર ફેબ્રુઆરી 2021ના વાયરલ મેસેજ એક ભ્રામક અફવા હોવાની સ્પષ્ટતા કરતી સોશ્યલ મીડિયા જોવા મળે છે. જે મુજબ, “વાયરલ મેસેજ એક ભ્રામક અફવા છે, એડયુકેશન મિનિસ્ટ્રી દ્વારા નવી શિક્ષણ નીતિ અંગે કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી.”
મળતી માહિતી અનુસાર ગુગલ સર્ચ કરતા એડયુકેશન મિનિસ્ટ્રી દ્વારા 2020માં જાહેર કરવામાં આવેલ National Education Policy 2020 જોવા મળે છે. જેમાં લખવામાં આવ્યું છે, “ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષા ચાલુ રહેશે, બોર્ડની હાલની સિસ્ટમ અને કોચિંગ વર્ગોની જરૂરિયાતને દૂર કરવા માટે પ્રવેશ પરીક્ષાઓમાં સુધારો કરવામાં આવશે.”
કેબિનેટે નવી શિક્ષણ નીતિ લાગુ કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલ મેસેજ તદ્દન ભ્રામક અફવા છે. ધોરણ 10માં બોર્ડની પરીક્ષા દૂર કરવામાં આવી છે, તેમજ માત્ર ધોરણ 12 એક બોર્ડ પરીક્ષા રહેશે જેવા ભ્રામક મેસજે અંગે PIBFactCheck દ્વારા ટ્વીટર મારફતે ખુલાસો કરવામાં આવેલ છે. તેમજ એડયુકેશન મિનિસ્ટ્રી દ્વારા દ્વારા લાગુ કરવામાં આવેલ શિક્ષણ નીતિ 2020માં પણ વાયરલ મેસેજ પર કરવામાં આવેલ દાવા અંગે કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી.
National Education Policy 2020
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
February 22, 2023
Prathmesh Khunt
November 17, 2021
Prathmesh Khunt
August 4, 2022
|