schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
Claim
રેલ્વે કામદારો દ્વારા રેલ્વે ટ્રેક પર પથ્થરો મૂકવા માટે છોકરાની પૂછપરછ કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઓડિશા ટ્રેન અકસ્માતના સંદર્ભમાં શેર કરતા યુઝર્સ લખી રહ્યા છે કે “આ મોટું કાવતરું છે, સરકાર સામે યુદ્ધ છે, આગામી લોકસભા ચૂંટણી 2024 પહેલા કંઈ પણ થઈ શકે છે”
આ પણ વાંચો : મોરબી બ્રિજ તૂટવાની ઘટના સાથે જોડાયેલ હોસ્પિટલ રીનોવેશનની તસ્વીર ઓડિશા ટ્રેન અકસ્માતના નામે વાયરલ, જાણો સત્ય
Fact
રેલ્વે ટ્રેક પર પથ્થરો મૂકવા માટે છોકરાની પૂછપરછ કરી રહ્યા હોવાનો વીડિયોમાં ખરેખર શું થઈ રહ્યું છે તે માટે અમારી તપાસ શરૂ કરી. બે રેલ્વે કર્મચારીઓ એક છોકરાનો હાથ પકડીને ઉભા ઉભા છે ,જ્યારે અન્ય લોકો ઘટનાનું ફિલ્માંકન કરે છે. કેમેરાની પાછળ એક વ્યક્તિ છોકરાને પૂછતા સાંભળી શકાય છે કે “તેને (રેલવે ટ્રેક પર) કોણે મોકલ્યો છે” જેના જવાબમાં બાળકે દાવો કર્યો કે “પપ્પુ” નામના કોઈ વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું હતું.”
છોકરાનો હાથ પકડેલો માણસ પછી તેના પિતા વિશે પૂછપરછ કરે છે, ત્યારે છોકરો કહે છે કે તેના પિતા એક કંડક્ટર છે. તે વ્યક્તિ બાળક પાસેથી તેના પિતાનો મોબાઈલ નંબર માંગે છે. જ્યારે બાળકને પૂછવામાં આવ્યું કે તેણે રેલ્વે ટ્રેક પર કેટલી વાર પથ્થરો મૂક્યા છે, ત્યારે છોકરો કહે છે કે આ પહેલી વાર છે.
ઉલ્લેખનીય છે કે, છોકરો દેવનગરનો રહેવાસી હોવાનો ઉલ્લેખ કરતા સાંભળવા મળે છે. વધુમાં, વિડિયોમાં સંભળાયેલ કન્નડ ભાષા પરથી ખબર પડે છે કે આ વિડીયો કર્ણાટકના કલ્યાણ વિસ્તારનો છે.
આના પગલે, અમે Google પર “દેવનગર, “કલાબુર્ગી,” અને “કર્ણાટક” સર્ચ કરતા અમને કાલબુર્ગી રેલ્વે સ્ટેશન નજીક “દેવનગર” નામનું સ્થળ મળી આવે છે. જે સૂચવે છે કે આ ઘટના સંભવતઃ દેવનગર વિસ્તારમાં બની હતી.
જોકે, અમને આ ઘટના અંગે કોઈ સમાચાર મળ્યા નથી. ન્યૂઝચેકરે પ્રજાવાણી ડેઇલી કલાબુર્ગીના વરિષ્ઠ સંવાદદાતા મનોજ કુમાર ગુડ્ડીનો સંપર્ક કર્યો, જેમણે જણાવ્યું કે વિડિયો 2018ની એક ઘટના દર્શાવે છે. જો..કે આ બાબતે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.
અમે કાલબુર્ગીના વાડી રેલ્વે સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ. પાશાનો સંપર્ક કર્યો, જેમણે સમર્થન આપ્યું કે આ વિડિયો 2018ની ઘટનાનો છે, અને આ સંદર્ભે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. તેણે કહ્યું, બાળકો રમતિયાળ રીતે રેલ્વે ટ્રેક પર પથ્થરો મૂકે છે. પાશાએ જણાવ્યું હતું કે ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદથી જૂના વીડિયોને ટ્રેક્શન મળ્યું છે, અને રેલવે પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ ઘટના વિશે માહિતી માંગી છે.
Our Source
Conversation With Manoj Kumar Guddi, Senior Correspondent, Prajavani Daily Kalaburagi
Conversation With M. Pasha, Police Sub Inspector of Wadi Railway Station
Self Analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|