schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
વરિષ્ઠ અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલ બંગાળીઓ પર અપમાનજનક ટિપ્પણીઓ કરતા દર્શાવતો એક વીડિયો વાયરલ થયો હતો ત્યારથી તે ચર્ચામાં છે. ગુજરાતના વલસાડમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાવલે કહ્યું હતું કે, “ગેસ સિલિન્ડર મોંઘા છે, પરંતુ તેની કિંમત ઘટશે. લોકોને રોજગારી પણ મળશે. પરંતુ જો રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓ અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ રહેવા લાગે તો શું થશે? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો?” જો..કે પાછળથી તેઓએ બંગાળી લોકો માટે પોતાની ટિપ્પણી અંગે માફી માંગી હતી.
આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતા પરેશ રાવલે બંગાળીઓ વિશેના તેમના વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગી છે. વીડિયોમાં કેટલાક પ્રદશનકારીઓ દ્વારા તેમની ઘેરી લેવામાં આવ્યા છે, જે સમયે તેઓને માફી માંગતા સાંભળી શકાય છે.
ગુજરાત વિધાનસભા સાથે જોડાયેલ અનેક ભ્રામક ખબરો અંગે Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક
બંગાળી લોકો માટે પોતાની ટિપ્પણી અંગે માફી માંગી હોવાના દાવા સાથે શેર થઈ રહેલો વાયરલ વીડિયો અંગે કેટલાક કીવર્ડ્સની મદદથી યુટ્યુ પર સર્ચ કરવા પર, અમને જાણવા મળ્યું કે વર્ષ 2017થી ઇન્ટરનેટ પર હાજર છે. આ જ વિડિયો VTV ગુજરાતી ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર 26 નવેમ્બર, 2017ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો સાથે શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, પરેશ રાવલે રાજા-મહારાજાઓ (રાજ્યો)ની તુલના વાંદરાઓ સાથે કરી હતી. જે અંગે રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો, અને વિરોધ બાદ પરેશ રાવલે પોતાના વિવાદિત નિવેદન બદલ માફી માંગી હતી.
આ અંગે નવેમ્બર 2017ના દૈનિક ભાસ્કર , ન્યૂઝ 18 ગુજરાતી અને નવભારત ટાઈમ્સ દ્વારા પ્રકાશિત અહેવાલોમાં પરેશ રાવલે રાજાઓ અને રજવાડાની તુલના વાંદરાઓ સાથે કરવા બદલ માફી માંગી તે અંગેની માહિતી આપવામાં આવેલ છે.
અહેવાલમાં લખ્યું હતું કે, “રાજપૂત સમુદાય દ્વારા રાજવીઓ સામેની તેમની કથિત અપમાનજનક ટિપ્પણીને ખોટી રીતે સમજવામાં આવ્યા બાદ પરેશ રાવલે માફી માંગી છે… રાજકોટમાં તાજેતરમાં યોજાયેલી રેલીમાં સરદાર પટેલને યાદ કરતી વખતે, અભિનેતા અને રાજકારણી પરેશ રાવલે રાજવીઓ અને રાજાની સરખામણી વાંદરાઓ સાથે કરી હતી.
બિઝનેસ સ્ટાન્ડર્ડેમાં 26 નવેમ્બર, 2017ના રોજ પ્રકાશિત થયેલ અહેવાલમાં અનુસાર પરેશ રાવલે રાજવીઓ વિરુદ્ધ તેમની કથિત અપમાનજનક ટિપ્પણી બદલ માફી માંગી માંગતા કહ્યું હતું કે “મારું નિવેદન રાજપૂત સમુદાય પર નહોતું. તેઓ ભારતમાં એક ભવ્ય સમુદાય છે અને તેઓ અમને ગર્વ આપે છે. આવા બહાદુર સમુદાય સામે મારા મોંમાંથી કંઈ ખોટું નહીં નીકળે”
આમ, અમારી તપાસમાં તે સ્પષ્ટ થાય છે કે પરેશ રાવલ દ્વારા બંગાળીઓ વિશેના તેમના વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગવાના નામે શેર કરવામાં આવેલો આ વિડીયો જૂનો છે. ખરેખરમાં વાયરલ વીડિયો વર્ષ 2017નો છે, જ્યારે પરેશ રાવલે રાજાઓ અને બાદશાહોની વાંદરા સાથે સરખામણી કર્યા બાદ માફી માંગવી પડી હતી.
Our Source
YouTube Video By VTV Gujarati News and Beyond, Dated November 26, 2017
YouTube Video By News18 Gujarati, Dated November 27, 2017
Report By Times of India, Dated November 27, 2017
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|