About: http://data.cimple.eu/claim-review/badcc7429905527c2012cce7d1d55a53359d5273e5eab6e1aab46f0c     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • વીએફએક્સ શીખવતા વિડીયોને મધ્યપ્રદેશના ચિત્રકુટમાં ભુત દેખાયાનો ગણાવી શેર કરાયો BOOMને જાણવા મળ્યું છે કે મૂળ વિડિયો યુએસ સ્થિત યુટ્યુબ ચેનલ જોસેફ નજોવુ વિઝ્યુઅલ દ્વારા VFX સોફ્ટવેરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. કોમ્પ્યુટરની મદદથી તૈયાર થતા વિઝ્યુઅલ ઈફેક્ટ(VFX)ની તાલીમના વિડીયોને સોશિયલ મિડીયા પર એવા ખોટા દાવા સાથે ફરતો કરાયો છે કે તે મધ્યપ્રદેશના ચિત્રકુટમાં ભુત દેખાયુ છે અને આ વિડીયો ત્યાંનો છે. BOOM એ શોધી કાઢ્યુ કે અસલ વિડીયો ખરેખર વીએફએક્સની મદદથી તૈયાર કરીને અમેરીકાની યુટ્યુબ ચેનલ Joseph Njovu Visuals પર મૂકાયો છે અને તેને અપલોડ કર્યાની તારીખ 27 ઓગસ્ટ 2022 બતાવાઈ છે. 30 સેકન્ડના વિડીઓમાં ટ્રકની ઉપર ભુતની પ્રતિકૃતિ દેખાય છે જે ટ્રકમાંથી નીચે ઉતરીને પડદા વાળા એક ઘર તરફ આગળ વધે છે અને ત્યાંથી જ આ વિડીયો શૂટ કરાયો છે. આ ખોટી માહિતીને ન્યુઝ18 બિહાર અને ચિત્રકુટ સમાચાર સહિતની સ્થાનિક હિન્દી ચેનલોએ ચલાવતા તેને વધુ વેગ મળ્યો હતો. હિન્દી ન્યુઝ ચેનલોએ આ વિડીયો શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે ચિત્રકુટના કરવી કોતવાલી પાસે ગલ્લા મંડી શંકર બજાર પાસે પડેલા એક ટ્રકની આસપાસ આત્મા ભટકી રહી છે. જો કે તેઓએ આ વિડીયોને સમર્થન આપ્યુ ન હતું. વિડીયો રીપોર્ટ જૂઓ અહિં અને અહિં. ફેક્ટ ચેક BOOM એ વિડીયોમાંથી અલગ અલગ ફ્રેમ લઈને રીવર્સ ઈમેજ સર્ચ કરતા વિડીયોનો એક પુરો હિસ્સો મળ્યો હતો. જે યુટ્યુબ ચેનલ Joseph Njovu visuals પર 27 ઓગસ્ટ 2022ના શેર કરાયો હતો. 1:56 મિનિટના આ વિડીયોમાં ટાઈટલ છે કે "Witch caught on Camera | Vfx breakdown Cinema 4d and after effects". જો કે અસલ યુટ્યુબ વિડીયોમાં અવાજ અલગ છે. વિડીયોની વિગતમાં લખ્યુ છે કે, 'આ છે મારા તાજેતરના વિડીયો વિચ કોટ ઓન કેમેરાની વીએફએક્સના તબક્કાઓ. મને મિક્સામો તરફથી એનિમેશન મળ્યુ છે જ્યારે કપડુ એક શાનદાર ડિઝાઈનરે બનાવ્યુ છે.' 24 સપ્ટેમ્બર 2022ના યુઝરે વધુ એક વિડીયો અપલોડ કર્યો હતો જેનુ ટાઈટલ હતુ કે, "VFX tutorial | flying witch caught on camera Cinema 4d and aftereffects". વિઝ્યુઅલના આર્ટિસ્ટ જણાવે છે કે વિડીયોમાં વીએફએક્સ ઉમેરવા માટે શુ કરવુ અને ક્યા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઇએ. યુઝરે એવુ પણ કહ્યુ હતુ કે તેને કેટલાક દ્વારા માહિતી મળી છે કે તેણે બનાવેલા વિડીયોને નાઈજીરીયામાં ભુત દેખાયુ હોવાના પુરાવા તરીકે શેર કરાઈ રહ્યો છે. યુઝરે જ કહ્યુ હતુ કે, 'ઉડતી ચુડેલનો વિડીયો મે આવી રીતે બનાવ્યો હતો. આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે મે બનાવ્યો ત્યારે ફક્ત મજા માટે બનાવ્યો હતો પણ હવે લોકો તેને અસલ માની રહ્યા છે.' અમારી તપાસમાં જોવા મળ્યુ છે કે યુટ્યુબ ચેનલ "Joseph Njovu visuals" એપ્રિલ 21, 2021માં બનાવાઈ હતી અને ત્યારથી જ તેમાં વીએફએક્સના ટ્યુટોરીયલ્સના વિડીયો મુકાઈ રહ્યા છે. અહિં જૂઓ. ચેનલના ડિસ્ક્રીપ્શનમાં લખ્યુ છે કે, 'મેજીકલ ઈફેક્ટ સ્ટુડિયોની યુટ્યુબ ચેનલમાં આપનુ સ્વાગત છે. જો તમને વિઝ્યુઅલ ઈફેક્ટમાં રસ છે તો આ ચેનલ તમારા માટે જ છે, આપ અહિં વીએફએક્સ વિશે શરૂઆતથી માંડીને એડવાન્સ લેવલ સુધી શીખી શકો છો. સબક્રાઈબ કરો અને જાણો હવે પછીની સૌથી મોટી દુનિયા'
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 5 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software