schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામુ આપ્યું, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ અનેક નેતાના નામ પર અટકળો લાગવા માંડી હતી. અને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે.શપથગ્રહણ સમારોહમાં કર્ણાટકના સીએમ બસાવરાજ બોમ્માઈ, ગોવાના સીએમ પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા, આ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવે તેવી સંભાવના છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળ અને તેમના દ્વારા કરવામાં આવેલ કામો અંગે સોશ્યલ મીડિયા પર ચર્ચાઓ થવા લાગી, જે ક્રમમાં ફેસબુક પર DK7 News દ્વારા “જરાં પણ સ્વાભિમાન નહીં, કહ્યું હોદ્દો નહીં તો લાલબત્તી નહીં, વિજયભાઈ રૂપાણી એ જાતે જ લાલ બત્તી ઉતારી લીધી” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
“*જે વ્યકિત પોતાના હાથ થી ગાડી ની લાલ લાઇટ ઉતારી શકે….એ વ્યકિત પ્રજા ના હ્રદય સીંહાસન પર હંમેશા બીરાજમાન રહેછે” ટાઇટલ સાથે ફેસબુક પર અન્ય યુઝર્સ દ્વારા ન્યુઝ ચેનલ ABP અસ્મિતાનો ન્યુઝ બુલેટિન વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડિઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાની કાર પર લગાવવામાં આવેલ લાલ બત્તી જાતે ઉતારી રહ્યા છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજીનામુ આપ્યા બાદ પોતાના હાથે ગાડી પર લગાવવામાં આવેલ લાલ બત્તી ઉતારી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક પર Rajkot Gaurav News અને યુટ્યુબ પર DeshGujaratHD દ્વારા 2017માં પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે.
વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન સહિત મંત્રીઓ, સેક્રેટરી અને ચેરમેન, ડાયરેક્ટરને ફાળવાયેલા વાહનો ઉપરથી લાલબત્તી ઉતારવાનો નિર્ણય કર્યાના ગણતરીના કલાકોમાં જ તત્કાલિક અસરથી તેનો ગુજરાતમાં અમલ કરવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રીએ કરી હતી. પીએમના આ નિર્ણયને રાજ્યના અનેક મંત્રીઓએ આવકાર્યો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાના હાથે જ કારની લાલ બત્તી ઉતારી હતી.
વિજય રૂપાણી દ્વારા ગાડી પરથી લાલ બત્તી ઉતારી લેવા મુદ્દે ગુગલ સર્ચ કરતા timesofindia અને financialexpress દ્વારા એપ્રિલ 2017માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ તમામ VVIP ગાડીઓ પરથી લાલ બત્તી હટાવવા આદેશ આપવામાં આવ્યા હતા. આ નિયમનું પાલન કરતા વિજય રૂપાણીએ પોતાન હાથે ગાડી પર લગાવવામાં આવેલ લાલ બત્તી ઉતારી લીધી હતી.
ઉપરાંત, વાયરલ વિડિઓમાં ABP અસ્મિતા ન્યુઝ ચેનલનો લોગો પણ જોઇ શકાય છે. જયારે ન્યુઝ સંસ્થાન ABP ગ્રુપ દ્વારા 2020થી ચેનલનો લોગો અને કલર બદલાવવા માં આવેલ છે. જે પરથી સાબિત થાય છે કે વાયરલ વિડિઓ હાલમાં વિજય રૂપાણી દ્વારા રાજીનામુ આપ્યા પછી નથી લેવામાં આવ્યો.
ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યા બાદ પોતાની ગાડી પર લગાવવામાં આવેલ લાલ બત્તી જાતે ઉતારી લીધી હોવાના દાવા સાથે વાયરલ વિડિઓ ભ્રામક છે. 2017માં કેન્દ્ર દ્વારા તમામ VVIP લોકોની કાર પરથી લાલ બત્તી હટાવવાના નિર્ણય બાદ વિજય રૂપાણીએ પોતાની ગાડી પરથી લાલ લાઈટ જાતે ઉતારી લીધી હતી.
timesofindia
financialexpress
Rajkot Gaurav News
DeshGujaratHD
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
February 11, 2025
Dipalkumar
February 4, 2025
Tanujit Das
November 18, 2024
|