schema:text
| - Last Updated on April 28, 2024 by Team THIP
સારાંશ
એક વેબસાઇટ એવો દાવો કરે છે કે કોફી બિનઆરોગ્યપ્રદ છે અને કેન્સરનું કારણ બને છે તેના સેવનથી સંબંધિત પ્રતિકૂળ અસરો થઇ શકે છે. તે કાર્સિનોજેન્સથી ભરપૂર છે. અમે હકીકત તપાસી અને આ દાવો મોટાભાગે ખોટો હોવાનું જણાયું.
દાવો
એક વેબસાઇટ એવો દાવો કરે છે કે કોફી પીવાથી કેન્સર થાય છે. આ માત્ર કેફીનયુક્ત કોફીથી સંબંધિત છે.
ફેક્ટ ચેક
શું કોફીને કાર્સિનોજન ગણવામાં આવે છે?
ચોક્કસ રીતે નહી. 1991 માં, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સંભવિત કાર્સિનોજેન્સની સૂચિમાં કોફીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2016 સુધીમાં તેને તે સૂચીમાંથી કાઢી નાખવામાં આવી હતી, કારણ કે સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોફીના વપરાશ અને કેન્સરના વધતા જોખમ વચ્ચે કોઈ સંબંધ નથી; તેનાથી વિપરિત, તે કેન્સરનું જોખમ ઓછું કરે છે.
જો કે, હાલમાં, ‘એક્રિલામાઇડ’ નામના રસાયણની હાજરીને કારણે કાર્સિનોજેન તરીકે કોફીની અટકળો ઊભી થાય છે. FDA જણાવે છે કે તેઓ કેન્સરની ચેતવણીમાંથી કોફીને મુક્તિ આપવાનું ભારપૂર્વક સમર્થન કરે છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) એ એક્રેલામાઇડને “સંભવિત માનવ કાર્સિનોજેન” તરીકે વર્ગીકૃત કરે છે.
સંભાવના હોવીનો અર્થ ચોક્કસપણે એ નુકશાનકારક છે એવો નથી. જ્યારે એક્રેલામાઇડ એ પ્રાણીના નમૂનાઓમાં કેન્સરનું કારણભૂત એજન્ટ હોવાનું જણાયું હતું, તેનાથી વિપરીત, માનવીય અભ્યાસોમાં, પરિણામો અસંગત છે. તેથી, કોફીને કાર્સિનોજેનિક એજન્ટ તરીકે સાબિત કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.
શું કોફી પીવાથી કિડની કેન્સર થાય છે?
ના. ઉપલબ્ધ પુરાવા સૂચવે છે કે કોફીથી કિડની કેન્સર થવાની શક્યતા નથી. આ ઊપરાંત તે અમુક પ્રકારના કેન્સર થવાનું જોખમ ઘટાડી પણ શકે છે. જો કે, હજી સુધી આની પુષ્ટિ કરવા માટે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા નથી.
ડૉ. સાર્થક મોહરીર, (MBBS, MD, રેડિયેશન ઓન્કોલોજી) આ વાતની સ્પષ્ટતા કહે છે, “કોફી કાર્સિનોજેનિક નથી, અને આ દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી. આ ઉપરાંત, મીઠા વગરની બ્લેક કોફી તમારા લીવર માટે સારી છે અને ચિંતા કર્યા વગર તેનું સેવન કરી શકાય છે. અતિશય ગરમ પ્રવાહીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તે અન્નનળીના જીવલેણ રોગના વિકાસ માટે જોખમી પરિબળ છે.”
કોફી અને સ્વાસ્થ્ય પર તેની અસર હજુ પણ ખૂબ ચર્ચાનો વિષય છે. સંશોધનના વિવિધ ભાગો છે જેનાં વિરોધાભાસી પરિણામો છે. કોફીનો વપરાશ સામાન્ય રીતે સામાન્ય સેવન સ્તરની અંદર સલામત લાગે છે. અભ્યાસમાં વધુમાં જણાવાયું છે કે દિવસમાં ત્રણથી ચાર કપ પીવાથી આરોગ્યના વિવિધ પરિણામો માટે સૌથી વધુ જોખમ ઘટાડી શકાય છે અને સ્વાસ્થ્યને નુકસાન કરતાં લાભ થવાની શક્યતા વધુ છે.
WHO માટે કામ કરતી ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરના કાર્યકારી જૂથે શોધી કાઢ્યું છે કે કોફી પીવાની કેન્સરજન્ય અસર માટે કોઈ નિર્ણાયક પુરાવા નથી. જો કે, નિષ્ણાતોએ શોધી કાઢ્યું છે કે ખૂબ જ ગરમ પીણાં પીવાથી મનુષ્યમાં અન્નનળીનું કેન્સર થાય છે. ખૂબ ગરમ ન હોય તેવા તાપમાને મેટ પીવા માટે કોઈ નિર્ણાયક પુરાવા મળ્યા નથી.
અન્ય સંશોધન જણાવે છે કે કોફીના સેવન અને લીવર અને એન્ડોમેટ્રાયલ કેન્સરના જોખમ વચ્ચે વિપરીત જોડાણ માટે અત્યંત સૂચક પુરાવા છે. એક અભ્યાસ સૂચવે છે કે કોફી પીવાથી લીવર કેન્સરના જોખમમાં ઘટાડો થાય છે. એ જ રીતે, સંશોધનમાં કોફીના સેવન અને સ્વાદુપિંડના કેન્સરના જોખમ વચ્ચે કોઈ નોંધપાત્ર સંબંધ જોવા મળ્યો નથી.
જો કે, એવા ખુબ જ ઓછા અભ્યાસો છે જે સૂચવે છે કે કેન્સર અને કોફીના સેવન વચ્ચે કોઈ સંબંધ છે. સંશોધન જણાવે છે કે કોફીનું સેવન મોટાભાગના કેન્સર સાથે સંકળાયેલું નથી, જોકે મૂત્રાશય અને ફેફસાના કેન્સર પરના અભ્યાસના પરિણામો વિરોધાભાસી રહે છે. કોલોરેક્ટલ, લીવર અને સ્તન કેન્સરના કિસ્સામાં, કોફી પીવાથી રક્ષણાત્મક અસર પણ થઈ શકે છે.
નિષ્કર્ષમાં, કોફી પીવાથી કેન્સર થાય છે કે કેમ તે સ્થાપિત કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. હાલ સંશોધકોને કિડની કેન્સર અને કોફી વચ્ચે કોઈ સંબંધ નથી.
|