schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
સોશ્યલ મીડિયા પર અમુલ બટરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે “માર્કેટમાં ડુપ્લીકેટ ચાઈનીઝ બટર ફેક અમુલ પેકેજીંગ સાથે મળી રહ્યું છે.”
આ ઉપરાંત, કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સ “*નકલી અમુલ બટર માખણની ફેક્ટરી મળી” ટાઇટલ સાથે અન્ય એક વિડીયો પણ શેર કરી રહ્યા છે. વીડિયોમાં બનાવટી અમુલ બટર બનાવતી ફેક્ટરી જોઈ શકાય છે.
ડુપ્લીકેટ ચાઈનીઝ બટર ફેક અમુલ પેકેજીંગ સાથે માર્કેટમાં મળી રહ્યું હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે ટ્વીટર પર અમુલના ઓફિશ્યલ એકાઉન્ટ મારફતે વાયરલ વિડીયો અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
અમુલ દ્વારા જણાવવામાં આવ્યું કે “વાયરલ વીડિયોમાં અમુલ બટરના જુના અને નવા પેકેજીંગની સરખામણી કરવામાં આવી રહી છે. ફૂડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની ગાઇડલાઇન મુજબ દરેક ડેરી પ્રોડક્ટમાં વેજનો લોગો લગાવવો જરૂરી છે. અમુલ દ્વારા વાયરલ ભ્રામક વિડીયો બનાવનાર શ્રીનગર રહેવાસી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.”
જયારે, સોશ્યલ મીડિયા પર અન્ય વાયરલ વિડીયો જેમાં ડુપ્લીકેટ અમુલ બટર બનાવતી ફેકકટી પકડાઈ હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે, આ ઘટના વર્ષ 2018માં મુંબઈ ખાતે બનેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈ પોલીસે મીરા રોડ ખાતે એક ફેક્ટરી પર દરોડો પાડ્યો, જ્યાં કથિત રીતે અમૂલ બ્રાન્ડ નામ હેઠળ ભેળસેળયુક્ત માખણ બનાવવામાં અને વેચવામાં આવતું હતું. આ અંગે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, ગુજરાતના મેનેજર મેહુલ શ્રીવાસ્તવે પોલીસને ગેરકાયદેસર પ્રવૃત્તિ વિશે સૂચના આપી હતી.
સમાન વિડીયો આપણે યુટ્યુબ પર HP Live News પર જોઈ શકાય છે. ન્યુઝ બુલેટિનના આ વીડિયોમાં ફેક્ટરી પર દરોડા સમયના દર્શ્યો જોઈ શકાય છે.
અમુલ બટરના ડુપ્લીકેટ ચાઈનીઝ પેકેજીંગ અંગેનો વાયરલ વિડીયો તદ્દન ભ્રામક છે. અમુલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે, જે મુજબ વાયરલ વીડિયોમાં અમુલ બટરના જુના અને નવા પેકેજીંગની સરખામણી કરવામાં આવી રહી છે.
Our Source
Tweet Of Amul India, Feb 15 2023
Media Reports Of Mid Day, Dec 27 2018
YouTube Video Of HP Live News, Dec 26 2018
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|