schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
PM મોદી પર અવાર-નવાર ભ્રામક અફવાઓ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. તેમના વિદેશ પ્રવાસ અંગે તેમના મેકઅપના ખર્ચ અંગે તો ક્યારેક તેમના જમવાના ખર્ચ વિશે. ત્યારે ફેસબુક પર આમ આદમી પાર્ટીના નેતા સંજય ગઢીયા દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવેલ છે, પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે “એક RTI દ્વારા મળેલી માહિતી મુજબ પોતાની જાતને ફકીર કહેવડાવતા નરેન્દ્ર મોદી નો 7 વર્ષ નો જમવાનો ખર્ચ ફક્ત 100 કરોડ રૂપિયા થયો છે“
નરેન્દ્ર મોદી નો 7 વર્ષ નો જમવાનો ખર્ચ ફક્ત 100 કરોડ રૂપિયા થયો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ પોસ્ટ ફેસબુક પર ગૉપાલ ઈટાલીયા ફૅન કલબ નામના ગ્રુપ પર પણ શેર કરવામાં આવેલ છે. નોંધનીય છે કે ગૉપાલ ઈટાલીયા આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ છે.
PM Modi Meal cost 100 કરોડ રૂપિયા થયો હોવાના દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન indiatvnews, newindianexpress, અને rediff પર પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ એક અરજદાર દ્વારા ઓક્ટોબર 2014 અને મે 2015માં પ્રધાનમંત્રી આવાસ ખાતે થતા ખર્ચ અંગે RTI કરવામાં આવી હતી.
આ RTI દ્વારા પ્રધાનમંત્રી દ્વારા ક્યાં ક્યાં મસાલા, ગેસ સિલિન્ડર વગેરે વસ્તુના બિલ કોપી સાથે અરજી કરવામાં આવી હતી, જેના જવાબ માં જણાવવામાં આવ્યું કે રસોડા ને લગતો તમામ ખર્ચ PM મોદી પોતના અંગત ખર્ચ માંથી ચૂકવી રહ્યા છે.
આ પણ વાંચો :- સુરેન્દ્રનગર રણ વિસ્તારમાં વિશાળકાય દાનવ કે એલિયન પકડાયો હોવાના દવા સાથે ફિલ્મી વિડિઓ વાયરલ
વાયરલ દાવા અંગે વધુ તપાસ કરતા pmindia.gov.in પર RTI કોપી જોવા મળે છે, જેમાં અરજદાર દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નો અહીંયા જોઈ શકાય છે. જેમાં PM મોદી ના જમવાના ખર્ચ અંગે જવાબમાં “It is stated that the kitchen expenses of the Prime Minister is personal in nature and not incurred on the government account” (આ તમામ ખર્ચ PM મોદી દ્વારા પોતના અંગત ખર્ચ હેઠળ તેમના એકાઉન્ટ દ્વારા ચૂકવવામાં આવે છે.)
એક RTI મુજબ 7 વર્ષમાં નરેન્દ્ર મોદી નો જમવાનો ખર્ચ ફક્ત 100 કરોડ રૂપિયા થયો હોવાનો દાવો કરતી સોશિયલ મીડિયા પોસ્ટ તદ્દન ભ્રામક છે. અરજદાર દ્વારા કરવામાં આવેલ RTI માં PM મોદી ના જમવાના ખર્ચ અંગે કરવામાં આવેલ સવાલ પર આપવામાં આવેલ જવાબ મુજબ આ તમામ ખર્ચ તેઓ અંગત ચૂકવી રહ્યા છે. જેથી સાબિત થાય છે કે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા શેર કરવામાં આવેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે.
pmindia.gov.in
indiatvnews,
newindianexpress
rediff
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
June 22, 2024
Komal Singh
June 11, 2024
Dipalkumar
June 10, 2024
|