schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
(Chennai man beheaded the rapist and presented himself at the police station)
દેશમાં બળત્કારના કિસ્સાઓ અવાર-નવાર સાંભળવા મળે છે, સોશ્યલ મીડિયા પર અનેક વિડિઓ અને પોસ્ટ જોવા મળે છે. એવા જ એક ચોંકાવનારા કિસ્સા સાથે ફેસબુક પોસ્ટ જોવા મળે છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “ચેન્નાઇના આ છોકરાની બહેન પર બળાત્કાર કરવામાં આવ્યો ત્યારે તેણે બળાત્કાર કરનારનું માથું કાપી તેને પોલીસ સ્ટેશન લઇ આવ્યો”
ફેસબુક ગ્રુપ ગોપાલ ઈટાલીયા ફેન ક્લબ દ્વારા આ વાયરલ પોસ્ટ શેર કરવામાં આવી છે, જે Janak Savaliya151 યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે. તેમજ આ ભ્રામક દાવો 200થી વધુ લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે.
ચેન્નાઇ ખાતે બળાત્કાર કરનારનું માથું કાપી પોલીસ સ્ટેશન લઇ આવનાર વ્યક્તિની વાયરલ તસ્વીર જયારે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરવામાં આવે છે, ત્યારે ગુગલ પર ઘણા પરિણામો જોવા મળે છે.
અહીંયા, thenewsminute દ્વારા 2019માં વાયરલ થયેલ સમાન દાવા પર ફેકટ ચેક અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ મુજબ ટ્વીટર યુઝર્સ દ્વારા આ ઘટના પર એક વિડિઓ પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આ વ્યક્તિ ચેન્નાઇનો છે, તેમજ બળત્કારની ઘટના પાછળ તેણે આરોપીનું માથું કાપી નાખ્યું હોવાનો દાવો પણ કરવામાં આવેલ છે.
જયારે ફેક્ટ ચેક રિપોર્ટ મુજબ 2018માં કર્ણાટકના માલાવલ્લી તાલુકા ખાતે પશુપતિ નામના વ્યક્તિ દ્વારા તેમના મિત્રનું માથું કાપી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું હતું. પશુપતિ ના કહેવા મુજબ તેમના મિત્ર ગિરીષ દ્વારા તેની માતા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, જે મુદ્દે રોષે ભરાઈને તેનું માથું કાપી પોલીસ સ્ટેશન તે હાજર થયો હતો.
આ ઘટના મુદ્દે ગુગલ સર્ચ કરતા thehindu, ndtv, scroll અને news18 દ્વારા સપ્ટેમ્બર 2018ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ આ ઘટના કર્ણાટકની છે, જ્યાં આરોપી તેના મિત્રનું માથું કાપી પોલીસ સ્ટેશન હાજર થયો હતો. જયારે પ્રાથમિક તપાસ મુજબ આરોપીના મિત્ર ગિરીષ દ્વારા તેની માતા સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાથી ગુસ્સે થયેલા આરોપી પશુપતિ નાથ દ્વારા મિત્ર ગિરીષનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપી માલાવલ્લી પોલીસ સ્ટેશન ખાતે મૃતક ગિરીષના કપાયેલ માથા સાથે હાજર થયો હતો.
ચેન્નાઇમાં પોતાની બહેન સાથે બળાત્કાર કરનાર વ્યક્તિનું માથું કાપી નાખ્યું અને પોલીસ સ્ટેશન લઈને આવ્યો હોવાના દાવો તદ્દન ભ્રામક છે. આ ઘટના સપ્ટેમ્બર 2018 કર્ણાટકના માલાવલ્લી તાલુકાની છે, જ્યાં આરોપી તેના મિત્રનું માથું કાપી પોલીસ સ્ટેશન હાજર થયો હતો. આ ઘટના સાથે કોઈપણ બળાત્કારની ઘટના જોડાયેલ નથી, સોશ્યલ મીડિયા પર આ ઘટના ભ્રામક દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.
thehindu,
ndtv
scroll
news18
thenewsminute
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Vasudha Beri
August 23, 2024
Dipalkumar
September 6, 2024
Dipalkumar
September 7, 2024
|