schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘અબ્દુલ’ ઉત્તર પ્રદેશના માર્કેટમાં લોકોને ધમકાવી રહ્યો હતો, ત્યારબાદ યોગી આદિત્યનાથની પોલીસે તેને માર માર્યો.
વીડિયોમાં એક વ્યક્તિ ભીડવાળા બજારમાં પોલીસકર્મીઓને છરી બતાવીને ધમકાવતો જોવા મળે છે. થોડીક સેકન્ડો પછી એક પોલીસકર્મી વ્યક્તિના પગ તરફ એક પછી એક ગોળીબાર કરે છે. તે વ્યક્તિ ત્યાં પડી જાય છે અને પોલીસ તેને લાકડીઓથી મારવા લાગે છે. વીડિયોના કેપ્શનમાં લોકો લખી રહ્યા છે, “ગુજરાત સરકાર આવું ક્યારે કરશે ? યોગી બાબાના શાસનમાં ઉત્તર પ્રદેશમાં થોક દિયા, અબ્દુલ બજારમાં ખુલ્લી ધમકીઓ આપી રહ્યો હતો “.
ઉત્તર પ્રદેશના માર્કેટમાં લોકોને ધમકાવી રહેલા વ્યક્તિના વાયરલ વીડિયોના કિફ્રેમ્સ સર્ચ કરતા કેટલાક મીડિયા રિપોર્ટ સમાચારમાં આ મામલો કર્ણાટકના કલબુર્ગી વિશે જણાવવામાં આવ્યો છે. આ મામલો 5 ફેબ્રુઆરી 2023નો છે.
ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર, કર્ણાટકના ફઝલ ભગવાન નામનો વ્યક્તિ કલબુર્ગીના એક માર્કેટમાં સામાન્ય લોકોને છરી બતાવીને ધમકી આપી રહ્યો હતો. માહિતી મળતા જ પોલીસ બજારમાં પહોંચી અને વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો. આ વ્યક્તિએ પોલીસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, સ્વબચાવ માટે, પોલીસે વ્યક્તિને ગોળી મારીને ઘાયલ કર્યો. બાદમાં આરોપીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
આ જ માહિતી તેલંગાણા ટુડેના અહેવાલમાં પણ પ્રકાશિત કરવામાં આવી છે . આ ઘટનાને લઈને પ્રકાશિત થયેલા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિની માનસિક સ્થિતિ કથિત રીતે ઠીક નથી અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ વ્યક્તિ હોસ્પિટલથી ભાગીને બજારમાં આવ્યો હતો.
કેટલાક અહેવાલોમાં આરોપીનું નામ ફઝલ ભગવાન તરીકે દર્શાવવામાં આવ્યું છે, જ્યારે અન્યમાં અબ્દુલ ઝફર તરીકે, પરંતુ કર્ણાટક પોલીસની વેબસાઈટ પર આ બાબતે દાખલ કરાયેલા અહેવાલમાં વ્યક્તિનું નામ મોહમ્મદ ફઝલ લખવામાં આવ્યું છે. આરોપીના પિતાનું નામ મોહમ્મદ ઝફર સાબ છે.
ઉત્તર પ્રદેશના માર્કેટમાં લોકોને ધમકાવી રહેલા વ્યક્તિનો વાયરલ વીડિયો ખરેખર કર્ણાટકના ફઝલ ભગવાન નામનો વ્યક્તિ કલબુર્ગીના એક માર્કેટમાં સામાન્ય લોકોને છરી બતાવીને ધમકી આપી રહ્યો હતો. આ મામલો 5 ફેબ્રુઆરી 2023નો છે.
Our Source
Reports of India Today published on February 6, 2023
Reports of Telangana Today, published on February 6, 2023
Report of Karnataka Police
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|