Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
જામનગર સાંસદ પૂનમ માડમ કેનાલમાં પડ્યા હોવાનો વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીઓમાં સાંસદ પૂનમ માડમ કેટલાક લોકો સાથે વાતચીત કરી રહ્યા છે, તે સમયે કેનાલ પરનો સ્લેબ અચાનક તૂટવાથી તેઓની આ હાલત જોવા મળે છે.
ફેસબુક પર “વડોદરા ના વિકાસ ના વાવાઝોડા મા ફસાઇને સાંસદ ગટર મા પડ્યા” ટાઇટલ સાથે વિડિઓ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. અહીંયા આ ઘટના વડોદરા ખાતે બનેલ હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો :- MPમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થર ફેંકનાર મહિલાઓની ધરપકડનો ભ્રામક વિડિઓ વાયરલ
જામનગર સાંસદ પૂનમ માડમ કેનાલમાં પડ્યા હોવાના વાયરલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા divyabhaskar તેમજ news18 દ્વારા મેં 2016ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, જામનગર ખાતે જલારામ ઝૂંપડપટ્ટીમાં ડિમોલિશન વખતે કેનાલ પરની પાપડી તૂટવાથી તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.
સાંસદ પૂનમબેન માડમ જામનગરમાં ડિમોલેશન કામગીરીની મુલાકાતે આવ્યા હતા જ્યાં કેનાલ પર ઉભા હતા ત્યાં ચાલવા માટે બનાવેલી પાપડી તૂટી પડતાં તેઓ કેનાલમાં પડ્યા હતા.
આ માહિતીના આધારે વધુમાં Aaj Tak દ્વારા યૂટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે અનુસાર, ગુજરાતમાં બીજેપીના સાંસદ ગટરની કેનાલમાં પડી જવાથી ફ્રેક્ચર અને માથામાં ઈજા થઈ હતી.
જામનગર સાંસદ પૂનમ માડમ કેનાલમાં પડ્યા હોવાનો વાયરલ વિડિઓ 2016માં જામનગર ખાતે બનેલ ઘટના છે. સોશ્યલ મીડિયા પર વાયરલ વિડિઓ વડોદરા ખાતે બનેલ ઘટના હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Our Source
Media Reports Of divyabhaskar And news18
Youtube Video Of AAJTAK
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044