About: http://data.cimple.eu/claim-review/d3a7ddfc424f721992d79f83da9aa1c0ac12bb7472e3dbd1f55dc490     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check UPSCમાં આરક્ષણના નિયમને કારણે સારા માર્ક્સ હોવા છતાં રાજેશ તિવારી નોકરી ના મેળવી શક્યો, જાણો શું છે સત્ય Rajesh Tiwari UPSC failed due to reservation law, viral image is from Bangladeshi man sayeed rimon. ભારતમાં આરક્ષણ શરૂઆત થી જ ખાસ કરીને યુવાનોમાં ચર્ચાનો વિષય રહ્યો છે. વારંવાર સોશિયલ મીડિયા પર આ સવાલો પૂછતા જોવા મળે છે કે યોગ્ય પ્રતિનિધિત્વના આધારે નહીં પરંતુ આરક્ષણના આધારે કેટલો સમય લાભ આપવામાં આવશે. હકીકતમાં , સમાજના દરેક વર્ગના લોકોને સમાન સ્થાન આપવા અનામતની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ થોડા વર્ષોમાં જુદા જુદા સમુદાયો વિવિધ પ્રકારના મુદ્દા ઉભા કરીને અનામતની માંગ કરી રહ્યા છે. હાલમાં દેશમાં મરાઠા અનામતનો મુદ્દો ભારે ગરમાયેલ છે. થોડા સમય અગાઉ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન પણ શરૂ થયું હતું. રાજેસ્થાનમાં ગુર્જર સમુદાય દ્વારા આરક્ષણ ની માંગ કરવામાં આવેલ છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે, તસવીર શેર કરતાં યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ યુવકનું નામ “રાજેશ તિવારી” છે. રાજેશ ઉત્તરપ્રદેશ લખનૌ રહેવાસી છે, અને રાજેશે યુપીએસસીની (UPSC) પરીક્ષામાં 643 ગુણ મેળવ્યા છે. રાજેશ આટલા સારા ગુણ મેળવ્યા પછી પણ નોકરી મેળવી શક્યો નહીં, કારણ કે આ વર્ષે સામાન્ય વર્ગ (General) માટેનો કટઓફ 689 હતો. જ્યારે એસસી(SC) / એસટી(ST) માટે કટઓફ 601 છે. એટલે કે ઓછા માર્કસ મેળવનારાઓને પ્રવેશ મળશે અને વધુ માર્કસ મેળવનારાઓને ફક્ત રડવું પડશે. Factcheck / Verification વાયરલ તસ્વીર જયારે ગૂગલ રિવર્સ ઇમેજ પર સર્ચ કરતા આ દરમિયાન અમને બાંગ્લાદેશની વેબસાઇટ ekushey પર વાયરલ થયેલી તસવીર સંબંધિત એક અહેવાલ જોવા મળે છે. વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર, વ્યક્તિનું નામ રાજેશ નહીં પણ સઇદ રિમોન છે. જે એક સામાજિક કાર્યકર છે, અને તે બાંગ્લાદેશનો છે. સઇદ રિમોન લોકોમાં માર્ગ અકસ્માતો અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. સૈયદ, ખાસ કરીને યુવાનો વચ્ચે રહીને સમાજ સેવા કાર્ય કરે છે. તેઓ શાળાઓ અને કોલેજોમાં જતા બાળકોમાં માર્ગ અકસ્માત અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. નોંધનીય છે કે સઇદ લગભગ 8 વર્ષથી આ કામ કરી રહ્યો છે. જયારે સઈદ રિમોનનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટ જોવા છે. જેમાં તેમના ફેસબુક પેજ પર વાયરલ થયેલી તસ્વીર જોવા મળે છે. નોંધનીય છે આ તસ્વીર 30 નવેમ્બર 2016 ના રોજ બેરોજગારી અને અન્ય સમસ્યાઓ વિશે પોતાના મંતવ્યો રજૂ કરવા સાથે શેર કરવામાં આવેલ છે. સઇદે 2 જૂન, 2021 ના રોજ આ તસ્વીર પોસ્ટ કરતાં લખ્યું હતું કે મારી આ તસ્વીર આરક્ષણના દાવા સાથે ભારતીય સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઉપરાંત મને ભારતીય નાગરિક પણ કહેવામાં આવે છે. આ બધા દાવા ખોટા છે, મારું નામ સઈદ રિમોન છે અને હું બાંગ્લાદેશી નાગરિક છું. આ ઉપરાંત UPSC દ્વારા લેવામાં આવેલ 2019 અને 2020ની પરીક્ષા અંગે upsc.gov.in પર સર્ચ કરતા જાણવા મળે છે, પરીક્ષા આયોગ દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ જોતા 2020માં યોજાનાર પરીક્ષા 26 એપ્રિલ 2021ના લેવાની જાહેરાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત 2019માં UPSC દ્વારા લેવાયેલ પરીક્ષા ના કટઓફ માર્ક્સ વેબસાઈટ પર જોવા મળે છે, જે મુજબ સામાન્ય વર્ગ માટે 961 અને એસસી/ એસટી માટે 898 કટઓફ માર્ક્સ જોવા મળે છે. Conclusion ઉત્તરપ્રદેશ લખનૌ રહેવાસી રાજેશ તિવારી આરક્ષણ ના નિયમને કારણે UPSCમાં સારા માર્ક્સ સાથે પાસ થયા પછી પણ નોકરી ના મળેવી શક્યો, આ દાવા સાથે વાયરલ તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીરમાં જે યુવક રાજેશ તિવારી હોવાનો દાવો કરવામાં આવેલ છે, તે સઈદ રિમોન છે અને તે એક બાંગ્લાદેશી નાગરિક છે. જે સ્પષ્ટતા તેમણે પોતાના ફેકબુક એકાઉન્ટ મારફતે કરેલ છે. ઉપરાંત 2020માં UPSC દ્વારા પરીક્ષા મુલતવી રાખીને 2021માં લેવાનો નિર્ણય કરવામાં આવેલ છે. Result :- Misleading Our Source UPSC Sayeed Rimon Facebook ekushey News કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Hindi
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 5 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software