schema:text
| - Last Updated on April 28, 2024 by Team THIP
સારાંશ
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તમારા દાંત પર નારંગીની છાલ ઘસવાથી દાંત સાફ થાય છે, આ ઉપરાંત તેના દ્વારા બેક્ટેરિયા સામે લડી શકાય છે અને ડાઘ દૂર થાય છે. અમે હકીકત તપાસી અને આ દાવો મોટાભાગે ખોટો હોવાનું જણાયું.
દાવો
સોશિયલ મીડિયા પર શીર્ષક સાથેની એક પોસ્ટ, “શું તમે જાણો છો?”માં લખવામાં આવ્યું છે, “ નારંગી ખાધા પછી, નારંગીની છાલને તમારા દાંત પર ઘસો. તે દાંતને સફેદ કરવામાં, બેક્ટેરિયા સામે લડવામાં અને ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. પોસ્ટનો સ્ક્રીનશોટ નીચે જોડવામાં આવ્યો છે:
ફેક્ટ ચેક
તમારા દાંતનો કુદરતી રંગ કેવો છે?
આપણા દાંતનો કુદરતી રંગ થોડો પીળો હોવાનું માનવામાં આવે છે. જ્યારે દંતવલ્ક સફેદ હોય છે, ત્યારે તેની નીચેનું દેન્તિનનું સ્તર પીળું હોય છે. આ પીળા દેન્તીન મોટાભાગના કિસ્સાઓમાં દંતવલ્ક દ્વારા દેખાય છે જે એકંદર દાંતને થોડો પીળો રંગ આપે છે. કેટલાક શોધનો દર્શાવે છે કે આપણા દાંતનો રંગ ઉંમરના કારણે અથવા આપણે જે પ્રદેશમાં રહીએ છીએ તેના કારણે બદલાઈ શકે છે.
શું ફળો દાંતને સફેદ કરવા માટે ફાયદાકારક છે?
આ વાત પુરેપુરી સાચી નથી. અમેરિકન ડેન્ટલ એસોસિએશન જણાવે છે, “ખાવા માટે ફળ એ શ્રેષ્ઠ પસંદગી છે. જો કે, ફળો અને વિનેગરમાં એસિડ હોય છે, અને તમારા દાંતને સ્ક્રબ કરવા માટે તેનો ઉપયોગ કરો છો ત્યારે તમે તેમને જોખમમાં મુકો છો કારણ કે, એસિડ તમારા દંતવલ્કને દૂર કરી શકે છે. દંતવલ્ક(enamel) એ તમારા દાંતનું પાતળું બાહ્ય આવરણ છે જે દાંતને સંવેદનશીલતા અને પોલાણથી રક્ષણ આપે છે.”
શું નારંગીની છાલથી દાંત ઘસવાથી ડાઘ દૂર થાય છે અને સફેદ થાય છે?
હંમેશા નહીં. એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે જે સાબિત કરે કે નારંગીની છાલ ડાઘ દૂર કરશે અને દાંતને સફેદ કરશે. જો કે, નારંગીમાં ડી-લિમોનીન તરીકે ઓળખાતું કુદરતી દ્રાવક હોય છે, જેના કારણે કેટલાક દેખીતા પરિણામો આવી શકે છે. આ વાત ખાસ નોંધો કે તેનો ઉપયોગ કરીને બધા ડાઘ દૂર કરી શકાતા નથી.
ઉપરાંત, તે ફાયદાની સાથે નુકસાન પણ લાવે છે. નારંગી અને નારંગીની છાલ એસિડિક હોય છે, જેમાં pH 3-4 હોય છે, અને આ રીતે તેને તમારા દાંત પર ઘસવાથી દંતવલ્કનું ધોવાણ થઈ શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે તમે દાંતના સડો અને દાંતની સંવેદનશીલતા માટે વધુ સંવેદનશીલ બની જાય છે. અને વધુ પડતો ઉપયોગ દાંત અને મોઢાના આંતરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેથી નારંગીની છાલથી તમારા દાંતને સ્ક્રબ કરવાની ભલામણ કરવામાં આવતી નથી.
અમારા ડેન્ટલ એક્સપર્ટ ડૉ. પૂજા ભારદ્વાજ વધુમાં જણાવતા આની પુષ્ટિ કરે છે, “દાંત સફેદ કરવા માટે નારંગીની છાલને ઘસવું એ આજની તરત ખોટી રીતે પ્રભાવિત થતી પેઢી માટે લોકપ્રિય DIY(Do it Yourself)છે, જે સેલિબ્રિટી જેવી સ્માઈલ ઈચ્છે છે પરંતુ ઓછા ખર્ચે. નારંગીની છાલના સફેદ ભાગમાં વિટામીન સી હોય છે, જે એક લોકપ્રિય એન્ટીઑકિસડન્ટ છે, જે શ્વાસને તાજગી આપે છે અને તે સફેદ કરવાની પ્રકૃતિ ધરાવે છે. તેની પ્રકૃતિ એસિડિક છે, પીએચ 3.9 છે. તેમાં પ્રાકૃતિક દ્રાવક અને સુગંધ ડી-લિમોનીન હોય છે, જે ધાતુઓને ડિગ્રેઝિંગ અને પોલિશ કરવા માટે સારું છે. ડી-લિમોનીનનો ઉપયોગ ટૂથપેસ્ટ, બ્લીચ અને ક્લીનર્સમાં ડાઘ, ગ્રીસ, ટાર વગેરેને દૂર કરવા માટે થાય છે. તે નાના, સપાટી પરના ડાઘને મટાડી શકે છે, પરંતુ તે એટલું અસરકારક નથી. આ ઉપરાંત, તે બધા માટે કામ નથી કરતું. ધૂમ્રપાન કરનારાઓ અને ચાના ડાઘમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળતો નથી. નાના ફેરફાર માટે પણ લાંબો સમય લાગે છે. તેનું એસિડિક pH દાંતના બાહ્ય પડના દંતવલ્કને ક્ષીણ કરે છે, આમ તેને સડો માટે વધુ સંવેદનશીલ બનાવે છે. નારંગીની છાલ કુદરતી અને ઓર્ગેનિક હોવા છતાં, DIY(Do it Yourself) ને હજુ પણ કોઈ વૈજ્ઞાનિક સમર્થન નથી. તે ફાયદા કરતાં નુકસાન કરકરી શકે છે. તેથી, દંત ચિકિત્સક (ડેન્ટીસ્ટ)ની સલાહ લેવી શ્રેષ્ઠ છે.”
|