Fact Check
પીએમ મોદીના જુના ભાષણનો એડિટ કરાયેલ સ્ક્રીન શોટ ભ્રામક દાવા સાથે થયો વાયરલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના દિવસો જેમ-જેમ નજીક આવી રહ્યા છે, તેમ તમામ રાજકીય પક્ષો વાયદા અને વચનો સાથે સભાઓ કરી રહ્યા છે. હાલમાં પીએમ મોદી ગુજરાતના પ્રવાસ ઉપર છે, અનેક જિલ્લાઓમાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહર્તના કાર્યક્રમો વડાપ્રધાનના હસ્તે થઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર આ ક્રમમાં એક ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ વાયરલ થઈ રહી છે, જેમાં પીએમ મોદી પોતાના ભાષણમાં કહી રહ્યા છે કે “હું બીલીમોરાના કાંતીકાકા સાથે ખમણ વેચતો હતો.”
સોશ્યલ મીડિયા યુઝર્સ અને કેટલાક કોંગ્રેસ ગ્રુપ દ્વારા આ ન્યુઝ ચેનલનો સ્ક્રીનશોટ અલગ-અલગ કટાક્ષ સાથે શેર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો આગાઉ આવા જ એક સ્ક્રીન શોટ સાથે ભ્રામક દાવો વાયરલ થયો હતો, જેમાં પીએમ મોદી સુરત ખાતે ભાષણ આપી રહ્યા હોવાના દાવો કરવામાં આવ્યો હતો. જે અંગે newschecker દ્વારા ફેકટચેક રિપોર્ટ જાહેર કરવામાં આવેલ છે.
Fact Check / Verification
ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં પીએમ મોદીના વાયરલ સ્ક્રીન શોટને રિવર્સ ઇમેજ સર્ચ કરતા “હું સુરતમાં પૂર વખતે જાતે સફાઈ કરતો હતો : PM” હેડલાઈન સાથે સમાન સ્ક્રીન શોટ જોવા મળે છે. જે અંગે newschecker અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે.
વાયરલ સ્ક્રીન શોટને સર્ચ રિઝલ્ટમાં જોવા મળતા સ્ક્રીન શોટ સાથે સરખાવતાં બન્ને પોસ્ટમાં એક જ સબ હેડલાઈન “ઉત્તર ગુજરાત એટલે ભોળા રાજા : PM” લખાયેલ જોવા મળે છે. તેમજ આ બન્ને પોસ્ટ પર ન્યુઝ ચેનલ ‘સંદેશ’ નો લોગો જોવા મળે છે. નોંધનીય છે અહીંયા વાયરલ તસ્વીરમાં જોવા મળતા શબ્દોનો પ્રકાર પણ અલગ જોવા મળે છે.
ન્યુઝ સંસ્થાન webdunia દ્વારા ડિસેમ્બર 2017ના “ભાભરમાં મોદીનું સંબોધન” હેડલાઈન સાથે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાભોર ખાતે જનસભાને સંબોધિત કરતા પીએમએ જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી હતો ત્યારે સુરતમાં પૂર આવ્યુ હતું અને મેં જાતે સુરતમાં મેં જાતે જઇને સફાઇ કરી હતી.
Conclusion
ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં પીએમ મોદીના 2017ના એક કાર્યક્રમ સમયે લેવામાં આવેલ ન્યુઝ ચેનલના સ્ક્રીન શોટને એડિટ કરીને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : Altered Image
Our Source
Google Search Result
Self Analysis Of Image
Media Report Of WebDunia , on DEC 2017
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044