schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
દિલ્હીમાં થોડા દિવસો અગાઉ ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી (water-logging) ભરાઈ ગયા હતા અને જેને કારણે દિલ્હીના લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ બધા વચ્ચે સોશ્યલ મીડિયા પર મિન્ટો બ્રિજ નીચે પાણી ભરાઈ ગયું અને DTC બસ પણ ડૂબી ગઈ હોવાના ભ્રામક દાવા સાથે એક તસ્વીર પણ શેર કરવામાં આવી હતી, જે અંગે newschecker દ્વારા ફેકટચેક રિપોર્ટ પણ પબ્લિશ કરવામાં આવેલ છે.
આવા જ વાયરલ દાવા સાથે ફેસબુક પર ભાજપ કાર્યકર Haresh Savaliya નામના યુઝર દ્વારા “આતો દરિયો બનાવી દીધો હો કેજરીવાલ સાહેબ” કેપશન સાથે દિલ્હીમાં પાણી ભરાયા હોવાનો એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. આ વિડિઓ ફેસબુક પર કુલ 5.6k લોકો દ્વારા જોવામાં આવ્યો છે, અને 100થી વધુ લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે.
દિલ્હીમાં ભારે વરસાદના કારણે (water-logging) પાણી ભરાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો મળે છે. જેમાં ન્યુઝ સંસ્થાન navbharattimes દ્વારા વાયરલ વિડિઓ પર ઓગષ્ટ 2020ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ, મુંબઈ ખાતે 2020માં થયેલ ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કેટલાક લોકો આ પાણીની વચ્ચે ફસાયેલા છે અને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ પાણીનો પ્રવાહ એટલો ઝડપથી વધી રહ્યો છે કે તે લોકો પગ ખસેડવામાં અસમર્થ છે.
ત્યારબાદ, વાયરલ વિડિઓ ધ્યાન પૂર્વક જોતા કેટલીક દુકાનોના નામ જોઈ શકાય છે, વિડીઓના કિફ્રેમની મદદથી Harjivandas Mohandas & Company India Pvt Ltd અને noble coaltar agency દુકાનના નામ જોઈ શકાય છે.
જયારે આ બન્ને દુકાનોના નામ ગુગલ સર્ચ કરતા justdial વેબસાઈટ પર રજીસ્ટર્ડ સરનામાં સાથે આ દુકાનની કેટલીક તસ્વીરો પણ જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ આ દુકાન ‘સી.પી ટેન્ક રોડ, ગિરગાંઉ, મુંબઈ’ (Harjivandas Mohandas Building, C P Tank Road, Girgaon, Mumbai) ખાતે આવેલ છે.
દિલ્હી ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. મુંબઈ ખાતે 2020માં ભારે વરસાદના કારણે ભરાયેલ પાણીના વિડિઓને દિલ્હીના વિસ્તારો હોવાનો ભ્રામક દાવો કરવામાં આવેલ છે.
justdial
navbharattimes
Google Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
February 8, 2025
Dipalkumar
February 8, 2025
Komal Singh
November 19, 2024
|