schema:text
| - જાણો રસ્તા પર બેઠેલા સિંહોના ટોળાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તાની વચ્ચે બેઠેલા સિંહોના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો રસ્તાની વચ્ચે બેઠેલા સિંહોના ટોળાનો વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તાની વચ્ચે બેઠેલા સિંહોના ટોળાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 20 ઓક્ટોમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો રસ્તાની વચ્ચે બેઠેલા સિંહોના ટોળાનો વીડિયો ગુજરાતનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો આફ્રિકા એડવેન્ચર્સ નામના સત્તાવાર યુટ્યુબ દ્વારા 27 નવેમ્બર, 2016 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ક્રુગર પાર્કમાં અત્યાર સુધીનો સૌથી મોટો લાયન પ્રાઇડ બ્લોકિંગ રોડ.
ત્યાર બાદ અમે ક્રુગર નેશનલ પાર્કને ગુગલ પર સર્ચ કરતાં અમને એની સત્તાવાર વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ક્રુગર નેશનલ પાર્ક સાઉથ આફ્રિકામાં આવેલો છે.
અન્ય કેટલાક યુટ્યુબ યુઝર દ્વારા પણ આજ માહિતી અને વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Youtube Video 1 | Youtube Video 2
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર us.blastingnews.com દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. lovetovisitsouthafrica.com | dailymotion.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તાની વચ્ચે બેઠેલા સિંહોના ટોળાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Sources
https://www.youtube.com/@MyAfricaAdventures
https://www.youtube.com/watch?v=c8i0hjegneY
krugerpark.co.za
https://www.krugerpark.co.za/
Youtube Video 1
https://www.youtube.com/@mohammedaliabdelalim5234
Youtube Video 2
https://www.youtube.com/watch?v=paZdg2hmRXY
us.blastingnews.com
https://us.blastingnews.com/lifestyle/2019/06/south-africa-a-pride-of-14-lions-on-the-loose-from-kruger-national-park-002926801.html
lovetovisitsouthafrica.com
https://lovetovisitsouthafrica.com/the-magnificent-sight-of-a-record-breaking-17-lions-stopping-traffic-in-kruger-national-park/
dailymotion.com
https://www.dailymotion.com/video/x6homlu
|