schema:text
| - જાણો ખેડા ખાતે ગરબામાં મસ્જિદ પરથી કરવામાં આવેલા પથ્થરમારાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા થાંભલા સાથે યુવકોને બાંધીને માર મારવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ખેડા ખાતે ગરબામાં મહિલાઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો કરનારા આરોપીઓને માર મારી રહેલી પોલીસનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં ખેડાના ઉંઢેલા ગામે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 10 ઓક્ટોમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ये गुजरात में खेड़ा नाम की जगह है. गरबा नृत्य कर रही महिलाओं के एक समूह पर मस्जिद से पथराव किया गया, जिसमें कुछ महिलाएं घायल हो गईं। इस घटना पर प्रतिक्रिया करते हुए, पुलिस ने उपद्रवियों को *शरिया कानून के अनुसार* वही सलूक दिया जो सऊदी अरब में दिया जाता है। गुजरात, केरल आंध्र कर्नाटक तेलंगाना या बंगाल जैसा नहीं है कि आप जैसा चाहें वैसा व्यवहार करें! अब देखना यही है कि और कितनों के पिछवाड़े *लाल* होते हैं. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ખેડા ખાતે ગરબામાં મહિલાઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો કરનારા આરોપીઓને માર મારી રહેલી પોલીસનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો અંગે ઘણા બધા અહેવાલ પ્રાપ્ત થયા હતા. આજ વીડિયો સાથેના સમાચાર અમને બીબીસી ન્યૂઝ ગુજરાતી દ્વારા 5 ઓક્ટોમ્બર, 2022 ના રોજ પ્રાસરિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ખેડાના ઉંઢેરા ગામનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ખેડાના માતર તાલુકાના ઉંઢેરા ગામમાં ગરબા વખતે પથ્થરમારો થયો હતો. આઠમા નોરતે ઘટેલી આ ઘટના બાદ ગામમાં તણાવભરી સ્થિતિ છે અને બે કોમ વચ્ચે ઘર્ષણ ન થાય એ માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પથ્થરમારા બાદ પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવ્યા અને સજાના ભાગરૂપે ગામ વચ્ચે જાહેરમાં બાંધીને માર માર્યો હતો.
ઉપરોક્ત આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અણને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. zeenews.india.com | gujarattak.in
અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના સમાચાર દિવ્યભાસ્કર દ્વારા પણ 4 ઓક્ટોમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં ખેડાના ઉંઢેલા ગામે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Sources
BBCNewsGujarati
https://www.youtube.com/watch?v=in0tObdTPTA&rco=1
zeenews.india.com
https://zeenews.india.com/gujarati/gujarat/gujarat-kheda-garba-controversy-police-action-on-news-video-getting-viral-229586
gujarattak.in
https://www.gujarattak.in/latest-stories/story/police-teach-lession-to-stone-pelters-of-kheda-in-garba-838108-2022-10-04
divyabhaskar.co.in
https://www.divyabhaskar.co.in/local/gujarat/kheda/nadiad/news/the-police-dragged-the-10-accused-to-the-place-where-the-stone-pelting-took-place-in-kheda-and-tied-them-to-a-light-pole-in-front-of-the-villagers-130398839.html
|