schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે તેમના વિધાનસભા સીટોના દાવેદારોના નામ જાહેર કર્યા છે, જેમાં કેટલાક નેતાઓ સાઈડલાઈન કરવામાં આવ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં ટિકિટ ન મળનારા નેતાઓ પર કટાક્ષ કે રમૂજ ફેલાવવામાં આવી રહ્યું છે. આવી જ એક સોશ્યલ મીડિયા પોસ્ટ સાથે ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાના એક ઇન્ટરવ્યૂની કલીપ વાયરલ થઈ રહી છે.
ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાના વાયરલ વિડીયોને “પબુભા માણેક બાદ ભાજપના બીજા એક ધારાસભ્ય પણ મોદીની પોલ ખોલી કહ્યું કે મોદી અને શાહ ચૂંટણી જીતવા માટે દંગાવો કરાવે છે #BJPExposed” ટાઇટલ સાથે ફેસબુક યુઝર્સ શેર કરી રહ્યા છે. વીડિયોમાં યતીન ઓઝા દ્વારા ગુજરાતમાં થયેલા કોમી રમખાણો માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહને જવાબદાર હોવાનું જણાવી રહ્યા છે. નોંધનીય છે કે વાયરલ વિડીયો સૌપ્રથમ ટ્વીટર યુઝર પ્રશાંત ભૂષણ કે જેઓ એક સોશ્યલ એક્ટિવિસ્ટ અને વકીલ છે તેમના દ્વારા શેર કરવામાં આવેલ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલ અન્ય ભ્રામક અફવાઓ જાણવા અહીંયા જુઓ : Newschecker
ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાના વાયરલ વિડીયોના કિફ્રેમને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Janchowk નામની ચેનલ દ્વારા ડિસેમ્બર 2017ના પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોવા મળે છે. “મોદી-શાહ પર યતીન ઓઝાનો સનસની ખુલાસો” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ આ ઇન્ટરવ્યૂ દરમિયાન વાયરલ વીડિયોમાં કહેવામાં આવેલ વાત સાંભળવા મળે છે.
વિડીયો સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રાજકીય માર્ગદર્શક એવા ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ યતિન ઓઝાએ અમિત શાહ અને નરેન્દ્ર મોદીને લઈને અનેક સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. જનચોક સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે મોદી-શાહ પોતાના રાજકીય ફાયદા માટે કોઈપણ હદે જવાની વાત કરી શકે છે.
વધુમાં, પ્રશાંત ભૂષણ દ્વારા શેર કરવામાં આવેલ વાયરલ વિડીયોનો જવાબ આપતા જનચોકના પત્રકાર સ્પર્શ ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું છે કે “જે લોકો એવું માને છે કે આ શ્રી ઓઝાનું તાજેતરનું નિવેદન છે, હું એક વાત સ્પષ્ટ કરી શકું છું કે આ ક્લિપ વર્ષ 2017માં મને યુટ્યુબ ચેનલ @janchowk માટે કામ કરતી વખતે સિનિયર એડવોકેટ યતિન ઓઝા દ્વારા આપેલા ઇન્ટરવ્યુનો એક ભાગ અને આ 5 વર્ષ જૂની ક્લિપ છે.
ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાનો વાયરલ વિડીયો ખરેખર વર્ષ 2017માં જનચોક નામની ચેનલ દ્વારા લેવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ વીડિયોને હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભ્રામક સંદર્ભમાં શેર કરી રહ્યા છે.
Our Source
Youtube Video Of JanChowk, on DEC 2017
Journalist Saparsh Upadhyay Tweet, on OCT 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
June 22, 2024
Dipalkumar
December 4, 2024
Dipalkumar
December 16, 2024
|