schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
ભરૂચ પોલીસ દ્વારા ફિલ્મી ઢબે રેસ્ટોરન્ટ પર જમવા બેઠેલા આરોપીને રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો હોવાના CCTV ફૂટેજ વાયરલ થયેલા છે. આ વિડિઓમાં કેટલાક પોલીસ અધિકારી સિવિલ ડ્રેસમાં આવી ચોરી, અપહરણ અને બળાત્કારના કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરે છે, જે દરમિયાન આરોપી પાસેથી એક ઓટોમેટિક રિવોલ્વર પણ મળી આવે છે.
ફેસબુક અને ટ્વીટર પર આ બનાવ ભરૂચ દેરોલ ચોકડી નજીક બન્યો હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. આ સાથે વાયરલ વિડિઓમાં પકડાયેલ વ્યક્તિનું નામ મોહમ્મ્દ સિરાજ અનવર છે, જે દિલ્હી ખાતે થયેલ હિંસામાં પણ જોડાયેલ હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોહમ્મ્દ સિરાજ અનવર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ CCTV વિડિઓ અને ઘટના મુદ્દે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કેટલાક મીડિયા અહેવાલો જોવા મળે છે.
The Indian Express દ્વારા ટ્વીટર પર ઘટનાનો CCTV વિડિઓ શેર કરતા માહિતી આપી છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાટણ હાઈ-વે પર આવેલ એક ઢાબા પર કિશોર લુહાર નામના વ્યક્તિની ચોરી, અપહરણ અને બળાત્કાર જેવા આરોપો મુદ્દે ધરપકડ કરવામાં આવેલ છે, આરોપી પાસેથી એક ઓટોમેટિક રિવોલ્વર અને કારતુસ પણ મળી આવે છે.
આ ઘટના અંગે વધુ સર્ચ કરતા ABP Asmita અને scroll દ્વારા પ્રકાશિત અહેવાલ પણ જોવા મળે છે, જે મુજબ અમદવાદ-પાટણ હાઈ-વે પર આવેલ એકતા ઢાબા ખાતે ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરો દ્વારા ચોરી, અપહરણ, લૂંટ અને બળત્કાર જેવા ગુનામાં ફરાર આરોપી કિશોર લુહારની ધરપકડ કરવામાં આવી હતી, જે દરમિયાન તેની પાસેથી એક રિવોલ્વર અને કારતુસ મળી આવ્યા હતા.
આ ઉપરાંત અમદવાદ-પાટણ હાઈ-વે પર બનેલ ઘટના અંગે Ahmedabad Police દ્વારા ટ્વીટ મારફતે જાણકારી શેર કરવામાં આવેલ છે, જેમાં આર્મ્સ એકટ, ઘરફોડ ચોરી, લુંટ, બળાત્કાર, મારામારી જેવા ગંભીર ગુન્હા હેઠળ હાલ આ આરોપીને હાલ રિમાન્ડ પર રાખવામાં આવેલ છે.
જયારે સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલ ભ્રામક દાવો જેમાં ભરૂચ દેરોલ ચોકડી નજીક પકડાયેલ વ્યક્તિ સિરાજ અનવર છે, તેમજ આ વ્યક્તિની દિલ્હી ખાતે થયેલ હિંસામાં પણ સંડોવણી હોવાના દાવા સાથે આ CCTV વિડિઓ શેર કરવામાં આવેલ છે.
જે અંગે ભરૂચ પોલીસના ઓફિશ્યલ ટ્વીટર પર જાહેર કરવામાં આવેલ પ્રેસ નોટ જોવા મળે છે. જે મુજબ ગેરકાયદે હથિયાર વેચાણ કરતો હોવાની માહિતી સાથે મોહમ્મ્દ સિરાજ અનવર નામના વ્યક્તિને કુલ 61000 ના મુદ્દામાલ અને દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ કરવા આવેલ છે.
આ ઉપરાંત ભરૂચ લોકલ ન્યુઝ ચેનલો દ્વારા આ ગુન્હા પર ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રેસ બ્રિફિંગ પણ જોઈ શકાય છે. જ્યાં સિરાજ અનવર ભરૂચ ખાતેથી ગેરકાયદે હથિયાર વેંચતા ઝડપાયો છે, જ્યાં દિલ્હી હિંસા અંગે કોઈપણ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.
આ ઉપરાંત અમે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ ઘટના મુદ્દે વાતચીત કરતા જાણવા મળે છે કે સિરાજ અનવર હાલ ભરૂચ ખાતે રહે છે, જે ગેરકાયદે હથિયારો વેચાણ કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિરાજ મૂળ મુબારકનગર લોધી ગાર્ડન દિલ્હીનો રહેવાસી છે, પરંતુ દિલ્હી હિંસા કેસમાં આ વ્યક્તિની સંડોવણી હોવા અંગે હાલ કોઈ પુરાવા કે માહિતી છે નહીં.
દિલ્હી ખાતે થયેલ હિંસાનો આરોપી મોહમ્મ્દ સિરાજ અનવર અમદાવાદ પોલીસ દ્વારા પકડાયો હોવાના દાવા સાથે શેર થઈ રહેલ CCTV વિડિઓ તદ્દન ભ્રામક છે. અમદવાદ પોલીસ દ્વારા ચોરી અને બળાત્કાર જેવા ગુન્હામાં સંડોવાયેલ કિશોર લુહાર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ભરૂચ પોલીસ દ્વારા સિરાજ અનવર નામના એક વ્યક્તિને હથિયાર વેચાણ કરતા ઝડપી પાડ્યો હતો, જયારે સોશિયલ મીડિયા પર વાયરલ CCTVને ભરૂચ ખાતેથી દિલ્હી હિંસાનો આરોપી ઝડપાયો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે. ભરુચ અને અમદાવાદ ખાતે થયેલ બન્ને ઘટના અલગ-અલગ છે, તેમજ આ ઘટનાને દિલ્હી હિંસા સાથે કોઈ સંબંધ નથી.
ભરૂચ લોકલ ન્યુઝ ચેનલો
ભરૂચ પોલીસ ઓફિશ્યલ ટ્વીટર
Ahmedabad Police
ABP Asmita
The Indian Express
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar
October 10, 2024
Prathmesh Khunt
October 6, 2022
Prathmesh Khunt
July 17, 2020
|