About: http://data.cimple.eu/claim-review/0e0bfe2c04b0faedcf92daecbcc62fc4cef58d46eff0a38167d8bcd7     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: શું અમેરિકી કંપનીએ ભગવાન રામના નામ પર લૉન્ચ કરી કાર? જાણો વાયરલ દાવાનું સત્ય - By: Pallavi Mishra - Published: Aug 24, 2023 at 04:16 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર એક કારની તસવીર ઘણી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં જોવા મળી રહેલી કાર પર RAM લખેલું જોઈ શકાય છે. લોકો તેને શેર કરીને દાવો કરી રહ્યા છે કે એક અમેરિકી કંપનીએ ભગવાન રામથી પ્રભાવિત થઈને પોતાની નવી કારનું નામ રામ રાખ્યું છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ખોટો સાબિત થયો છે. વાસ્તવમાં આ ગાડીનું નામ રામ નહીં, રેમ છે. રેમનો અર્થ થાય છે નર ઘેટાં (male sheep). શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક યુઝર ‘કટ્ટર હિન્દુ સનાતની પાવર’એ 29 જુલાઈએ વીડિયોને શેર કર્યો છે અને લખ્યું છે કે, “USAએ નવી કાર લોન્ચ કરી છે, જેની બ્રાન્ડનું નામ RAM છે. જે કટ્ટર હિન્દુ હશે તે જ ફોલો કરશે. #power_sanatani_hindu #viralsanaty #reels #tranding #shortsvideohar #reelsvideo #viral #video #post” પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે. તપાસ વાયરલ પોસ્ટની તપાસ માટે અમે કીવર્ડ સર્ચ કર્યા હતા. અમને jeffbelzersdodgeram.com નામની વેબસાઇટ પર એક બ્લોગ મળ્યો, જેમાં આ કારના નામની હિસ્ટ્રી જણાવવામાં આવી હતી. આ બ્લોગ અનુસાર, કારનું નામ રેમ (RAM) છે. આ નામ નર ઘેટાંના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આખા બ્લોગમાં નર ઘેટાં પર આધારિત આ કંપનીના લોગોની વિગતો છે. ક્યાંય ભગવાન રામનો કોઈ ઉલ્લેખ નથી. Miraclechryslerdodgejeep.com પર પણ આ કંપની વિશે વિગતો હતી. અહીં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ કારને બનાવનારી કંપનીનું નામ RAM છે. તે એક જૂની કંપની છે, જેણે 1981-1993 સુધી ડોજ કંપનીની સાથે મળીને કારનું ઉત્પાદન કર્યું હતું. શરૂઆતમાં તેને ડોજ રેમ તરીકે ઓળખવામાં આવતી હતી. ડોજ કંપની 1917થી ટ્રકોનું ઉત્પાદન કરી રહી છે. 1981માં કંપનીએ નિર્ણય લીધો હતો કે તેની કારનો લોગો નર ઘેટાંનું માથું હશે. અમે રેમ ટ્રેક્સ કંપનીની વેબસાઇટ પણ તપાસી, પરંતુ ક્યાંય અમને ભગવાન રામનો ઉલ્લેખ જોવ મળ્યો નહીં. અમે આ વિષયમાં દૈનિક જાગરણ ડિજિટલ માટે ઓટો સેક્શન સંભળાતા પત્રકાર સિદ્ધાર્થ પ્રિયદર્શી સાથે વાત કરી, તેઓએ જણાવ્યું કે, “સોશિયલ મીડિયામાં રેમ (RAM)ને લઈને જે કંઈ ચાલી રહ્યું છે તે માત્ર એક અફવા છે. કંપનીના લોગોમાં ઘેટાંને જોઈ શકાય છે, જેને અંગ્રેજીમાં રેમ કહેવામાં આવે છે. આ નામની ઉત્પતી કદાચ અહીંથી થઈ છે. અત્યારે રેમ કંપની દ્વારા બનાવવામાં આવેલ ઇલેક્ટ્રિક ટ્રક ટેસ્લાના સાયબર ટ્રકની હરીફ હોવાનું કહેવાય છે. એટલા માટે આ કંપની આજકાલ ખૂબ જ ચર્ચામાં છે.” અમે આ વિષયમાં RAM કંપની સાથે પણ મેઈલ દ્વારા સંપર્ક કર્યો છે. ત્યાંથી જવાબ આવતા જ સમાચાર અપડેટ કરવામાં આવશે. અમે ભ્રામક પોસ્ટ કરનાર ફેસબુક પેજ ‘કટ્ટર હિન્દુ સનાતની પાવર’ને ચેક કર્યું, પેજને 3 લાખથી વધુ યુઝર્સ ફોલો કરે છે. નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. વાયરલ તસવીરમાં દેખાઈ રહેલી કારનું નામ રામ નહીં રેમ છે, જેનું નામ નર ઘેટાંના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેને ભગવાન રામ સાથે કોઈ સંબંધ નથી. - Claim Review : USAએ નવી કાર લૉન્ચ કરી છે, જેની બ્રાન્ડનું નામ ભગવાન રામ છે. - Claimed By : ફેસબુક યુઝર - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 7 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software