About: http://data.cimple.eu/claim-review/1409b9e36677687b5b847a5b4480c907c86a7619c25b236639e25d9b     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: ધીરજ સાહુ કેસ સાથે જોડીને વાયરલ થયું CM કેજરીવાલનું ફેક નિવેદન વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ધીરજ સાહુને લઈને અરવિંદ કેજરીવાલના નામે વાયરલ કથિત નિવેદન ફેક છે. સીએમ અરવિંદ કેજરીવાલે આવું કોઈ નિવેદન આપ્યું નથી. બનાવટી નિવેદનને તેમના નામે શેર કરવામાં આવી રહ્યું છે. આમ આદમીના નામે બનેલા ફેક એકાઉન્ટ પરથી તેને શેર કરાયું હતું, જે પછી લોકોએ તેને સાચું માનીને શેર કરવાનું શરૂ કરી દીધું હતું. - By: Pragya Shukla - Published: Dec 25, 2023 at 03:51 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ કેસ સાથે જોડાયેલી એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નામે એક કથિત નિવેદનને શેર કરવામાં આવી રહ્યું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે કેજરીવાલે ધીરજ સાહુનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે મેં સંવિધાન વાંચ્યું છે અને તે મુજબ ઘરમાં રોકડ રાખી શકાય છે. ધીરજ સાહુને ફસાવવામાં આવી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ધીરજ સાહુને લઈને અરવિંદ કેજરીવાલના નામે વાયરલ કથિત નિવેદન ફેક છે. સીએમ અરવિંદ કેજરીવાલે આવું કોઈ નિવેદન આપ્યું નથી. બનાવટી નિવેદનને તેમના નામે શેર કરવામાં આવી રહ્યું છે. આમ આદમીના નામે બનેલા ફેક એકાઉન્ટ પરથી તેને શેર કરાયું હતું, જે પછી લોકોએ તેને સાચું માનીને શેર કરવાનું શરૂ કરી દીધું હતું. શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક યુઝર ‘અજય સિંહ’એ 11 ડિસેમ્બર 2023ના રોજ વાયરલ પોસ્ટને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “ધીરજ સાહુ પર ખોટા આરોપો લગાવીને ફસાવવામાં આવી રહ્યા છે, હું એક શિક્ષિત વ્યક્તિ છું, મેં ભારતનું સંવિધાન વાંચ્યું છે, ઘરે રોકડ નથી રાખી શકાતી આવું કોઈ પણ પાના પર લખેલું નથી.” – CM #ArvindKejriwal પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ. તપાસ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું. પરંતુ અમને દાવા સાથે સંબંધિત કોઈ ન્યૂઝ રિર્પોટ ન મળ્યા, જેમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે કેજરીવાલે ધીરજ સાહુનું સમર્થન કર્યું છે. તપાસને આગળ વધારતા અમે આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને પણ ચેક કરવાનું શરૂ કર્યું. અમને ત્યાં પણ દાવા સાથે સંબંધિત કોઈ પોસ્ટ ન મળી. તપાસ દરમિયાન અમને વાયરલ પોસ્ટ એક્સ પર આમ આદમીના નામે બનેલા એક ફેક એકાઉન્ટ પર મળી. પોસ્ટને 11 ડિસેમ્બરના રોજ શેર કરવામાં આવી હતી, ત્યારબાદ તે પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને યુઝર્સે તેને સાચું માનીને શેર કરવાનું શરૂ કરી દીધું. પ્રોફાઇલ્સને સ્કેન કર્યા પછી અમે બાયોની તપાસ કરી. બાયોમાં લખ્યું છે, “કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ નથી. તમામ ટ્વીટ્સ વ્યંગ્ય છે. માત્ર મનોરંજન માટે. અરવિંદ કેજરીવાલનો કટ્ટર પ્રશંસક.” યુઝરની પ્રોફાઈલને પણ એન્ટરટેઈનમેન્ટ કેટેગરી હેઠળ રાખવામાં આવી છે. વાયરલ તસવીર વિશે જાણવા માટે અમે ફોટાને ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કર્યો. અમને તસવીર સાથે જોડાયેલો એક વીડિયો આમ આદમી પાર્ટીના ઓફિશિયલ એકાઉન્ટ પર મળ્યો. વીડિયોને 17 નવેમ્બર 2023ના રોજ શેર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વીડિયો દિલ્હીમાં બનાવેલા AAPના કાર્યકર સંમેલનનો છે. 6.18 પર વાયરલ તસવીરના ભાગને જોઈ શકાય છે. વધુ માહિતી માટે અમે આમ આદમી પાર્ટીના મીડિયા કો-ઓર્ડિનેટર વેદ કુમાર સાથે સંપર્ક કર્યો. તેમણે આ દાવાને ખોટો અને પાયાવિહોણો ગણાવ્યો છે. અંતે અમે ખોટા દાવાને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. યુઝરને લગભગ 100 લોકો ફોલો કરે છે. યુઝર જુલાઈ 2012થી ફેસબુક પર એક્ટિવ છે. યુઝર એક વિચારધારા સાથે જોડાયેલ પોસ્ટને શેર કરે છે. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ધીરજ સાહુને લઈને અરવિંદ કેજરીવાલના નામે વાયરલ કથિત નિવેદન ફેક છે. સીએમ અરવિંદ કેજરીવાલે આવું કોઈ નિવેદન આપ્યું નથી. બનાવટી નિવેદનને તેમના નામે શેર કરવામાં આવી રહ્યું છે. આમ આદમીના નામે બનેલા ફેક એકાઉન્ટ પરથી તેને શેર કરાયું હતું, જે પછી લોકોએ તેને સાચું માનીને શેર કરવાનું શરૂ કરી દીધું હતું. - Claim Review : सीएम अरविंद केजरीवाल ने किया धीरज साहू का समर्थन। - Claimed By : ફેસબુક યુઝર 'અજય સિંહ' - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 10 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software