About: http://data.cimple.eu/claim-review/150bf1b4f8bcb54df4826d21ea6d14fce3ca248c04693e90f9c1d004     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Authors Claim – 1098 પર કૉલ કરી ફંક્શનનું બચેલું ભોજન બાળકો માટે આપી શકાય છે. Fact – દાવો ખોટો છે. 1098 ખરેખર બાળકો માટે ઇમર્જન્સીની હેલ્પલાઇનનો નંબર છે. સોશિયલ મીડિયા પર એક દાવો વાઇરલ જોવા મળ્યો છે, મૅસેજમાં કહેવાયું છે કે, “પીએમ મોદીએ એક નવી યોજના લાગુ કરી છે. જેમાં ઘરમાં કોઈ ફંક્શન કે પાર્ટી હોય એને વધુ પ્રમાણમાં ભોજનનો બગાડ થઈ રહ્યો હોય, તો 1098 નંબર પર કૉલ કરતા ચાઇલ્ડ હેલ્પલાઇનના લોકો તમારી પાસેથી ભોજન એકત્રિત કરી લઈ જશે, જેથી ઘણા બાળકોને ખાવામાં મદદ મળી શકે.” સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુક પર એક યુઝરે પોસ્ટ કરી હતી. અને કૅપ્શનમાં લખ્યું હતું, ” સારા સમાચાર: PM મોદીની જાહેરાત મુજબ – જો તમારા ઘરમાં કોઈ ફંક્શન/પાર્ટી હોય અને ઘણાં બધાં ભોજનનો બગાડ થઈ રહ્યો હોય, તો કૃપા કરીને 1098 (ભારતમાં ગમે ત્યાં) કૉલ કરો – ચાઈલ્ડ હેલ્પલાઈન લોકો તમારી પાસેથી ભોજન એકત્રિત કરશે. મહેરબાની કરીને આ સંદેશ બધે ફેલાવો જેથી કરીને ઘણા બાળકોને ખાવામાં મદદ મળી શકે. કૃપા કરીને આ સાંકળ તોડશો નહીં. પ્રાર્થના કરતા હોઠ કરતા મદદ કરતા હાથ સારા છે. કૃપા કરીને આ સમાચારને 4 જૂથોમાં શેર કરો. કોપી પેસ્ટ અને મોકલવામાં થોડીક સેકન્ડ લાગે છે. આભાર.” (પોસ્ટ માટે અહીં અને આર્કાઇવ વર્ઝન અહીં જુઓ) વધુમાં, ન્યૂઝચેકરને અમારી વોટ્સએપ ટીપલાઈન (+91-9999499044) પર તથ્ય તપાસવાની વિનંતી કરતો આ દાવો પણ મળ્યો છે. Fact Check/Verification દાવાની તપાસ કરતા અમે ગૂગલ સર્ચ પર કીવર્ડની મદદથી 1098 નંબર વિશે ચકાસણી કરી. જેમાં જાણવા મળ્યું કે, 1098એ ચાઇલ્ડલાઇન ઇન્ડિયા હેલ્પલાઇનનો નંબર છે. આ સંસ્થા મુશ્કેલીમાં આવેલા બાળકો માટેની ઇમર્જન્સી લાઇન છે. આ સંસ્થા ભારતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય હેઠળની નોડલ એજન્સી છે. ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન વિશે વધુ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન બિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા જુલાઈ 2018માં આ જ દાવા પર પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ પ્રાપ્ત થયો છે. અહેવાલ પરથી મળતી માહિતી અનુસાર ચાઈલ્ડલાઈન સંસ્થા ભારતમાં મુશ્કેલીમાં ફસાયેલા બાળકોને મદદ પુરી પાડે છે. અહેવાલમાં સંસ્થા દ્વારા સ્પષ્ટતારૂપે જણાવવામાં આવ્યું કે, તેઓ કોઈપણ પાર્ટી કે ફંક્શનમાંથી જમવાનું એકત્રિત કરવાનું કામ કરતા નથી. અને દાવો ભ્રામક છે. અહેવાલમાં ચાઇલ્ડલાઇનના ઑફિસરે જણાવ્યું હતું કે, તેઓને વાયરલ મેસેજ બાદ એવા લોકો તરફથી ઘણા ફોન આવી રહ્યા હતા, જેઓ તેમને ફંક્શન પછી બચેલો ખોરાક લઇ જવા કહી રહ્યા હતા. જેથી તેમણે પછી આ મામલે સ્પષ્ટતા બહાર પાડી હતી કે વાઇરલ દાવો ખરેખર ભ્રામક છે. વધુમાં અમને 17 મે-2022ના રોજ ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દ્વારા કરાયેલ ટ્વિટ (ઍક્સ પોસ્ટ) પ્રાપ્ત થઈ. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, “ભોજનનો બગાડ ન થાય અને બચેલું ભોજન આપવા માટે જે નંબર વાઇરલ કરાયો છે, તે નંબર ચાઇલ્ડલાઇનનો નંબર છે. અને આથી સમગ્ર દાવો ખોટો છે. આ નંબર પર ફોન કરવાથી બાકી રહેલું ભોજન એકત્રિત કરવામાં આવતું નથી.” Read Also : Explainer : ડિજિટલ હાઉસ અરેસ્ટ સ્કૅમ શું છે? જાણો એનાથી કેવી રીતે બચવું Conclusion 1098 પર કૉલ કરીને પાર્ટી કે ફંક્શનમાં બચેલું જમવાનું આપવાના દાવા સાથે વાયરલ થયેલ મેસેજ ભ્રામક છે. ચાઈલ્ડલાઇન નામની સંસ્થા બાળકો માટે ઇમર્જન્સીમાં મદદ પુરી પડતી સંસ્થા છે. આ સંસ્થા દ્વારા દેશભરમાં મુશ્કેલીમાં ફસાયેલા કે ખોવાયેલા બાળકોને મદદ કરવામાં આવે છે. Result -False Our Source Child line Website Business Standard New Report Dated 10th July-2018 PIB X Post, Dated 17 May-2022 કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Hindi
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software