About: http://data.cimple.eu/claim-review/1666304a27b8184a85528bcb442fa4ccad9d780fb153a8a78fd7b156     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: કોંગ્રેસ નથી આપી રહી લોકસભાની ચૂંટણીમાં 719 રૂપિયાનું ફ્રી રિચાર્જ, વાયરલ લિંક ફેક વિશ્વાસ ન્યૂઝે આ પોસ્ટની તપાસ કરી અને વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. કોંગ્રેસ તરફથી આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. જે લિંક વાયરલ થઈ રહી છે તે ફેક છે. એક્સપર્ટ્સ યુઝરને આ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપે છે. - By: Umam Noor - Published: Apr 25, 2024 at 12:30 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભા ચૂંટણી 2024 પહેલા અનેક પ્રકારની ફેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે વોટ્સએપ સહિત સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર રાહુલ ગાંધીની તસવીરની સાથે એક દાવો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ તમામ ભારતીય નાગરિકોને 719 રૂપિયાનું 84 દિવસનું ફ્રી રિચાર્જ આપી રહી છે, જેથી 2024ની ચૂંટણીમાં વધુને વધુ લોકો કોંગ્રેસને મત આપી શકે અને 2024માં કોંગ્રેસની સરકાર બની શકે. વિશ્વાસ ન્યૂઝે આ પોસ્ટની તપાસ કરી અને વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. કોંગ્રેસ તરફથી આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. જે લિંક વાયરલ થઈ રહી છે તે ફેક છે. એક્સપર્ટ્સ યુઝરને આ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપે છે. શું છે વાયરલ પોસ્ટમાં? વિશ્વાસ ન્યૂઝના વોટ્સએપ નંબર +91 92052 70923 પર યુઝરે આ દાવાને શેર કર્યો. જોકે, અમને આ ફેક પોસ્ટ ફેસબુક પર પણ શેર થયેલી મળી. ફેસબુક યુઝરે 18 એપ્રિલે આ પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, “કોંગ્રેસ (રાહુલ ગાંધી) તમામ ભારતીય યુઝર્સને ₹719નું 84 દિવસનું ફ્રી રિચાર્જ આપી રહી છે, જેથી કરીને વધુને વધુ લોકો 2024ની ચૂંટણીમાં કોંગ્રેસને વોટ આપી શકે. 2024માં કોંગ્રેસની સરકાર બની શકે. મેં પણ આનાથી મારું 28 દિવસનું ફ્રી રિચાર્જ કર્યું છે, તમે પણ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને (ચૂંટણી પહેલાં) 84 દિવસનું ફ્રી રિચાર્જ મેળવી શકો છો.” પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં ક્લિક કરીને જોઈ શકાય છે. તપાસ અમારી તપાસ શરૂ કરતા અમે સૌથી પહેલા ન્યૂઝ સર્ચ કર્યા, પરંતુ અમને દાવા સાથે સંબંધિત કોઈ વિશ્વસનીય ન્યૂઝ રિપોર્ટ નથી મળ્યા. તપાસને આગળ વધારતા અમે વાયરલ પોસ્ટમાં આપેલી લિંકને ચેક કરી. શેર કરવામાં આવેલું URL કોંગ્રેસ સાથે સંબંધિત નથી. આ પછી અમે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વેરિફાઈડ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ સર્ચ કર્યા. અમને દાવાની પુષ્ટિ કરતી કોઈપણ પોસ્ટ ન મળી. તપાસમાં આગળ અમે દાવા અંગે કોંગ્રેસની સત્તાવાર વેબસાઈટ પર પણ સર્ચ કર્યું, ત્યાં પણ અમને આવી કોઈ માહિતી નથી મળી. આ પહેલા પણ આવી અનેક ફેક લિંક વાયરલ થઈ ચૂકી છે. સાયબર એક્સપર્ટ આયુષ ભારદ્વાજનું કહેવું છે કે આવી લિંક્સ ડેટા ચોરી કરવા માટે બનાવવામાં આવે છે. આ સ્કેમ લિંક્સ હોય છે, જેના પર ક્યારેય ક્લિક ન કરવું જોઈએ. વાયરલ પોસ્ટને શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનીંગમાં અમને જાણવા મળ્યું કે યુઝરના દોઢ હજારથી વધુ ફેસબુક ફ્રેન્ડ્સ છે. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે આ પોસ્ટની તપાસ કરી અને વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. કોંગ્રેસ તરફથી આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. જે લિંક વાયરલ થઈ રહી છે તે ફેક છે. એક્સપર્ટ્સ યુઝરને આ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપે છે. - Claim Review : કોંગ્રેસ તમામ ભારતીય યુઝર્સને રુ. 719નું 84 દિવસનું ફ્રી રિચાર્જ આપી રહી છે - Claimed By : FB User: Mukhiya Yaver Sadak Dudhli - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 10 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software