About: http://data.cimple.eu/claim-review/1823c9a27f740375e8e8a3ed33a3b15798b5df8af4d10f1c3946c465     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: હેમા માલિની અને ધર્મેન્દ્ર દેઓલની જૂની તસવીર ભ્રામક દાવા સાથે વાયરલ વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે હેમા માલિની અને ધર્મેન્દ્ર દેઓલનો વાયરલ ફોટો જૂનો છે. વાસ્તવમાં આ તસવીર ધર્મેન્દ્રના જન્મદિવસની જ છે, પરંતુ તાજેતરની નહીં, વર્ષ 2022ની છે. જેને હવે કેટલાક લોકો ભ્રામક દાવાની સાથે શેર કરી રહ્યા છે. - By: Jyoti Kumari - Published: Mar 20, 2024 at 06:42 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્ર દેઓલની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તેમને એક્ટ્રેસ અને સાંસદ હેમા માલિનીની સાથે જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ તસવીરને તાજેતરની જણાવીને શેર કરી રહ્યાં છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ભ્રામક હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ તસવીર ધર્મેન્દ્ર દેઓલના જન્મદિવસની જ છે, પરંતુ તાજેતરની નહીં, વર્ષ 2022ની છે. લોકો જૂની તસવીરને તાજેતરની જણાવીને ખોટા દાવાની સાથે શેર કરી રહ્યા છે. શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક પેજ Social Gyanએ 12 માર્ચના રોજ તસવીર શેર કરતા લખ્યું કે, “બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રજીએ હેમા માલિની સાથે ઉજવ્યો તેમનો જન્મદિવસ, પરંતુ કોઈએ તેમને જન્મદિવસની શુભેચ્છા ન પાઠવી. આજે તેઓ ફિલ્મો નથી બનાવી રહ્યા તો શું અભિનંદનને પાત્ર નથી??” સોશિયલ મીડિયા પર ઘણા અન્ય યુઝર્સે આ તસવીરને સમાન દાવાની સાથે શેર કરી છે. વાયરલ પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ. તપાસ વાયરલ તસવીરની તપાસ માટે અમે ગૂગલ ઈમેજનો ઉપયોગ કર્યો. અમને તસવીર સાથે જોડાયેલા સમાચાર ઘણી ન્યૂઝ વેબસાઈટ પર મળ્યા. ‘બોલીવુડ હંગામા’ની વેબસાઈટ પર વાયરલ ફોટા સાથે જોડાયેલા સમાચાર મળ્યા. 9 ડિસેમ્બર 2022ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે, આ તસવીર ધર્મેન્દ્ર દેઓલના જન્મદિવસની છે, જ્યારે તેમણે હેમા માલિની અને દિકરી ઈશા દેઓલની સાથે કેક કાપી હતી. અમને વાયરલ તસવીર અભિનેત્રી હેમા માલિનીના (આર્કાઇવ કરેલી લિંક) એક્સ એકાઉન્ટ પર પણ મળી. 8 ડિસેમ્બર 2022ના રોજ કરવામાં આવેલી પોસ્ટમાં ધર્મેન્દ્ર દેઓલના જન્મદિવસની બીજી પણ કેટલીક તસવીરો જોવા મળી. હેમા માલિનીએ તેમના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2 મે 2023ના વાયરલ તસવીરને (આર્કાઇવ લિંક) શેર કરી હતી. વાયરલ તસવીર સાથે જોડાયેલા અન્ય ન્યૂઝ રિર્પોટને અહીં વાંચી શકાય છે. અમારી તપાસમાં એ તો સ્પષ્ટ થઈ ગયું કે વાયરલ કરવામાં આવી રહેલી તસવીર જૂની છે. તપાસમાં આગળ અમે ધર્મેન્દ્ર દેઓલના તાજેતરમાં જ ઉજવાયેલા જન્મદિવસ વિશે સર્ચ કર્યું. દૈનિક જાગરણ ડોટ કોમ પર ધર્મેન્દ્ર દેઓલના જન્મદિવસ સાથે જોડાયેલા સમાચાર મળ્યા. 8 ડિસેમ્બર 2023ના રોજ પ્રકાશિત સમાચાર અનુસાર, ”બોલિવૂડના હી-મેનના દરેક જન્મદિવસની જેમ 88માં જન્મદિવસને ખાસ બનાવવા માટે ફેન્સ તેમના માટે કેક લઈને પહોંચ્યા હતા. સની દેઓલે ધર્મેન્દ્રની સાથે મળીને જન્મદિવસની કેક કાપી હતી, ગદર 2ના એક્ટર આ દરમિયાન ભાવુક થઈ ગયા હતા.” તસવીરને અમે મુંબઈના વરિષ્ઠ પત્રકાર પરાગ છાપેકરની સાથે શેર કરી. તેમનું કહેવું છે કે ધર્મેન્દ્ર દેઓલ અને હેમા માલિનીનો આ ફોટો જૂનો છે. આને વર્તમાન સાથે કોઈ લેવાદેવા નથી. તસવીરને ભ્રામક દાવાની સાથે શેર કરનાર ફેસબુક પેજને અમે સ્કેન કર્યું. જાણવા મળ્યું કે આ પેજને 471K લોકો ફોલો કરે છે. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે હેમા માલિની અને ધર્મેન્દ્ર દેઓલનો વાયરલ ફોટો જૂનો છે. વાસ્તવમાં આ તસવીર ધર્મેન્દ્રના જન્મદિવસની જ છે, પરંતુ તાજેતરની નહીં, વર્ષ 2022ની છે. જેને હવે કેટલાક લોકો ભ્રામક દાવાની સાથે શેર કરી રહ્યા છે. - Claim Review : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રજીએ હેમા માલિનીની સાથે ઉજવ્યો તેમનો જન્મદિવસ, પરંતુ કોઈએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી નહીં. - Claimed By : ફેસબુક પેજ - Social Gyan - Fact Check : Misleading Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software