About: http://data.cimple.eu/claim-review/1b4df24f0e9f443ba732e6111282128a3c86f033a33d5e40b06ec8aa     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: શાહરૂખ ખાનની સાથે અંબાણી પરિવારની તસવીરને પઠાણ ફિલ્મ સાથે નથી કોઈ સંબંધ - By: Umam Noor - Published: Jan 28, 2023 at 05:25 PM - Updated: Jul 7, 2023 at 05:16 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)। પઠાણ ફિલ્મ રિલીઝ થયા બાદ એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં શાહરૂખ ખાન મુકેશ અંબાણી અને તેમના પરિવાર સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. તસવીરના બેકગ્રાઉન્ડમાં એક મોટી સ્ક્રીન દેખાય રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરને શેર કરીને દાવો કરી રહ્યા છે કે અંબાણી પરિવારના સભ્યો શાહરૂખ ખાનની સાથે તેમની ફિલ્મ પઠાણ જોઈ રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે આ તસવીર 2015ની Jio 4G લૉન્ચ વખતની છે. આ જૂના ફોટોને ફેક દાવાની સાથે પઠાણ સાથે જોડીને વાયરલ કરવામાં આવી છે. શું છે વાયરલ પોસ્ટમાં? ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને શેર કરતા લખ્યું, ‘ તમે લોકો બાયકોટ કરતા રહો થિયેટરની બહાર ત્યાં અંબાણી પરિવાર, શાહરૂખની સાથે પઠાણને જોઈ રહ્યો છે.’ તપાસ અમારી તપાસને શરૂ કરતા સૌથી પહેલા અમે તસવીરને Google લેન્સ દ્વારા સર્ચ કરી. સર્ચમાં અમને આ ફોટો એક ટ્વિટર હેન્ડલ પર 28 ડિસેમ્બર, 2015ના રોજ ટ્વિટ કરેલો મળ્યો. આ ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું કે આ 4G લૉન્ચ દરમિયાન લેવામાં આવેલી સેલ્ફી છે. આના આધારે અમે ટાઈમ ટૂલની સાથે ન્યૂઝને સર્ચ કર્યા અને ફાઈનાન્શિયલ એક્સપ્રેસના 28 ડિસેમ્બર, 2015ના એક સમાચાર મળ્યા, જેમાં આપેલા તમામ ફોટાની સાથે જ વાયરલ તસવીર જોઈ શકાય છે. સમાચાર અનુસાર, આ તમામ તસવીરો Jio 4G લૉન્ચ વખતની છે. વધુ માહિતી માટે વિશ્વાસ ન્યૂઝે દૈનિક જાગરણના ફિલ્મ પત્રકાર સ્મિતા શ્રીવાસ્તવનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે, ‘આ તસવીર જૂની છે.’ ફેક પોસ્ટને શેર કરનારના ફેસબુકની સોશિયલ સ્કેનીંગમાં અમને જાણવા મળ્યું કે યુઝર મુંબઈનો રહેવાસી છે. નિષ્કર્ષ: શાહરૂખ ખાનની સાથે અંબાણી પરિવારની સેલ્ફીનો આ તસવીર 2015માં Jio 4G લૉન્ચ વખતની છે. આ જૂના ફોટાને ફેક દાવાની સાથે પઠાણ ફિલ્મ સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. - Claim Review : શાહરૂખ ખાન સાથે ફિલ્મ પઠાણ જોઈ રહેલા અંબાણી પરિવારના સભ્યો. - Claimed By : FB User- Qureshi Arman - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software