About: http://data.cimple.eu/claim-review/1c27a5b9e18d26f6936d26e99c34a1a0f3bcef0b558f72b3e5ef2666     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: ઉત્તરાખંડમાં 2021માં સર્જાયેલા વિનાશના વીડિયોને તાજેતરનો જણાવી કરાયો વાયરલ વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. તે ભ્રામક સાબિત થઈ. વાસ્તવમાં ફેબ્રુઆરી 2021માં ચમોલી જિલ્લામાં એક ગ્લેશિયર તૂટવાને કારણે આ વિસ્તારમાં પૂર આવ્યું હતું. તેના વીડિયોને કેટલાક લોકો અત્યારનો જણાવીને જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. - By: Ashish Maharishi - Published: Jul 15, 2024 at 04:36 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) ઉત્તરાખંડમાં વરસાદને કારણે ઘણા વિસ્તારોનો સંપર્ક જિલ્લા મુખ્યાલયથી ખોરવાઈ ગયો છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ જોવા મળ્યું છે. નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાણીના ભયાનક સ્વરૂપને જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉત્તરાખંડમાં એક ડેમ તૂટી ગયો છે. જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. તે ભ્રામક સાબિત થઈ. વાસ્તવમાં ફેબ્રુઆરી 2021માં ચમોલી જિલ્લામાં એક ગ્લેશિયર તૂટવાને કારણે આ વિસ્તારમાં પૂર આવ્યું હતું. તેના વીડિયોને કેટલાક લોકો અત્યારનો જણાવીને જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક યુઝર રોહિત નંદન મિશ્રાએ 6 જુલાઈના રોજ એક વીડિયોને શેર કરીને દાવો કર્યો કે “સાવધાન, ઋષિ ગંગા અને તપોવનનો NTPC ડેમ તૂટી ગયો છે. સાંજ સુધી પાણી ચમોલીને પાર કરી જશે. તેથી અત્યારે કોઈપણ વ્યક્તિ હરિદ્વાર અને ઋષિકેશના આવવાનો પ્રોગ્રોમ ન બનાવે.” પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ શેર કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ. તપાસ વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયો વિશે માહિતી એકઠી કરવા માટે સૌથી પહેલા તેની કેટલીક કીફ્રેમ્સ કાઢી. પછી તેને ગૂગલ લેન્સ ટૂલ દ્વારા સર્ચ કર્યું. અમને ઘણા એક્સ હેન્ડલ્સ પર આ વીડિયો જૂની તારીખમાં અપલોડ થયેલો મળ્યો. સંજય મિશ્રા નામના એક એક્સ હેન્ડલે આ વીડિયોને 7 ફેબ્રુઆરી 2021ના રોજ અપલોડ કરતા ચમોલીનો જણાવ્યો છે. ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કરતા અમને 7 ફેબ્રુઆરી 2021ની તારીખના આવા ઘણા સમાચાર મળ્યા, જેમાં તે સમયે ઉત્તરાખંડમાં થયેલી ભયાનક તબાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લાઈવ હિન્દુસ્તાને 7 ફેબ્રુઆરી 2021ના રોજ પ્રકાશિત એક સમાચારમાં જણાવ્યું હતું કે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાથી ભારે તબાહી સર્જાઈ. આ સમાચારને અહીં વાંચી શકાય છે. વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દૈનિક જાગરણ, ગઢવાલની આવૃત્તિની તપાસ કરી. અમને 7 જુલાઈના ઈ-પેપરમાં વાયરલ વીડિયો સંબંધિત એક સમાચાર મળ્યા. તેમાં જણાવવામાં આવ્યું કે, ”ઈન્ટરનેટ વાયરલ કરવામાં આવેલા ત્રણ વર્ષ જૂના રૈની દુર્ઘટનાના વીડિયોએ લોકોના શ્વાસ અટકાવી દીધા. વીડિયોને આ માહિતી સાથે પ્રસારિત કરવામાં આવ્યો છે કે ઋષિગંગામાં આવેલા તોફાનને કારણે તપોવન ખાતેનો ડેમ તૂટ્યો છે. આ વાતની જાણ થતાં જ સરકાર અને વહીવટીતંત્ર એક્ટિવ થઈ ગયું અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ઈન્ટરનેટ મીડિયા પર સત્ય જાહેર કર્યું. ત્યારે જઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો.” સમાચારમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ”ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 7 ફેબ્રુઆરી 2021ના રોજ ઋષિગંગા નદીમાં તોફાન સર્જાયું હતું. જેના કારણે ઋષિગંગા પાવર પ્રોજેક્ટને વ્યાપક નુકસાન થયું હતું. એનટીપીસી દ્વારા નિર્માણાધીન તપોવન વિષ્ણુગઢ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં મોટી માત્રામાં કાટમાળ ભરાઇ જતાં 206 લોકો ગુમ થયા હતા. શનિવારે આ ઘટનાનો એક વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વ્યાપકપણે વાયરલ/પ્રસારિત થયો. વીડિયોને તાજેતરનો જણાવીને કહેવામાં આવ્યું કે ઋષિગંગામાં તોફાન આવ્યું છે જેના કારણે તપોવન ખાતેનો NTPC ડેમ તૂટી ગયો છે. તેથી હરિદ્વાર અને ઋષિકેશ આવવાનો પ્લાન બનાવશો નહીં. જેણે પણ આ વીડિયો જોયો તેઓ ચોંકી ગયા. ઘણા લોકોએ સત્ય જાણવા માટે વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને ફોન કર્યો. વીડિયોની જાણકારી મળતાં જ સરકાર એક્ટિવ થઈ ગઈ અને ઈન્ટરનેટ મીડિયા પર જણાવ્યું કે વીડિયોનો આ ચોમાસાની સિઝન સાથે કોઈ સંબંધ નથી.” વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા ચમોલી પોલીસના એક્સ હેન્ડલને સ્કેન કર્યું. ત્યાં અમને 6 જુલાઈની એક પોસ્ટ મળી. તેમાં જણાવવામાં આવ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા NTPC ડેમ તૂટવા અને તેનાથી ઋષિકેશ હરિદ્વારમાં પૂરની સંભાવનાના સમાચારને નકારી કાઢ્યા છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (વહીવટ) આનંદ સ્વરૂપે જણાવ્યું કે ઇન્ટરનેટ મીડિયા પર પ્રસારિત થયેલો વીડિયો રૈની ગામમાં વર્ષ 2021માં સર્જાયેલી દુર્ઘટનાનો છે. તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. યુઝરના સોશિયલ સ્કેનિંગમાં જાણવા મળ્યું કે ફેસબુક યુઝર રોહિત નંદન મિશ્રા પત્રકાર છે. તેને ફેસબુક પર પાંચસોથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર વારાણસીનો રહેવાસી છે. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. તે ભ્રામક સાબિત થઈ. વાસ્તવમાં ફેબ્રુઆરી 2021માં ચમોલી જિલ્લામાં એક ગ્લેશિયર તૂટવાને કારણે આ વિસ્તારમાં પૂર આવ્યું હતું. તેના વીડિયોને કેટલાક લોકો અત્યારનો જણાવીને જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. - Claim Review : સાવધાન, ઋષિ ગંગા અને તપોવનનો NTPCનો ડેમ તૂટી ગયો છે. - Claimed By : FB user Rohit Nandan Mishra - Fact Check : Misleading Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software