About: http://data.cimple.eu/claim-review/1d30f2f09fc9bedf826aae0fc92f59abe9b48595febd7c13cb25173d     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: સિક્કિમમાં થયેલા હિમસ્ખલનના વીડિયોને મનાલી અને અમરનાથનો જણાવી કરાયો વાયરલ - By: Devika Mehta - Published: May 11, 2023 at 06:24 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર હિમસ્ખલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના હિમાચલ પ્રદેશના મનાલીમાં જોવા મળી. કેટલાક યુઝર્સ આ વીડિયોને અમરનાથ સાથે જોડીને પણ વાયરલ કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે આ દાવાઓની તપાસ કરી. જાણવા મળ્યું છે કે અસલી વીડિયો સિક્કિમનો છે. તેનો ન તો મનાલી સાથે કોઈ સંબંધ છે કે ન તો અમરનાથ સાથે. 4 એપ્રિલ 2023ના રોજ સિક્કિમમાં હિમસ્ખલનના કારણે બરફમાં ઘણા વાહનો ફસાઈ ગયા હતા. આ ઘટનામાં 7 મુસાફરોના પણ મોત થયા હતા. આ ઘટના ગંગટોકને નાથુલા પાસ સાથે જોડતા જવાહરલાલ નહેરુ રોડ પર બની હતી. હવે કેટલાક લોકો સિક્કિમના વીડિયોને મનાલી અને અમરનાથનો જણાવીને વાયરલ કરી રહ્યા છે. શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક યુઝર સર્વજોત લોચને એક પોસ્ટને શેર કરીને દાવો કર્યો કે મનાલીમાં ભૂસ્ખલન. કેટલાક લોકો આ ઘટનાને અમરનાથની જણાવી રહ્યા છે. આ સિવાય આ વીડિયો ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ પર પણ વાયરલ થયો છે. આની તપાસ કરવા માટે કેટલાક યુઝર્સે વિશ્વાસ ન્યૂઝના વોટ્સએપ ટિપલાઈન નંબર +919599299372 પર પણ તેને મોકલ્યો. વાયરલ પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે. તપાસ વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે સૌથી પહેલા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. આજતકની યુટ્યુબ ચેનલ પર ત્રણ મહિના જૂના એક સમાચારમાં કહેવામાં આવ્યું કે ભારે હિમવર્ષાને કારણે ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે. જાન્યુઆરીના આ વીડિયોમાં વાયરલ વીડિયોથી અલગ દ્રશ્યો જોવા મળ્યા. સર્ચ દરમિયાન સિક્કિમમાં 4 એપ્રિલે થયેલા ભૂસ્ખલનના ઘણા વીડિયો મળી આવ્યા. આ સિવાય ઘણા ન્યૂઝ રિપોર્ટોમાં પણ સિક્કિમમાં થયેલા હિમસ્ખલનની માહિતી મળી. હિન્દુસ્તાન ટાઈમ્સે એક રિપોર્ટ પણ પ્રકાશિત કર્યો હતો, જેમાં 4 એપ્રિલ (મંગળવાર)એ બપોરે 12:20 વાગ્યે ગંગટોકને નાથુલા સાથે જોડતા રસ્તા પર હિમસ્ખલનની માહિતી આપવામાં આવી હતી. તેમાં એવા જ દ્રશ્યો જોવા મળ્યા, જે વાયરલ વીડિયોમાં હતા. આ પછી વિશ્વાસ ન્યૂઝે ઇનવિડ ટૂલના માધ્યમથી વાયરલ વીડિયોની કેટલીક કીફ્રેમ્સ કાઢીને ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કર્યું. અમને દૈનિક જાગરણની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો મળ્યો. આમાં એવું કહેવામાં આવ્યું હતું કે સિક્કિમ હિમસ્ખલનમાં પ્રવાસીઓ દટાયા. આ વીડિયો 4 એપ્રિલ 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. વિશ્વાસ ન્યૂઝે તપાસના આગલા તબક્કામાં ગંગટોકના અધિક જિલ્લા કલેક્ટર તેનઝિંગ ડી ડેન્ઝોંગપા સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે વાયરલ વીડિયો સિક્કિમ હિમસ્ખલનનો જ છે. વાયરલ દાવાને શેર કરનાર ફેસબુક યુઝર પોતાને એક ડિજિટલ ક્રિએટર જણાવે છે અને તેના લગભગ 1,000 ફોલોઅર્સ છે. નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ થયેલો દાવો ભ્રામક સાબિત થયો. 4 એપ્રિલ, 2023ના રોજ સિક્કિમના નાથુલા સરહદી વિસ્તારમાં એક મોટું હિમસ્ખલન થયું હતું અને ઘણા લોકોના મૃત્યુ થયા હતા. ત્યાના વીડિયોને મનાલી અને અમરનાથનો જણાવીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. - Claim Review : મનાલીમાં ભૂસ્ખલન - Claimed By : फेसबुक यूजर Sarvjot Lochan - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software