About: http://data.cimple.eu/claim-review/21d1faad22f435d25acf3571cc875b5a1d4f4a9af12d80f9b69a1678     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check Contact Us: checkthis@newschecker.in Fact checks doneFOLLOW US Fact Check કચ્છના ભચાવમાં રહેતા અને જુનિયર બચ્ચન તરીકે પ્રખ્યાત કનુભાઈ ઠક્કરનું અવસાન થયું હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાયરલ વિડીઓમાં જુનિયર બચ્ચન કનુભાઈ ઠક્કર અમિતાભ બચ્ચનના એક ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે. આ વિડિઓ સાથે કેટલાક યુઝર્સ કનુભાઈ ઠક્કરને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા. ફેસબુક પર “કનુભાઈ ઠક્કર જે હૂબહૂ અમિતાભ બચ્ચન જેવા લાગતા હતા એમનું આજે કચ્છમાં અવસાન થયું” અને “Duplicate Big B….R.I.P” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ ફેસબુક પર 3000થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે, તેમજ અનેક યુઝર્સ દ્વારા ભ્રામક ટાઇટલ સાથે યુટ્યુબ પર સમાન વિડિઓ શેર કરવામાં આવેલ છે. જુનિયર બચ્ચન તરીકે પ્રખ્યાત કનુભાઈ ઠક્કરનું નિધન થયું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર જૂન 2021ના shashikant pedwal દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. વધુ માહિતી મુજબ શશીકાંત પડવાલ પણ અમિતાભ બચ્ચનના ડુપ્લીકેટ છે, અને તેઓની યુટ્યુબ ચેનલ પર મનોરંજન ઉદેશ્યથી બનાવવામાં આવેલ અન્ય વિડિઓ પણ જોઈ શકાય છે. શશીકાંત પડવાલના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 4 જાન્યુઆરીના કનુભાઈ ઠક્કરનું નિધનની માહિતી સાથે શેર કરવામાં આવેલ વિડિઓ અંગે સ્પષ્ટતા આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે “છેલ્લા બે દિવસથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખ્યું છે કે હવે તે આ દુનિયામાં નથી, નામ કનુભાઈ છે અને વીડિયો મારો છે, હું તમને આ મેસેજ દ્વારા કહેવા માંગુ છું કે હું સ્વસ્થ છું, જીવિત છું.“ કનુભાઈ ઠક્કરનું નિધન અને શશીકાંત પડવાલના વાયરલ વિડિઓ અંગે timesofindia અને iamgujarat દ્વારા 5 જાન્યુઆરીના અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. ઉપરાંત, અહીંયા વાયરલ વિડિઓમાં દેખાતો વ્યક્તિ, કનુભાઈ ઠક્કર અને શશીકાંત પડવાલની તસ્વીર જોઈ શકાય છે. ગુજરાતના ડુપ્લિકેટ બચ્ચન કનુભાઈ ઠક્કરનું નિધન થયું હોવાના દાવા સાથે અન્ય એક ડુપ્લિકેટ બચ્ચન શશીકાંત પડવાલનો વિડિઓ વાયરલ થયેલ છે. શશીકાંત પડવાલ દ્વારા સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક માહિતી અંગે ફેસબુક મારફતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ સ્વસ્થ અને જીવંત છે. જયારે, કનુભાઈ ઠક્કરની અવસાન ગત વર્ષે થયું હતું. કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044 Dipalkumar February 7, 2025 Prathmesh Khunt June 3, 2021 Prathmesh Khunt September 30, 2021
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Hindi
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software