About: http://data.cimple.eu/claim-review/35677fc97f4b02433f20958b497ec541e383e39269ddafadd8c3af4f     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: વાયરલ વીડિયો કોંગ્રેસની મહાલક્ષ્મી યોજનાની જાહેરાત નથી વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. જાણવા મળ્યું કે રાહુલ ગાંધીના એક મહિના જૂના ભાષણની ક્લિપ અને પ્રેગા ન્યૂઝની જાહેરાત સાથે છેડછાડ કરીને વાયરલ વીડિયો બનાવવામાં આવ્યો છે. આ કોંગ્રેસની જાહેરાત નથી. વીડિયો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી. - By: Ashish Maharishi - Published: Jun 3, 2024 at 04:27 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)કોંગ્રેસે તેની પ્રસ્તાવિત મહાલક્ષ્મી યોજના હેઠળ ગરીબ પરિવારની મહિલાને દર વર્ષે 1 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. હવે આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વાયરલ વીડિયો કોંગ્રેસની મહાલક્ષ્મી યોજનાની જાહેરાતનો છે. આ વીડિયોને સાચો માનીને તેને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. જાણવા મળ્યું કે રાહુલ ગાંધીના એક મહિના જૂના ભાષણની ક્લિપ અને પ્રેગા ન્યૂઝની જાહેરાત સાથે છેડછાડ કરીને વાયરલ વીડિયો બનાવવામાં આવ્યો છે. આ કોંગ્રેસની જાહેરાત નથી. વીડિયો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી. શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક યુઝર રણજીત સિંહ યાદવે 22 મેના રોજ એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું, ”બ્રેકિંગ ન્યૂઝ. કોંગ્રેસે મહાલક્ષ્મી યોજના પર નવી જોરદાર પ્રચાર જાહેરાત બહાર પાડી છે. ખટા ખટ ખટા ખટ ખટા ખટ. પ્રશાંત કિશોર ક્યારેય આવી શાનદાર જાહેરાતો અને યોજનાઓનો ઉલ્લેખ નથી કરતા. તેઓ વિપક્ષની નબાળાઈઓ વિશે જ વાતો કરે છે.” ફેસબુક પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઈવ વર્ઝનને અહીં જોઈ શકાય છે. તપાસ વિશ્વાસ ન્યૂઝે કોંગ્રેસની જાહેરાતના નામે વાયરલ વીડિયોની તપાસ માટે તેને બે ભાગમાં વેંચ્યો. સૌથી પહેલા વીડિયોના તે ભાગની તપાસ કરી, જેમાં મહિલાઓ જોવા મળી રહી છે. આ માટે અમે વીડિયોની ઘણી કીફ્રેમ્સ કાઢી. પછી તેમને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કરી. અમને SG Dream Media નામની YouTube ચેનલ પર અસલી વીડિયો મળ્યો. તેને 19 ફેબ્રુઆરી 2022ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આખી જાહેરાત જોયા પછી ખબર પડી કે આ પ્રેગા ન્યૂઝની જાહેરાત છે. હવે વારો હતો વાયરલ વીડિયોમાં રાહુલ ગાંધીના ફૂટેજ ચેક કરવાનો. આ માટે ફરીથી ઘણી કીફ્રેમ્સ કાઢવામાં આવી. પછી તેમને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કરી. અમને 24 એપ્રિલ 2024ના રોજ ANIની યુટ્યુબ ચેનલ પર અસલી વીડિયો મળ્યો. આ વીડિયોમાં અમને 1:11:45 કલાકની ટાઈમ લાઈન પર તે ભાગ મળ્યો, જેને એડિટ કરીને પ્રેગા ન્યૂઝની જાહેરાતને ઉમેરીને વાયરલ વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ આ વીડિયોમાં મહાલક્ષ્મી યોજના વિશે વિસ્તારથી જણાવતા કહ્યું હતું કે, કરોડો મહિલાઓને કોંગ્રેસ કરોડપતિ બનાવશે. આ અંતર્ગત આવી મહિલાઓના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા જમાં કરવામાં આવશે. તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના ગિરીશ કુમાર સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ વીડિયોને શેર કર્યો. તેમણે કહ્યું કે વાયરલ પોસ્ટ ખોટી છે. તે બે અલગ-અલગ વીડિયોને જોડીને બનાવવામાં આવી છે. આ કોંગ્રેસની જાહેરાતનો વીડિયો નથી. તપાસના અંતે ફેસબુક યુઝર રણજીત સિંહ યાદવના એકાઉન્ટને સ્કેન કરવામાં આવ્યું. સોશિયલ સ્કેનિંગથી જાણવા મળ્યું કે યુઝરને 34 હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. જાણવા મળ્યું કે રાહુલ ગાંધીના એક મહિના જૂના ભાષણની ક્લિપ અને પ્રેગા ન્યૂઝની જાહેરાત સાથે છેડછાડ કરીને વાયરલ વીડિયો બનાવવામાં આવ્યો છે. આ કોંગ્રેસની જાહેરાત નથી. વીડિયો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી. - Claim Review : કોંગ્રેસે મહાલક્ષ્મી યોજના પર નવી જોરદાર જાહેરાત બહાર પાડી છે. - Claimed By : FB User Ranjit singh yadav - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 10 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software