About: http://data.cimple.eu/claim-review/3afdd20de6e6db64d6342980f85865ccfe2141ed85cbcccd2b0815ba     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: જળમગ્ન દ્વારકાના નામે વાયરલ કરાયો 3D એનિમેશનનો કાલ્પનિક વીડિયો - By: Ashish Maharishi - Published: Apr 17, 2023 at 03:26 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં પાણીની અંદર ડૂબેલા મંદિરના અવશેષોને જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ એક વીડિયોને આ દાવાની સાથે વાયરલ કરી રહ્યા છે કે આ જળમગ્ન થયેલી દ્વારકા નગરીનો દુર્લભ વીડિયો છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ફેક સાબિત થયો. વાયરલ વીડિયોને કોમ્પ્યુટરની મદદથી બનાવવામાં આવ્યો છે. આને 3D એનિમેશન કહેવામાં આવે છે. શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક પેજ ‘એક કદમ સત્ય સનાતન કી ઓર’એ એક વીડિયોને અપલોડ કરીને લખ્યું છે કે, “જળમગ્ર થયેલી દ્વારકા નગરીની દુર્લભ તસવીર…” વીડિયોને સાચો માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે. તપાસ વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયો વિશે જાણવા માટે સૌથી પહેલા ઈનવિડ ટૂલનો ઉપયોગ કર્યો. આની મદદથી અનેક કીફ્રેમ્સ કાઢવામાં આવ્યા. પછી તેને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કર્યા. અમને આ વીડિયો ઘણી જગ્યાએ જોવા મળ્યો. Trayvon Hour India નામના એક ફેસબુક પેજ પર 2 એપ્રિલે આ વીડિયોને અપલોડ કરીને તેને 3D એનિમેશન જણાવવામાં આવ્યો હતો. સાથે જ તેને બનાવનાર આર્ટિસ્ટનો પણ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહીંથી તપાસને આગળ વધારતા આર્ટ બાય રામ (art_by_ram) નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલમાં પણ આ વીડિયો મળી આવ્યો. આ વીડિયોના કેપ્શનમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે ખોવાયેલું મંદિર….દ્વારકાના અસલી શહેરની પ્રેરણાથી 3Dમાં બનાવવામાં આવ્યું. આ વીડિયો 20 માર્ચે અપલોડ કરવામાં આવ્યો હતો. તપાસને આગળ વધારતા art_by_ram એકાઉન્ટ વિશે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું. તેમની પ્રોફાઇલ મુજબ, રામ એક આર્ટ સ્ટુડન્ટ છે. તેમના એકાઉન્ટને પચાસ હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર એક 3D એનિમેટર છે. વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા વાયરલ વીડિયોને દ્વારકાના પુજારી જીતુ ગૌરની સાથે પણ શેર કર્યો. તેમણે કહ્યું કે આ જળમગ્ન દ્વારકાનો અસલી વીડિયો નથી. આ એડિટેડ છે. દ્વારકાનો 3D વીડિયો બનાવનાર આર્ટિસ્ટ શ્રીરામનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. તેમનો જવાબ આવ્યા બાદ આ ફેક્ટ ચેક સ્ટોરીને અપડેટ કરવામાં આવશે. તપાસને આગળ વધારતા જળમગ્ન દ્વારકા વિશે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું. ભારત તકથી લઈને ડિસ્કવરી પ્લસ ઇન્ડિયા અને બીબીસી રીલના યુટ્યુબ ચેનલ પર તેના વિશે જાણકારી મળી. આ ચેનલો પર હાજર વીડિયો અને વાયરલ વીડિયોમાં ઘણો તફાવત જોવા મળ્યો. આનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે વાયરલ વીડિયો અસલી નથી. તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર ફેસબુક પેજનું સોશિયલ સ્કેનીંગ કરવામાં આવ્યું હતું. ફેસબુક પેજ ‘એક કદમ સત્ય સનાતન કી ઓર’ને 450 લોકો ફોલો કરે છે. નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સાબિત થયું કે દ્વારકાના જળમગ્ન મંદિરના નામે વાયરલ થયેલો વીડિયો એક કલાકારની કલ્પના છે. તેને કોમ્પ્યુટરની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. - Claim Review : જલમગન દ્વારકા કા અસલી વીડિયો - Claimed By : ફેસબુક પેજ એક કદમ સત્ય સનાતન કી ઔર - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software