About: http://data.cimple.eu/claim-review/3d2fd376647590533486ec2a5ab4a044d82b2b6c2de41220422ee0f4     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: રવીશ કુમારનો એડિટેડ વીડિયો ફિશિંગ લિંકની સાથે કરાઈ રહ્યો છે શેર રવીશ કુમારના એડિટેડ વીડિયોની સાથે ફિશિંગ લિંકને શેર કરવામાં આવી રહી છે. - By: Sharad Prakash Asthana - Published: Dec 4, 2023 at 09:45 AM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એડિટેડ વીડિયોની મદદથી ભ્રમ ફેલાવવાના પ્રયાસોના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ રશ્મિકા મંદાના, કાજોલ અને આલિયા ભટ્ટના ડીપફેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝ દ્વારા કરવામાં આવી હતી. હવે પત્રકાર રવીશ કુમારનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ એક ભારતીય ડોક્ટરની ડાયાબિટીસની દવા વિશે વાત કરી રહ્યો છે. આમાં નીચે એક લિંક પણ આપવામાં આવી છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે રવીશ કુમારના વીડિયોને એડિટ કરીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, અસલી વીડિયોમાં રવીશ કુમારે અદાણી ગ્રુપને લઈને વાત કરી હતી. ઓરિજિનલ ઓડિયોની જગ્યાએ બીજો અવાજ ઉમેરીને વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. આ સાથે એક ફિશિંગ લિંકને પોસ્ટ કરવામાં આવી છે. શું છે વાયરલ પોસ્ટમાં? ફેસબુક યુઝર Morgan Gavynએ 27 નવેમ્બરે વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, “ડાયાબિટીસના દર્દીઓ માટે તાત્કાલિક માહિતી.” વીડિયો પર લખ્યું છે કે, “એક ભારતીય ડૉક્ટરે એવી દવા વિકસાવી છે જે એક જ ડોઝમાં બ્લડ સુગરને સામાન્ય કરી નાખે છે!” પોસ્ટ સાથે એક લિંક પણ આપવામાં આવી છે. તપાસ વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા વીડિયોની કીફ્રેમ્સને કાઢીને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કરી. 15 ઓક્ટોબરે રવીશ કુમારના સત્તાવાર ફેસબુક પેજ (આર્કાઇવ લિંક) પર આવી જ એક રીલ અપલોડ કરવામાં આવી હતી. તેમાં અદાણી ગ્રુપ વિશે જણાવવામાં આવ્યું છે. રવીશ કુમાર ઓફિશિયલની યુટ્યૂબ ચેનલ પર 15 ઓક્ટોબર, 2023ના રોજ અપલોડ કરાયેલા વીડિયોમાં પણ વાયરલ વીડિયો જેવા જ વીડિયોને જોઈ શકાય છે. આમાં ક્યાંય વાયરલ વીડિયોવાળો દાવો કરવામાં આવ્યો નથી. યુટ્યુબ પર અપલોડ વીડિયો અને વાયરલ થયેલા વીડિયોમાં રવીશ કુમારના કોટ અને શર્ટનો કલર એક જ છે. સાથે જ બંને વીડિયોમાં બેકગ્રાઉન્ડ પણ સમાન છે. અમે આ અંગે રવીશ કુમારનો સંપર્ક કર્યો અને તેમને વાયરલ વીડિયો મોકલ્યો. તેઓનું કહેવું છે, “વાયરલ વીડિયો એડિટેડ છે.” પોસ્ટની સાથે આપવામાં આવેલી લિંક ફિશિંગ લિંક હોવાની સંભાવનાઓને કારણે અમે તેને ધ્યાનપૂર્વક જોઈ. તે દેખાવમાં શંકાસ્પદ લાગતી હતી. અમે સાયબર નિષ્ણાત અનુજ અગ્રવાલનો સંપર્ક કર્યો અને તેમને લિંક મોકલી. તેમણે કહ્યું, ”આ એક ફિશિંગ લિંક છે. આના પર ક્લિક કરવું જોઈએ નહીં. આવી લિંક્સનો ઉપયોગ વ્યૂ વધારવા માટે પણ થાય છે.” છેલ્લે અમે એડિટેડ વીડિયોને શેર કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઈલ સ્કેન કરી. 8 ડિસેમ્બર, 2021ના રોજ બનાવવામાં આવેલા આ પેજના 527 ફોલોઅર્સ છે. निष्कर्ष: રવીશ કુમારના એડિટેડ વીડિયોની સાથે ફિશિંગ લિંકને શેર કરવામાં આવી રહી છે. - Claim Review : રવીશ કુમાર વીડિયોમાં એક ભારતીય ડોક્ટરની ડાયબિટીસની દવા વિશે વાત કરી રહ્યા છે. - Claimed By : FB User- Morgan Gavyn - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software