About: http://data.cimple.eu/claim-review/4e7d79b3dc67b8eb0e849e8c644610db4b1c522848b41359d5695671     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: ફોન પે અને ગૂગલ પેના નામે કેશબેક જીતવાના મેસેજની સાથે ફિશિંગ લિંક વાયરલ, ભૂલથી પણ ક્લિક ન કરતા PhonePe અને Google Payના લોગોની સાથે વાયરલ કેશબેક અને ઈનામ જીતવાનો મેસેજ ફેક છે. તેની સાથે ફિશિંગ લિંક્સ શેર કરવામાં આવી રહી છે. - By: Sharad Prakash Asthana - Published: Mar 20, 2024 at 01:22 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ કેશબેક અથવા ઈનામ જીતવાના મેસેજની સાથે કેટલીક લિંક્સ શેર કરી રહ્યા છે. આમાંથી કેટલાક પર ફોન પે, જ્યારે કેટલાક પર ગૂગલ પેનો લોગો લાગેલો છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કેશબેક અને ઈનામો જીતવાના મેસેજની સાથે ફિશિંગ લિંક્સ શેર કરવામાં આવી રહી છે. આના પર ક્લિક કરવાથી યુઝરનો ડેટા ચોરી થઈ શકે છે. સાયબર એક્સપર્ટ પણ આ પ્રકારના શંકાસ્પદ મેસેજની સાથે વાયરલ થઈ રહેલી લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપે છે. શું છે વાયરલ પોસ્ટમાં? ફેસબુક યુઝર Pm-yojnaa (આર્કાઇવ લિંક)એ 14 માર્ચે એક પોસ્ટ શેર કરી છે. તેના પર ગૂગલ પેનો લોગો લાગેલો છે અને એક લિંક શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે યુઝરે ઇનામ જીત્યું છે. જોકે મેસેજમાં ફોન પેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફેસબુક યુઝર Jan dhann yojnaa (આર્કાઇવ લિંક)એ પણ આવો મેસેજ એક અન્ય લિંકની સાથે શેર કર્યો છે. ફેસબુક યુઝર્સ Jan dhann yojnaa (આર્કાઇવ લિંક) અને Pm-yojnaa (આર્કાઇવ લિંક) ના ફેસબુક પેજ પરથી આવા કેટલાક બીજા પણ મેસેજને શેર કરવામાં આવ્યા છે. તપાસ વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા મેસેજમાં આપવામાં આવેલી લિંક્સને ધ્યાનથી જોઈ. આમાં ડોટ ઝેડ લખેલું છે. આનાથી તે અમને શંકાસ્પદ લાગી. અમે Google Payના સત્તાવાર એક્સ-હેન્ડલ્સને સ્કેન કર્યા, પરંતુ આવી કોઈ જાણકારી ન મળી. તેના પર 9 ડિસેમ્બર 2022 (આર્કાઇવ લિંક) પછીથી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી. Google Pay ઈન્ડિયાના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી પણ 10 ફેબ્રુઆરી 2022 (આર્કાઇવ લિંક) પછી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી. PhonePeના સત્તાવાર એક્સ હેન્ડલ (આર્કાઇવ લિંક) પર પણ અમને આવી કોઈ માહિતી મળી નથી. આ અંગે ઈન્ડિયન સાયબર આર્મીના સંસ્થાપક કિસલય ચૌધરીનું કહેવું છે કે સાયબર ઠગો આવા લલચાવનારા મેસેજ મોકલીને લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. જો કોઈ કંપની અથવા સંસ્થા આ પ્રકારની ઓફર આપે છે, તો તેની સત્તાવાર વેબસાઈટ અથવા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર માહિતી આપવામાં આવે છે. આ ફિશિંગ લિંક્સ પર ક્લિક કરવાથી યુઝરને નાણાકીય નુકસાન પણ થઈ શકે છે. ફિશિંગ લિંક શેર કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઇલને અમે સ્કેન કરી. યુઝરના 282 ફોલોઅર્સ છે. निष्कर्ष: PhonePe અને Google Payના લોગોની સાથે વાયરલ કેશબેક અને ઈનામ જીતવાનો મેસેજ ફેક છે. તેની સાથે ફિશિંગ લિંક્સ શેર કરવામાં આવી રહી છે. - Claim Review : તમને મળ્યું છે PhonePe તરફથી કૂપન. આજે જ પ્રાપ્ત....!! કરો - Claimed By : FB User- Pm-yojnaa - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software