About: http://data.cimple.eu/claim-review/512009e4b740f3a4d83ee1406ba672eecd60ad35db86686dc4da4a57     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: આ શિવલિંગ તેલંગાણામાં છે, શ્રીલંકામાં નહીં અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ શિવલિંગ અસલમાં તેલંગાણામાં આવેલું છે, જેને શ્રીલંકાનું જણાવીને વાયરલ કરવામાં આવી રહ્યું છે. - By: Pallavi Mishra - Published: Jan 4, 2024 at 11:13 AM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટામાં એક શિવલિંગને જોઈ શકાય છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વિશ્વનું સૌથી મોટું શિવલિંગ છે અને તે શ્રીલંકામાં આવેલું છે. અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ શિવલિંગ ખરેખર તેલંગાણાનું છે જેને શ્રીલંકાનું જણાવીને વાયરલ કરવામાં આવી રહ્યું છે. શું છે વાયરલ પોસ્ટમાં? વાયરલ ફોટામાં એક શિવલિંગને જોઈ શકાય છે. ‘100 કરોડ હિન્દુઓના ગ્રુપમાં તમારા 50 મિત્રોને ઉમેરો’ નામના ફેસબુક યુઝરે પોસ્ટમાં દાવો કર્યો છે કે શ્રીલંકામાં 108 ફૂટનું શિવલિંગ બનીને તૈયાર થઈ ગયું છે. દુનિયાનું સૌથી ઊંચું શિવલિંગ છે બોલો હર હર મહાદેવ. તપાસ અમારી તપાસને શરૂ કર્યા બાદ અમે સૌથી પહેલા આ ફોટાને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કર્યો. સર્ચ દરમિયાન અમને શિવ શક્તિ સાંઈ ટીવી નામના ટ્વિટર હેન્ડલ પરથી 5 ફેબ્રુઆરી, 2018ના રોજ કરવામાં આવેલું એક ટ્વિટ મળ્યું. આ ટ્વિટમાં આ શિવલિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને તેની સાથે લખ્યું હતું કે, “63 Feet Veda sai mahalingeshwara prathista||#siddhaguru Sri Ramananada maharshi||#Ramaneshwaram, Nagireddypalli, bhongir”. આ પોસ્ટમાં આ શિવલિંગનો ફોટો બીજા એન્ગલથી લેવામાં આવ્યો હતો. ફોટામાં લખેલા ડિસ્ક્રિપ્શન મુજબ, આ તસવીર 63 ફૂટ ઊંચા વેદ સાંઈ મહાલિંગેશ્વરની છે, જે નાગિરેડ્ડીપલ્લે, ભોંગિરમાં આવેલું છે. અમને ઈન્ટરનેટ પર “63 Feet Veda Sai MahaLingeshwara” કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું તો અમારી સામે www.ramananandamaharshi.com વેબસાઈટનું એક પેજ ખુલ્યું, જેમાં આ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વેબસાઈટ આધ્યાત્મિક ગુરુ સિદ્ધગુરુ શ્રી રામાનંદ મહર્ષિની છે. આ પેજ અનુસાર આ પેજ ‘સાંઈ મહા લિંગેશ્વર’ છે અને આ 63 ફૂટ ઊંચું શિવલિંગ પરમગુરુ શિરડી સાંઈના નામે સમર્પિત છે. અમે વધારે પુષ્ટિ માટે આધ્યાત્મિક ગુરુ સિદ્ધગુરુ શ્રી રામાનંદ મહર્ષિના મેનેજર લક્ષ્મણ કુમાર સાથે વાત કરી, જેમણે અમને જણાવ્યું કે આ શિવલિંગ તેલંગાણાના ભોંગિરના નાગિરેડ્ડીપલ્લે ખાતે આવેલું છે. તેમણે અમારી સાથે આ શિવલિંગનું ચોક્કસ સ્થાન પણ શેર કર્યું. તેમણે અમને જણાવ્યું કે આ શિવલિંગની ઊંચાઈ 63 ફૂટ છે અને તે સ્ટીલ અને પીઓપીથી બનેલું છે. આ પછી જ્યારે અમે સૌથી લાંબા શિવલિંગની શોધ કરી ત્યારે અમને 10 જાન્યુઆરી, 2019ના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક સમાચાર મળ્યા, જેમાં અમને જાણવા મળ્યું કે ”ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સે ચેંકલમાં મહેશ્વરમ શ્રી શિવ પાર્વતી મંદિરના 111.2 ફૂટના શિવલિંગને દેશના સૌથી ઊંચા શિવલિંગ તરીકે પ્રમાણિત કર્યું છે.” આ પોસ્ટને ‘100 કરોડ હિન્દુઓના ગ્રુપમાં તમારા 50 મિત્રોને જોડો’ નામના ફેસબુક યુઝરે શેર કરી હતી. આ યુઝરના 10 લાખથી વધુ ફોલોઅર્સ છે. निष्कर्ष: અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ શિવલિંગ અસલમાં તેલંગાણામાં આવેલું છે, જેને શ્રીલંકાનું જણાવીને વાયરલ કરવામાં આવી રહ્યું છે. - Claim Review : શ્રીલંકામાં 108 ફૂટનું શિવલિંગ બનીને તૈયાર થઈ ગયું છે. વિશ્વનું સૌથી ઊંચું શિવલિંગ છે બોલો હર હર મહાદેવ. - Claimed By : Facebook page 100 કરોડ હિન્દુઓના ગ્રુપમાં તમારા 50 મિત્રોને જોડો - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 10 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software