About: http://data.cimple.eu/claim-review/53c92e98f5ed828d2c63b74e090df814a949328b8c3e35555c146cc1     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: અત્તરના વેપારીને ત્યાં પડેલા દરોડાના જૂના વીડિયાને હવે ખોટા દાવાની સાથે કરાઈ રહ્યો છે વાયરલ વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. 2021માં યુપીના પીયૂષ જૈન નામના વેપારી પર ત્યાં પડેલા દરોડા સાથે જોડાયેલા સમાચારના વીડિયોને હવે વાયરલ કરવામાં આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોનો તાજેતરના કોઈ દરોડો સાથે કોઈ સંબંધ નથી. - By: Ashish Maharishi - Published: Dec 25, 2023 at 03:50 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) દેશમાં તાજેતરમાં જ ઘણી જગ્યાએ EDના દરોડામાં કરોડો રૂપિયા જપ્ત કરાયા હતા. હવે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. આમાં નોટોના બંડલોને જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉત્તર પ્રદેશમાં એક કથિત ભાજપ સમર્થકના ઘરેથી 257 કરોડ રૂપિયા મળી આવ્યા છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ભ્રામક સાબિત થયો. હકીકતમાં 2021ના સમાચાર સાથે જોડાયેલા વીડિયોને હવે વાયરલ કરીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. 2021માં યુપીના બિઝનેસમેન પીયૂષ જૈનના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તે સમયના વીડિયોને કેટલાક લોકો હવે વાયરલ કરી રહ્યા છે. શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક યુઝર નંદન સિંહ યાદવે 12 ડિસેમ્બરે એક વીડિયોને પોસ્ટ કરીને લખ્યું કે, ”ઉત્તર પ્રદેશમાં કથિત બીજેપી સમર્થકના ઘરેથી 257 કરોડ રૂપિયા મળી આવ્યા છે. તો વિચારો તેમના નેતાઓની પાસે કેટલા હશે?” વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ અલગ-અલગ પ્લેટફોર્મ પર તેને વાયરલ કરી રહ્યા છે. તપાસ વાયરલ દાવાની સત્યતા જાણવા માટે વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા વીડિયોને ધ્યાનથી સાંભળ્યો. એમાં કહેવામાં આવ્યું કે કાનપુરમાં અત્તરના બિઝનેસમેન પીયૂષ જૈનને ત્યાં દરોડામાં કરોડો રૂપિયા મળ્યા. તેના આધારે અમે તપાસને આગળ વધારતા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. અહીં સંબંધિત કીવર્ડ્સના આધારે સર્ચ કરવા પર અમને ઘણી ન્યૂઝ વેબસાઇટ્સ પર દરોડા સાથે સંબંધિત સમાચાર મળ્યા. તમામ સમાચાર ડિસેમ્બર 2021ના હતા. amarujala.com પર 27 ડિસેમ્બર 2021ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે બિઝનેસમેન પીયૂષ જૈનના કાનપુર અને કન્નૌજના ઘરે GST ઈન્ટેલિજન્સ અને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીમાં કરોડો રૂપિયાની રોકડ અને સોનું-ચાંદી મળી આવ્યા. આ સમાચારને અહીં વાંચી શકાય છે. સર્ચ દરમિયાન ઈન્ડિયા ટીવીની યુટ્યુબ ચેનલ પર એક સમાચાર જોવા મળ્યા. 24 ડિસેમ્બર 2021ના રોજ અપલોડ કરાયેલ એ સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કાનપુરના વેપારી પીયૂષ જૈનના ઘણા ઠેકાણાઓ દરોડા પાડ્યા છે. યુપી તક યુટ્યુબ ચેનલ પર 27 ડિસેમ્બર 2021ના રોજના એક સમાચારમાં વિગતવાર પીયૂષ જૈનના ઘરે પડેલા દરોડા વિશે જણાવવામાં આવ્યું હતું. તપાસના આગલા તબક્કામાં વિશ્વાસ ન્યૂઝે ભાજપ, યુપીના પ્રવક્તા અવનીશ ત્યાગી સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટને શેર કરી. તેમણે જણાવ્યું કે આ પોસ્ટ ફેક છે. જૂના વીડિયોનો ઉપયોગ કેટલાક લોકો ભાજપને બદનામ કરવા માટે કરી રહ્યા છે. તપાસના અંતે જૂના વીડિયોને હવે ભ્રામક દાવાની સાથે વાયરલ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે ફેસબુક યુઝર નંદન સિંહ યાદવ બક્સરનો રહેવાસી છે. આ એકાઉન્ટને પાંચ હજારથી વધુ લોકો ફોલો કરે છે. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. 2021માં યુપીના પીયૂષ જૈન નામના વેપારી પર ત્યાં પડેલા દરોડા સાથે જોડાયેલા સમાચારના વીડિયોને હવે વાયરલ કરવામાં આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોનો તાજેતરના કોઈ દરોડો સાથે કોઈ સંબંધ નથી. - Claim Review : फेसबुक यूजर नंदन सिंह यादव - Claimed By : ભાજપના કાર્યકરને ત્યાં દરોડાનો વીડિયો - Fact Check : Misleading Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software