schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન અને પિતરાઇ ભાઇઓને વડા પ્રધાનના બનવાના કારણે મોટો આર્થિક લાભ થયો છે. આ મેસેજ ટ્વિટર , ફેસબુક અને વોટ્સએપ પર શેર કરવામાં આવ્યો છે .
વાયરલ સંદેશ પીએમ મોદીના પરિવારના સભ્યો વિશે વિવિધ દાવા કરે છે. જેમાં પહેલો આરોપ છે કે તેમના મોટા ભાઈ સોમાભાઇ મોદી ઉમર 75વર્ષ હવે “ગુજરાતમાં ભરતી બોર્ડના અધ્યક્ષ” છે, જ્યારે નાના ભાઈ પંકજ મોદી “ભરતી મંડળના ઉપપ્રમુખ” છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પ્રહલાદ મોદી અમદાવાદ અને વડોદરામાં કાર શોરૂમ ધરાવે છે. વડા પ્રધાનના પિતરાઈ અને કાકાઓની સંપત્તિ વિશે પણ ઘણા દાવા કરવામાં આવ્યા છે. જે વાયરલ દાવા કરતો મેસેજ આપણે અહીં જોઈ શકીએ છીએ.
નરેન્દ્ર મોદી PM બનવાના કારણે તેમના ભાઈઓની સંપત્તિ અને ધંધામાં વધારો થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ મેસેજ પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા ફેસબુક પર ModiNama પર ઓક્ટોબર 2017ના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. જે મુજબ સોમાભાઈ મોદી રિટાયર્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ ઇન્સ્પેકટર હતા, તો અમૃતભાઈ મોદી 2005 સુધી એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા જેઓ હાલ અમદાવાદમાં રહે છે. પ્રહલાદ મોદી એક સસ્તા અનાજની દુકાન ચલાવે છે. જયારે પંકજ મોદી ગુજરાત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છે.
તેમના પિતરાઈ ભાઈઓ જેમાં ભોગીલાલ મોદી ગ્રોસરી શોપ ચલાવે છે, તેમજ અરવિંદભાઈ મોદી એક સ્ક્રેપ ડીલર છે. ભારત ભાઈ મોદી પેટ્રોલ પંપ પર કામ કરે છે. અશોકભાઈ મોદી પતંગ અને નાસ્તાની દુકાન ચલાવે છે. આ તમામ માહિતી India Today groupના ડેપ્યુટી એડિટર તેમજ ભારત સરકારમાં ઇન્ફોર્મેશન કમિશનર તરીકે કામ કરનાર પત્રકાર “ઉદય મહૂરકાર” દ્વારા ડિસેમ્બર 2016માં પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે.
જયારે વાયરલ દાવો કરતી ટ્વીટ Radha Charan Das દ્વારા શેર કરવામાં આવી હતી, જેના જવાબમાં ઉદય મહૂરકાર દ્વારા વાયરલ દાવો ભ્રામક હોવાની માહિતી સાથે આર્ટિકલની લિંક પર શેર કરેલ છે. તેમજ તેઓએ રાધા ચારણ દાસને ટેગ કરીને વાયરલ દાવાઓ તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરેલ છે.
આ ઉપરાંત આ મુદ્દે thelallantop દ્વારા ડિસેમ્બર 2017માં પબ્લિશ કરવામાં આવેલ રિસર્ચ રિપોર્ટ જોવા મળે છે. જે મુજબ નરેન્દ્ર મોદીના ભાઈ અને તેમના પિતરાઈ ભાઈઓ નીચે મુજબના કામ-ધંધાઓ કરી રહ્યા છે.
આ વડા પ્રધાનના મોટા ભાઈ 75 વર્ષના સોમભાઇ મોદી છે. તસ્વીરમાં, તે વડનગરમાં તેમના વૃદ્ધાશ્રમના લોકો સાથે છે. તેમજ તેઓ ભરતી બોર્ડના અધિકારી હોવાના દાવા પર ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે તેઓ ગુજરાત સરકારમાં કોઈપણ કક્ષાના ભરતી બોર્ડના અધિકારી તરીકે કાર્યરત નથી.
અમૃતભાઈ મોદી 2005 સુધી એક ખાનગી કંપનીમાં 10 હજાર પગાર પર કામ કરી રહ્યા હતા, હાલ તેઓ તેમના પુત્ર સાથે અમદાવાદમાં રહે છે. તેમજ તેઓ કોઈપણ રીયલ એસ્ટેટના ધંધા સાથે જોડાયેલ નથી.
પ્રહલાદ મોદી એક સસ્તા અનાજની દુકાન ચાલવી રહ્યા છે, તેમજ તેઓ ગુજરાત રાજ્યના સસ્તા અનાજ વિતરણ સંગઠનના અધ્યક્ષ છે. તેઓ પાસે હુન્ડાઇ, મારુતિ અને હોન્ડા ફોર વ્હીલરનાં શો રૂમ હોવાનો દાવો ભ્રામક છે. ગુગલ સર્ચ કરતા અમદાવાદ અને વડોદરામાં આવેલ તમામ કર ડીલર્સના નામ અને સરનામાં જોવા મળે છે.
પંકજ મોદી ગુજરાત માહિતી વિભાગમાં હાલ કાર્યરત છે, પરંતુ સોમાભાઈ ભરતી બોર્ડના અધ્યક્ષ નથી તેમજ પંકજ મોદી પણ ગુજરાત ભરતી બોર્ડમાં કામ નથી કરી રહ્યા.
ભોગીલાલ મોદી પીએમ મોદીના પિતરાઇ ભાઇ છે. જેઓ કરિયાણાની દુકાનનાં માલિક હતાં જયારે તેઓ રિલાયન્સ મોલના માલિક હોવાના દાવા પર સર્ચ કરતા businesstoday દ્વારા પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ રિલાયન્સ આ પ્રકારે કોઈ ફ્રેન્ચાઇઝી બિઝનેસ કરતી નથી, JIO વેબસાઈટના આધારે ભ્રામક રીતે ચાલી રહેલ ફ્રેન્ચાઇઝી બિઝનેસ વિશે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
અરવિંદ મોદી જેઓ હાલ વડનગર રહે છે, તેમજ તેઓ ભંગારના વેપારી છે. તેઓ આસપાસના ગામોમાં ભંગારની ફેરી લગાવી તેને મોટા સેન્ટર પર વેચાણ કરે છે.
ભરત મોદી પાલનપુરના એક પેટ્રોલ પંપ પર કામ કરે છે, જેઓ 6 હજારની આવક સાથે વડનગરમાં રહે છે. તેમની પત્ની રમીલાબેન ગામમાં કરિયાણાનો સામન વેચે છે.
અશોક મોદી વડનગરની ઘીકાંટા બજાર ખાતે પતંગ અને નાસ્તાની દુકાન ચલાવી રહ્યા છે. જે પ્રકારે આગાઉ માહિતી મળેલ છે તે મુજબ રિલાયન્સ ફ્રેન્ચાઇઝી બિઝનેસ નથી આપતી. તો તેમની ભોગીલાલ મોદી સાથે ભાગીદારી હોવાનો દાવો પણ ભ્રામક સાબિત થાય છે.
નરેન્દ્ર મોદીના ભાઈ અને તેમના ધંધા રોજગાર પર સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ દાવો તદ્દન ભ્રામક છે. PM મોદીના ભાઈ ના તો કોઈ સરકારી પોસ્ટ પર કામ કરી રહ્યા છે, ના તો કોઈપણ ભાઈ રિલાયન્સ મોલનો માલિક છે. તેમજ કોઈપણ ભાઈ પાસે મારુતિ, હ્યુન્ડાઇના શો-રૂમ આવેલ નથી.
ModiNama
India Today group
ઉદય મહૂરકાર
businesstoday
thelallantop
Google Search
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023
|