Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
કેન્દ્ર સરકાર દ્વારા યુવાનો માટે બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત દરેક બેરોજગાર યુવાને મહિને 6000 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. કેન્દ્ર દ્વારા “પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા” નામથી આ યોજના શરૂ થઈ હોવાના દાવા સાથે અનેક યુઝર દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
ફેસબુક અને વોટસએપ યુઝર્સ “बेरोजगार युवाओं को हर महीने 6000 रुपये दे रही केंद्र सरकार” ટાઇટલ સાથે આ મેસેજ ફોરવર્ડ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છ, તેમજ તેનું રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયેલ છે. વાયરલ મેસેજ મુજબ દેશના તમામ બેરોજગાર યુવાઓને કેન્દ્ર દ્વારા દર મહિને 6000 માસિક ખર્ચ સહાય પેટે આપવામાં આવશે.
આ પણ વાંચો : શું હવે UPI દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે?
કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે એક યોજના શરૂ કરવામાં આવી હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા કોઈપણ સરકારની આધિકારિક વેબસાઈટ પર આ અંગે માહિતી જોવા મળતી નથી. પરંતુ, ટ્વીટર પર PIB Fact Check દ્વારા 7 જૂન 2022ના રોજ પોસ્ટ કરવામાં આવેલ માહિતી અનુસાર, કેન્દ્ર દ્વારા બેરોજગાર યુવાઓને દર મહિને 6000 રૂપિયા આપવાની યોજના તદ્દન ભ્રામક છે. ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ યોજના શરૂ કરવામાં આવેલ નથી.
આ મુદ્દે Cyber Crime Cell – Devbhumi Dwarka દ્વારા પણ ઓફિશ્યલ ફેસબુક પેજ પર વાયરલ ફોરવર્ડ મેસેજ તદ્દન ભ્રામક હોવા અંગે જાણકારી આપવામાં આવેલ છે.
નોંધનીય છે કે સમાન દાવા સાથે વાયરલ મેસેજ 2021માં પણ અનેક યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જે અંગે PIB Fact Check દ્વારા જાન્યુઆરી 2021ના ટ્વીટર મારફતે કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે એક યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક દાવા અંગે જાણકારી આપવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે એક યોજના શરૂ કરવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાઓને દર મહિને 6000 રૂપિયા આપવાના વાયરલ મેસેજ અંગે PIB ફેકટચેક તેમજ સ્ટેટ સાયબર સેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે વાયરલ મેસેજ તદ્દન ભ્રામક માહિતી સાથે શેર કરવામાં આવેલ છે.
Our Source
Tweet by PIB Fact Check on 7 JUNE 2022
Tweet by PIB Fact Check on 7 JAN 2021
Facebook Post by Cyber Crime Cell on 13 AUG 2022
Prathmesh Khunt
October 6, 2022
Prathmesh Khunt
July 25, 2022
Prathmesh Khunt
June 25, 2020